
VSSM provided a loan of Rs. 25,000 to Sonabhai. He got a kiosk built and bought goods from the money. The business has been good and Sonabhai is a happy man. He plans to start selling groceries and vegetables from his kiosk.
VSSM remains in constant contact with the individuals it had supported to start-up their own business. We inquire if any further support or assistance they require from us. Almost a fortnight after Sonabhai started his own venture we called him up to ask if there was any further assistance he requires. ‘The business is good, what else is to worry about when we have our organisation looking upon us a mother would for its child!!’ was his extremely heartwarming reply. All of those who are associated with this kind of work will understand how gratifying such reply can be ……….
We are thankful to Shri. Rameshbhai Kacholiya and Girishbhai Sherdalal for enabling us to provide interest free capital to such nomadic families.
દિયોદરમાં બોડારોડ પર આવેલી મીર વસાહતમાં મીર સોનાભાઇ એમના પરિવાર સાથે રહે. મીર સમુદાયના લોકો પહેલાં ડફલી વગાડીને ભિક્ષાવૃતિ કરતા. પહેલાંના સમયમાં એમને રજવાડાંઓમાં પ્રસંગોપાત ગાવા વગાડવા માટે બોલાવતા પણ હવે સ્થિતિ બદલાઈ છે. હવે તેઓ હોળીમાં જ ડફલી વગાડી માંગવા(ફાગગાવા) જાય છે બાકીનો સમય છૂટક મજૂરી કરે. સોનાભાઇ પણ પાયા ખોદવાનું કામ કરે. પાયા ખોદવામાં શારીરિક શ્રમ ઘણો થાય. એટલે રોજે રોજ પાયા ખોદવાનું કામ થઇ ના શકે અને કાયમી પૈસા મળે એવું ન થાય. સોનાભાઇએ vssmના કાર્યકર નારણભાઈને કહ્યું, ‘મને કંઈક ધંધો કરવો છે. મને ખબર નથી પડતી શું કરું પણ મારે પોતાને કંઇક કરવું છે તમે મદદ કરો.’ સોનાભાઇ શું કામ કરી શકે એ વિષે નારણભાઈએ ઘણું વિચાર્યું અને અંતે ‘સોનાભાઇ જ્યાં રહે છે એ વિચરતી જાતિની આખી વસાહતમાં એક પણ દુકાન નથી જ્યાં રોજ બરોજ કામ આવતી વસ્તુઓ મળી શકે તે ધ્યાને આવ્યું અને સોનાભાઇ વસાહતમાં જ રોજિંદા ચીજવસ્તુ માટે દુકાન કરે તો ઘણું ચાલે એવું તારણ કાઢ્યું.’ સોનાભાઇ સાથે આ બાબતે વાત કરી. એમને વિચાર તો ગમ્યો પણ વસાહતના લોકો મારી પાસેથી ના ખરીદે (મૂળ તો ઈર્ષાના કારણે) તો શું થાય એવી શંકા સેવી. નારણભાઈએ વસાહતના લોકો સાથે બેઠક કરી અને સોનાભાઇની દુકાન અંગે વાત કરી. જો દુકાન થાય અને આપણે ત્યાંથી વસ્તુ ખરીદીએ તો સોનાભાઇની સાથે સાથે વસાહતના લોકોને પણ ફાયદો થશે એ સમજાવ્યું. સૌ સહમત થયા.
અમે સોનાભાઇને રૂ.૨૫,૦૦૦ની લોન આપી. એમણે લાકડાંમાંથી ગલ્લો બનાવડાવ્યો અને એમાં થોડો સમાન લાવીને વેચવાનું શરુ કર્યું છે. ખુબ સારું વેચાણ થઇ રહ્યું છે સોનાભાઇ ખુશ છે. ધીમે ધીમે તેઓ કરીયાણાનો સમાન, શાકભાજી લાવીને વેચવા ઈચ્છે છે..
સ્વતંત્ર વ્યવસાય માટે જે પણ પરિવારોને આપણે લોન આપી છે એ તમામને વેપાર કેવો ચાલે છે એ બાબતે એમની સાથે સતત વાત કરીએ છીએ.. કંઈ મુશ્કેલી?, મદદ જોઈએ છે? એ પણ પૂછીએ છીએ.. સોનાભાઈને પણ દુકાન શરુ કર્યાના ૧૫ દિવસ પછી પૂછ્યું, એમણે કહ્યું, ‘મારો ધંધો ખુબ સારો ચાલે છે. સંસ્થા જેવી માં અમારી સાથે હોય પછી અમારે બીજી શું ચિંતા હોય...’ સોનાભાઇનું આ કથન કેટલું સુખ આપે છે... એની કલ્પના આ કામમાં ભાગીદાર બનનાર તમામને આવે...
વિચરતા પરિવારોને વગર વ્યાજે લોન આપવામાં મદદરૂપ થનાર શ્રી રમેશભાઈ કાચોલિયા અને શ્રી ગીરીશભાઈ શેરદલાલના આભારી છીએ.
No comments:
Post a Comment