Showing posts with label Micro finance for Nomadic tribes. Show all posts
Showing posts with label Micro finance for Nomadic tribes. Show all posts

Wednesday, 17 January 2018

Equality broke Caste Barrier

Nomadic Community Member Fuljibhai broke Caste Barrier
Mittal Patel with Darbar Women
“I can give you loan but what if you don’t pay the instalments? Fuljibhai Devipujak who was standing nearby said firmly, “Ben, I am their guarantor. If these people don’t repay I will be bound to pay your money back!” 
Social atmosphere is smothered by casteism. Everyone has forgotten the fact that they are Indians at the end of the day. Everyone has started identifying their own caste and that has become the only important thing. In such a situation, Fulabhai easily flung the caste barrier away.   
"Although you are helping people from Nomads, take a look at our plight once. Then you decide to help us or not. We are Darbars. We don’t like pleading for help. But 2017 floods destroyed everything. Our cattle died and our fields were washed away. Can’t you give us loans the way you gave it to Devipujaks of Patni Odha village? We really need it otherwise we would not have asked for it", these women said pleadingly.  

This incident took place when some Darbar women from Patni Odha which is a part of Khariya village had come to request for the loans to buy buffaloes. Nothing can be more accurate example of unity than a Devipujak man being a guarantor of Darbar women.

I am happy and proud. The meaning of Pledge ‘all Indians are my brothers and sisters” was proven true… Now I will have to give loans to these women.

This picture with Darbar women has been taken by Naran. 

ગુજરાતીમાં અનુવાદ

‘લોન આપુ પણ પછી હપ્તા ના ભરાય તો?’
પાસે ઊભેલા ફુલજીભાઈ દેવીપૂજકે કહ્યું, ‘બેન હું ઓમની ગેરંટી લઉ. આ લોકો લોણ લે અન ના ભરઅ તો હું ભરવા બંધાયેલો!’
ચારેબાજુ #જાતિવાદનું #ઝેર ઓકાઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ભારતીય હોવાનું ભુલી ગયો છે ને હું ફલાણી જાતિનો ને ઢીંકણી જાતિનો એ કહેવા લાગ્યો છે ને જાણે એ જ અગત્યનું બની રહ્યાનું દેખાઈ રહ્યું છે. ત્યારે જાતિવાદના આ વમળને આમ સાવ સહજ રીતે ફુલાભાઈએ હડસેલી દીધું. 
‘તમે વિચરતી જાતિઓન ભલે મદદ આલો પણ અમારી હાલત એક ફેરા જુઓ. પસી તમે જ નક્કી કરો ક અમન મદદ કરવી ક નઈ. અમ દરબાર સીએ. ઓમ મદદ મોગવી ના ગમ. પણ 2017મોં આયેલા પુરે બધુ બગાડી મેલ્યુ. અમારી ભેંસોય જઈન ખેતર બેતરેય બગડી જ્યાં. પટણી ઓઢામોં #દેવીપૂજકોન લોણ આલી ઈમ અમન ના આલો? ખરેખર જરૃર હ નકર ના મોગત.’
ખારિયાગામનું પરુ પટણીઓઢામાં રહેતી દરબાર #બહેનો ભેંસ લેવા માટે લોન આપો એવી વિનંતી સાથે મળવા આવ્યા ને ઉપરની વાત થઈ.
એક દેવીપૂજક ભાઈ દરબાર બહેનોની #ગેરંટી લે એનાથી મોટી સમભાવનાની વાત શું હોઈ શકે...
આનંદ થયો ને ગર્વ પણ. પેલી #પ્રતિજ્ઞા અમે ભારતીય છીએ ને બધા #ભારતીયો મારા ભાઈ બહેન છે એ સાર્થક થઈ... લોન તો આપવી જ રહી... 
દરબાર બહેનો સાથે કેમેરામાં કંડારવાનું નારણે કર્યું...

Friday, 27 October 2017

A Kangasiya woman saved her shop with the help of Loan extended by VSSM

Rekhaben Kangasiya got help from save her Shop from VSSM
In Picture Rekhaben a woman belonging to Nomadic Tribe with MIttal Patel
“Ben, you will need you to lend Rs.. 5 lakhs to this daughter from our community.”
“5 lacs is a huge amount, organization cannot fathom such a big amount, only the bank can support you with this kind of amount.”

“We did visit a bank with Kanubhai (VSSM team member) but were appalled by the manner in which they spoke to Rekhaben. The bank official had never met Rekhaben, did not even know her yet, showed no respect in his conversation. You are like a daughter to us Ben, it is so difficult to live as a widow in the society. We do not have this kind of money, to us you and the organization are like our own and hence I am here with these community leaders to ask for your help.”

Rekhaben and her daughter who broke out from the chain of debt trap with
the help of VSSM Loan 
Khodubhai Kangasiya reached out to us with same right as he would do to somebody his own. Rekhaben Kangasiaya, a resident of Kalawad got married as a child. The marriage was a happy one, the couple sold artificial jewelry and #cosmetics on the streets of their town. Unfortunately, after the birth of their daughter the husband succumbed to a serious illness. Rekhaben was too young, so the family married her to her younger brother-in-law. They both worked hard, had children together and also invested Rs. 10 lacs in a shop to upgrade and carry on their business of artificial jewelry and cosmetics. The money was borrowed on hefty interest from a private money lender. The couple believed in hard work and had confidence that they will be able to repay the amount. They had already paid off half of the amount. Just when everything was seemed upbeat, Rekhaben’s husband infected jaundice which progressed into Hepatitis B. The medical bills for the treatment soared up to 2.5 lacs yet, it could not save Rekhaben’s husband.

Kangasiya Leaders approached Mittal Patel to help Rekhaben Kangasiya
A concerned group of leaders who stand up with the needy families of community
After the death of her husband, sustaining the business alone was a challenge for Rekhaben who began finding it difficult to repay the amount. Along with the business she had to sustain her children and mother-in-law. But, she was determined and did not give up hope. Initially, the lender was supportive and asked to pay at gradual pace but, later he began eying on the shop and asked to pay not just the interest but also the original amount.

Five lakhs were not a small amount. Rekhaben did not feel it right to spread her hands before the community which, had already helped her with paying off the medical bills. The community leaders made all possible efforts to manage for a loan of 5 lacs but, things did not workout. Hence, they turned up to VSSM with this special request. VSSM had never met Rekhaben but, Khodubhai, Ravjibhai and other leaders guaranteed the amount.

Why should the entire community worry about the plight of a widow?? On the contrary, they were concerned about her well-being and that is what appealed me the most!! It is such empathy that is holding such communities together We have decided to support Rekhaben from the funds given to VSSM by extremely compassionate Shri. Chandrakantbhai Gogari of Aarti Foundation.

Rekhben participated in the “We also exist” convention and travelled all the way from Kalawad to Palapur. She thanked and blessed everyone who helped put her life back on track.
Am sure she soon will be able to pay off her loan and own the shop pretty soon.
In the picture… Rekhaben at her shop and the convention and Kangasiya leaders at the office to seek support for Rekhaben….

‘બેન તમારે પાંચ લાખની લોન અમારા સમાજની દીકરીને દેવી પડશે.’
‘પાંચ લાખ આ રકમ તો ઘણી મોટી કહેવાય. બેંકમાંથી મળી જશે. સંસ્થા આવડી મોટી લોન ના આપી શકે.’
‘કનુભાઈ (VSSMના કાર્યકર) હારે બેંકના પગથિયાએ ચડી આવ્યા. પણ ન્યાં જે રીતે રેખાબેનની પુછપરછ કરવામાં આવી. એ નો ગમ્યું. બેંકનો ઈ માણહ રેખાબેનને કોઈ દી મળ્યો નોતો ને તોય જાણે વર્ષોથી ઓળખતો હોય એમ સીધો તુ તારીથી વાત શરૃ કરી. વધારે શું કહુ બેન તમેય દીકરી જેવા સો. ખરે જ બેન જુવાન દીકરી ને એય પાસી વિધવાને સમાજમાં જીવવું કાંઈ હેલું નથી. અમારી કને એટલા પૈસા નથી કે ઈને મદદ કરી હકીએ. પણ તમે ને સંસ્થા બેય અમારા એટલે તમને કહેવા મારી નાત સાથે આયા ને તમારે મદદ કરવાની સે.’
પ્રેમપૂર્વક ને પાછા એક જુદા અધિકારભાવથી રાજકોટના ખોડુભાઈ #કાંગસિયા એ અમારી સામે આ વાત મુકી. કાલાવાડામાં રહેતા રેખાબહેન કાંગસિયાના નાનપણમાં લગ્ન થયા. પતિ પત્ની બંને પથારો પાથરીને #શૃંગારપ્રસાધનો વેચે. સુખી દાંપત્યજીવન. એક દીકરી જન્મી. ત્યાં પતિને ગંભીર બિમારી લાગુ પડીને એ આ દુનિયા છોડી ગયો. જુવાન દીકરી આખી જીંદગી રંડોપો વેઠી ના શકે. એટલે દિયરવટુ કરાવ્યું. રેખાબહેનનું ગાડુ ફરીથી ગબડ્યું. પતિ પત્નીએ ખુબ મહેનત કરી. બીજા બાળકો પણ થયા. મહેનતકશ રેખાબહેન અને તેમના પતિએ રૃપિયા દસ લાખમાં કટલરી નો સામાન વેચી શકાય તે માટે દુકાન ખરીદી. હા મોટાભાગના પૈસા વ્યાજવા લઈને જ તો. બાવળાના બળ પર વિશ્વાસ હતો એટલે પૈસા તો ભરાશે જ. ને પાંચ લાખ તો ભરાઈ પણ ગયા. ત્યાં અચાનક રેખાબહેનના પતિને કમળો થયો ને તેમાંથી કમળી. અઢી લાખનો ખર્ચ થયો છતાં તેમના પતિ ના બચ્યા.
હવે દુકાનના હપ્તા ભરવાનું થોડુ મુશ્કેલ હતું છતાં રેખાબહેન હિંમત ના હાર્યા. ઘરમાં સાસુ ને બીજા બાળકોનુંયે પુરુ કરવાનું ને માથે વ્યાજવા પૈસાની ચિંતા તો ખરી જ. શરૃઆતમાં જેમની પાસેથી પૈસા લીધા હતા તેમણે ધીમે ધીમે પૈસા આપજો એમ કહ્યું પણ પછી દુકાન પર નજર બગડી.
‘ખાલી
 
વ્યાજ ભરે નહીં ચાલે મૂડી પણ ભરો નહીં તો દુકાન વેચી નાખો’ નું પેલા ભાઈએ કહ્યું.

રેખાબહેન મૂંઝાયા. સમાજે પતિની બિમારીમાં ઉઘરાણું કરીને મદદ કરેલી. ફરી પાંચ લાખ માટે સમાજ પાસે હાથ લાંબો કરવાનું ના ગમ્યું. ને કરે તોય પાંચ લાખ એ કાંઈ નાની રકમ નહોતી. 
લોન રૃપે મદદ મળે એ માટે રેખાબહેનને સાથે એમના સમાજના આગેવાનો બધે ફરી વળ્યા પણ ક્યાંય મેળ પડ્યો નહીં. સંસ્થા સાથે આ પરિવારો સંકળાયેલા. હા રેખાબહેનને કોઈ વાર મળવાનું થયેલું નહીં પણ ખોડુભાઈ, રવજીભાઈને અન્યોએ ઓફીસ આવીને એમની બાંયેધરી લીધી.
આખી વાતમાં સમાજના આગેવાનો એક વિધવા બહેનની ચિંતા કરે તે વધારે ગમ્યું. બાકી રેખાબહેનનું જે થવાનું હોય એ થાય એની ચિંતા સમાજ શું કામ કરે? ખરે જ નાના સમાજો આ બંધનથી એક બીજા સાથે બંધાયા છે ને એટલે જ એ ટક્યા છે..
આરતી પરિવારના આદરણીય શ્રી ચંદ્રકાન્તભાઈ ગોગરી જેઓ આ પરિવારોને બેઠા કરવા ખુબ મદદ કરે તેમણે આવા પરિવારોને બેઠા કરવા વગર વ્યાજે લોનના રૃપમાં મદદ કરવા જે રકમ આપી હતી તેમાંથી રેખાબહેનને મદદ કરવાનું નક્કી કર્યું.
રેખાબહેન વિચરતી જાતિઓ માટે આયોજીત મહાસંમેલનમાં છેક કાલાવાડથી પાલનપુર આવ્યાને મદદ કરવાવાળા સૌનો આભાર માન્યો ને સૌને ભગવાન સુખી રાખે તેવા આશિર્વાદ આપ્યા. 
ફળશે એમના આશિશ.
ને રેખાબહેન પણ ઝટ પોતાની માલીકીની દુકાનવાળા થશે એમાં હવે કોઈ મીનમેખ નથી... 
રેખાબહેન એમની દુકાનમાં ને મહાસંમેલનમાં પણ. કાંગસિયા આગેવાનો મદદ માટે ઓફીસ આવ્યા ને મદદ માટે વાત કરી તે બધુ જ કેમેરામાં...

Wednesday, 28 September 2016

Nomadic Nat and Bajaniya community benefited to start their own venture with help of VSSM’s interest free loan, under livelihood programme.

Jivabhai with his own auto rickshaw
Champaneriya Jivabhai, resident of Dist. Surendranagar, with limited opportunities & handful resources he has to meet the daily requirements. Income was average while running expense of his hired auto rickshaw was demanding huge portion of whatever he earns, daily rent of Rs.250/-, fuel and other maintenance charges was costing 500/- per day. 
Jivabhai had positive prospects to look towards these challenging conditions, he was desirous to make changes in his life by owing an auto rickshaw. But with limited earnings and marginal savings it seems impossible. Eventually he happened to meet our karyakar Harshad.

Harshad is the young and energetic field worker of VSSM. He has given hopes to many young entrepreneurs from these communities.

Harshad explained Jivabhai the benefits of Interest Free loan program especially run for Nomadic communities by VSSM. Jivabhai is desirous and dedicated to take the responsibilities of owing his own auto rickshaw & apparently returning the loan amount within the approved period. VSSM sanctioned a loan amount of Rs.40,000/-.  Jivabhai bought a used auto rickshaw, for 60,000/-, apart from loan amount he received help for balance 20,000/-from friends and family.

Earlier he used to pay 6000/- as monthly rent to the owner of auto rickshaw, today he repays his loan amount to VSSM with fixed 4000/- EMI. Eventually he is benefitted by owning his own auto rickshaw & gradually savings has also increased.

VSSM along with bajaniya community is proud of Jivabhai, he has set an best example of effective management with optimum utilization of handful or marginal resources.

He has given hopes to many young entrepreneurs from these communities.

Saturday, 3 September 2016

The Kalupur Commercial Co-operative Bank starts Mobile Van for financial inclusion

Mobile loan connection within Ahmedabad
The Kalupur Commercial Co-Operative Bank Ltd, the leading Multi-state scheduled urban co-op bank in Gujarat started a Mobile branch on 25.07.2016 to cater to the banking needs of beneficiaries of micro finance. The mobile van is accessible at their door steps. 

The branch was inaugurated by VSSM’s Managing Secretary Smt. Mittal Patel. About 225 women were present on the occasion. The function was graced by Bank’s Directors and office bearers of various Co-Operative banks in Ahmedabad. An overwhelming response received from people of nomadic communities those have taken interest free loan to start their own venture; they deposit the regular instalments in their Kalupur Bank A/c. 

Inaugration  ceremony hosted by Smt. Mittalben Patel
The mobile van with all infrastructures necessary for smooth banking operations will provide service from 8 O’clock in the morning to 8 O’clock at night at about 10 different centres in Ahmedabad. As majority of the nomadic community people are illiterate, the van facilitates their customers with proper guidance, related to bank account opening, loan sanction, passbook update, amount deposits, transfers etc…

 A couple of years back VSSM initiated an interest free loan program named “Swavlamban’ with the objective to provide finance to individuals from nomadic communities willing to start their independent ventures. So far (Jul 16) we have provided loans to 721 individuals and thus for all of them have been successful in their initiative.  Along with financial assistance the team of VSSM also provide financial guidance and mentor these families in managing their incomes. For further details kindly visit :: www.nomadsemployment.blogspot.in


Tuesday, 16 February 2016

VSSM enables 344 families receive livelihood loans from Kalupur Commercial Cooperative Bank..

The officials of the bank and the
community members come to the
VSSM office and finish the required
paperwork after which they
go to the settlements 
VSSM has been extending interest free loans with the purpose of  to individuals from nomadic communities however since the demand for these loans is much higher and beyond our reach, we had request The Kalupur Commercial Cooperative Bank to help us with the program. The bank agreed to extend loans at nominal interest. One should note that these individuals do not have any documents that are normally required to process the loans. Even the government officials refuse to grant them an entitlement document without these much needed proofs.. In such circumstance the office bearers of the bank agreed to our request and began extending loans with just a Voter ID card as a requirement. Respected Shri. Ambubhai Patel has highest concern for these families, he feels the families should not rely on private money lenders and fall in their debt traps.. He takes personal interest and remains abreast with the progress of the entire program and makes sure the families face no difficulty from the bank….

The entire staff of the bank is also extremely helpful, they visit the settlements  that  otherwise no one prefers to enter, and very empathetically try to explain and resolve the lending related questions the families face.  

Gradually the society has began showering warmth on the nomadic communities which comes as a great relief to us, with such institutes standing besides these extremely marginalised communities their challenges will surely subside..As the community members say, “ the society has began  accepting us, our times are changing…”

The officials of the bank and the community members come to the VSSM office and finish the required paperwork after which they go to the settlements  ( can be seen in the picture).

VSSM’s Ilaben Bajaniya and Madhuben Bajaniya are performing exceptional duty of linking the individuals interested in taking loan to the Kalupur Bank. The duo also ensure that  the relationship remains smooth. It is the dedication and efforts of this duo that has enabled us accomplish this task. 

So far the Kalupur Bank has supported 344 individuals start their independent small ventures…. 

vssmના પ્રયત્નથી કાલુપુર બેંક દ્વારા વિચરતી જાતિના ૩૪૪ પરિવારોને રોજગાર માટે લોન આપવામાં આવી..
વિચરતી અને વિમુક્ત જાતિઓને vssm દ્વારા સ્વતંત્ર વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે સંસ્થાગત રીતે થઇ રહેલા આ કામમાં કાલુપુર બેંક પણ જોડાઈ અને જ્યાં બેંકની શાખા હોય ત્યાં બેંક આ પરિવારોને લોન આપે એવી વ્યવસ્થા ગોઠવવાનું એમણે કર્યું. વ્યાજનો દર પ્રમાણમાં ઓછો અને આ બધામાં આ લોકોને મદદરૂપ થવાની ભાવના મોખરે.
વિચરતી જાતિઓમાંના જેમની પાસે પોતાની ઓળખના આધારો હતાં એમનેય લોન આપવામાં અન્ય આનાકાની કરે ત્યારે ફક્ત મતદારકાર્ડના આધારે પણ એમને લોન આપવાનું બેંકે કર્યું. બેંકના અગ્રણી આદરણીય અંબુભાઈ પટેલને તો આ સમુદાયના મહત્તમ લોકો નાના ના


ના વ્યવસાય સ્વતંત્ર રીતે કરતાં થાય કોઈને તગડા વ્યાજે પૈસા લાવવા ના પડે એ માટે ખુબ ચિંતા. અવાર નવાર બેંક તરફથી કોઈ મૂશ્કેલી નથી પડી રહી એ અંગે પૂછે અને આ આખા કાર્યક્રમનું પોતે જ ધ્યાન રાખે..
તો બેંકનો સ્ટાફ પણ એવો જ સરસ. vssmના કાર્યકરો કહે છે એમ, ‘આપણી કેટલીક વસાહતમાં તો પગ મુકવો પણ ના ગમે એવી સાંકળી ગલી, એક છાપરામાં ચાર કુટુંબ રહેતાં હોય અને બધું વેરવિખેર હોય ક્યાંક તો ગંદકી પણ ઘણીહોય છતાં બેંકના કર્મચારી આવે અને લોકો સાથે પ્રેમથી વાત કરે સમજાવે..’
વિચરતા પરિવારોને સમાજની હૂફ મળવા માંડી છે.. બેંક પણ હવે પડખે ઉભી છે. સમુદાયના લોકો કહે છે એમ, ‘અમારો ટેમ હવે બદલાવવા માંડ્યો છે. સમાજ અમને અપનાવતો થયો છે.’
vssm ઓફિસની નજીકના વિસ્તારમાં રહેતાં પરિવારોના ફોર્મ ભરવા અને દસ્તાવેજોની ચકાસણી કરવા માટે બેંકના કર્મચારી vssm ઓફિસમાં આવે અને ત્યાં જ બેસીને કામ કરે છે અને પછી કાર્યકરો સાથે વસાહતોમાં મુલાકાત માટે જાય. (ફોટોમાં જોઈ શકાય છે)
vssmમાંથી ઇલાબહેન બજાણિયા અને મધુબહેન બજાણિયા અમદાવાદમાં રહેતાં અને લોન વાન્છુઓને બેંક સાથે જોડવાનું અને સાથે સાથે પરિવારો બચત કરે અને બેંક સાથે એમનો વ્યવહાર બરાબર રહે એ જોવાનું કરે... બંને બહેનોની લગન અને લાગણી અદભુત અને એટલે જ આ કામો થઇ રહ્યા છે. 
કાલુપુર બેંકમાંથી ૩૪૪ પરિવારોને નાના વ્યવસાય માટે લોન આપવામાં vssm નિમિત્ત બની છે..

Friday, 1 January 2016

A formal gathering of beneficiaries of VSSM livelihood program for Nomadic Tribes

A  discussion forum between VSSM and the interest free
loan receivers (Nomadic and Denotified tribes) on better 
planning and management of their funds and earnings...

A  discussion forum between VSSM and the interest free loan receivers (Nomadic and Denotified tribes) on better planning and management of their funds and earnings...

For centuries the nomadic communities have lived and earned on their own terms. The traditional occupations they practiced allowed them to be their own boss,  but the collapse of these occupations have robbed them of their pride. The nomads of today neither have alternate skills or education or funds to venture into other occupations. If one has to work towards the rehabilitation the occupations of these communities, it is crucial to mentor and guide them towards adapting alternate livelihoods.

Our puzzle to find a solution to the chronic issue of rebuilding the  livelihoods of the nomads, one important suggestion we received from the nomadic communities was to lend them small funds that enable them to begin their own ventures. The request in a  sense reaffirmed the fact that these communities prefer to be their own boss instead of working for others or as labourers. VSSM pondered over the proposal and agreed to do so. We approached our well wishers who readily  accepted our request for funds. As the funds kept pouring in the outreach  kept increasing as well   In the past one and half years we have extended interest free loans amounting to Rs. 67 lakhs to 416  individuals from various nomadic communities. The support has proven to be life changing for the benefiting families, it has kindled their age old passion for doing their independent business. And 'once you love the job you do the passion and hard work you pour in is of a different nature.’ All these individuals are making tremendous efforts to make their businesses successful.
Media coverage about VSSM livelihood program (interest free loan)

The hard work has managed to improve their earning capabilities but these communities aren’t good at managing their earnings. Our ultimate goal is to free them from debt bondage and to achieve this we need to make them better managers of their earnings, install the habit of regular saving. VSSM conducts regular meetings with the intention to educate on this concerns. On 22nd December 2015 a similar meeting was organised in Tharad with the financial assistance of Action Aid. Inder Modi, an IIM graduate and businessman, Mardaviben Patel, who resides in the US and is a businesswoman, Sushilaben, Nagin and Siyon from Action Aid and Ishwarbhai, Naran, Mahesh and Paresh from VSSM and around 150 individuals who had taken interest free loan from VSSM participated in the meeting.

The beneficiaries talked about their experiences and the scope of their enterprise. VSSM is determined to extend interest free loans to as many deserving individuals as possible. We are thankful for the whole hearted support of our donors to enable this dream come true…..

In the picture- meeting in progress

સદીઓથી પોતાના પરંપરાગત વ્યવસાયના આધારે નભતા વિચરતા પરિવારોના વ્યવસાય હવે પડી ભાંગ્યા છે. નવા વ્યવસાય માટે આર્થિક સગવડ નથી. શિક્ષણ તો છે જ નહિ. વળી કોઈના ત્યાં મજૂરી કરવાનું પણ આ સમુદાયની ઘણી જાતિઓએ કર્યું નથી. પોતાના સ્વતંત્ર વ્યવસાય થકી જ આ પરિવારો જીવ્યા છે. ત્યારે એમનું પુન:વસન થવું અથવા એમને નવી દિશા ચીંધવાનું કરવું અત્યંત જરૂરી છે.

આ પરિવારોએ રોજગારીના ઉકેલ રૂપે સ્વતંત્ર વ્યવસાય કરવાનું જ વધારે પસંદ હોવાનું કહ્યું અને એ માટે લોનની માંગ કરી. vssm દ્વારા વગર વ્યાજની લોન આપવાનું નક્કી થયું. દાતાઓનો સહયોગ મળતો ગયો અને કામ આગળ વધતું ગયું. છેલા દોઢ વર્ષમાં આપણે ૪૧૬ લોકોને ૬૭ લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપી અને સૌ ખુબ સુંદર રીતે પોતાનો વ્યવસાય આગળ ધપાવી રહ્યાં છે.

આ પરિવારો લોન લઈને વ્યવસાય તો કરે છે પણ આયોજન અને બચત કરવાનું તેઓ કરતાં નથી. આમ વખતો વખત એમના વ્યવસાયને સમજી એમને ઈનપુટ આપવાનું કામ vssm દ્વારા બેઠકો કરીને કરવામાં આવે છે. તા.૨૨ ડીસેમ્બર ૨૦૧૫ના રોજ આવી એક શિબિર એક્શન એઇડ સંસ્થાના આર્થિક સહયોગથી થરાદમાં યોજાઈ ગઈ. જેમાં IIMમાંથી મેનેજમેન્ટ ભણેલા અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા ઇન્દ્ર મોદી, USAમાં રહેતાં અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય ધરાવતાં શ્રી માર્દવીબેન પટેલ, એક્શન એઇડ સંસ્થામાંથી સુશીલાબેન, નગીન અને સીયોન તથા vssmની બનાસકાંઠા જીલ્લાની ટીમ શારદાબેન, ઈશ્વરભાઈ, નારણ, મહેશ અને પરેશ સાથે વિચરતી જાતિના અને vssmમાંથી લોન લઈને સ્વતંત્ર વ્યવસાય કરનાર ૧૫૦ ઉપરાંત લોન ધારકો ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠકમાં સૌએ પોત પોતાના અનુભવો. પોતાના વ્યવસાયમાં સ્કોપ વગેરે બાબતે વિગતે વાત કરી હતી. vssm નવા વ્યવસાય શોધી હજુ વધારે લોકોને પગભર કરી શકે એ માટે પ્રયત્નશીલ છે. ૪૧૬ લોકોને પગભર કરવામાં મદદરૂપ થનાર સૌ દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.
લોન ધારકો સાથે થયેલી બેઠક ફોટોમાં જોઈ શકાય છે.

Monday, 2 November 2015

VSSM helps Devipujak Virambhai For Livelihood

Virambhai Devipujak with the statues they create 
All these years in business and I have never known what ‘Profit’ is, until now!!

The marginalised, vulnerable and needy families are most prone to fall in the debt traps of private money lenders. The nomadic families fall under all the mentioned categories, hence most of them could be found reeling under the never ending cycle of debt and poverty. 

Recently, we had an opportunity to support one such individual who for decades, has been in the business of making Ganesha statues from POP (plaster of paris) but has never ever had surplus money that would allow him to tame his poverty. Virambhai Marwari Devipujak is a resident of Rajkot. His family is large and sustaining it on limited resources has always been very difficult for him. 

“Every year few months before the festival of Ganesh Chaturthi I borrow Rs. 50,000 from a private money lender and start making Ganesh statues. During these 3-4 months I also need to borrow money from my relatives to keep the household running. I have never kept track of the earning, I just keep making and selling the statues and from the earnings of it  I prfioritize to repay the money to the money lender first, because the interest rates are ruthless. After that money is repaid I start paying back to the relatives, at the end of everything I am left with no extra money. That means I make no profit. But never have I kept a note of profit and loss and hence I have never understood that math. The Rs. 25, 000 as interest required me to pay Rs. 33,000 in a month and that was too much of money and mental stress to be endured. Fed up with all this trouble I decided to stop making statues this year. The work just gave me a satisfaction of doing something creative for two months. That’s it nothing else - no profits, no savings and no assurance that next year would be better!!! VSSM’s Kanubhai keeps a track of our efforts and troubles, our debts and issues with money lenders, so he somehow gauged my problems. This year he referred me for an interest free loan from VSSM. I was given Rs. 20,000 just a month before Ganesh Utsav. Kanubhai asked me to make as many statues I can from this amount. I was like what can I do with just Rs. 20,000??   ‘I’ll teach you how to do business and will not allow you to suffer losses,' he asked me to trust his guidance and go ahead with the work. I kept my faith in his assurance and care for us and went ahead with the business of making statues. I could not neither buy not rent the spray machine for colouring the statues yet I made a profit of Rs. 15,000 in a month. I have never made such profit in my entire life. Kanubhai taught me how to calculate earnings, when I suggested I pay back my loan from the profit I made, he said no..why take money on high interest rates from private money lenders when you have option of VSSM’s interest free loan.  Instead he asked me to prepare for upcoming festival of Diwali, buy decorative  items for home and start selling it.  This is what I am doing at the moment. This is good business, I am enjoying the work as well as the returns. Previously we were under tremendous pressure of returning the money we borrowed from private money lenders. With VSSM’s money we do not say stressed as there isn’t any interest we are paying. People like us who have no documents, no guarantors do not get money from banks, it is very thoughtful of you to trust us and lend us money….” narrated Virambhai on his experiences and life after receiving financial support from VSSM. There is a new found hope in his life now, hope to have a better and brighter future for his family….



‘૫૦,૦૦૦ વ્યાજવા લાવીને ગણેશની મૂર્તિ બનાવવાનું હું દરેક ગણેશની સિઝનમાં વર્ષના ત્રણ મહિના કરું. મૂર્તિ બનાવતો હોઉં એ વખતે ઘર ખર્ચી માટે સગાવહાલાં પાસેથી ઉછીના પૈસા લાવું અને સિઝનમાં ૫૦,૦૦૦ માંથી બનાવેલી મૂર્તિ વેચું. કેટલાની મૂર્તિ વેચું એનો હિસાબ ના હોય પણ મૂર્તિ વેચાતી જાય, પૈસા આવતાં જાય એમ એમ જેમની પાસેથી ઉછીના પૈસા લીધા હોય એમને ચૂકવતો જાઉં. વ્યાજવા પૈસા પહેલાં ચૂકવું અને પછી સગાવહાલાઓના. સરવાળે કશું બચે નહિ. પણ કોઈ દિવસ ધંધાની ગણતરી જ ના કરેલી એટલે નફા નુકશાનની સમજ જ ના પડે. આ વખતે કંટાળીને મૂર્તિનું કામ નહિ કરવાનું જ નક્કી કરેલું. કેમ કે રૂ.૨૫,૦૦૦ના વ્યાજ સહીત એક મહિનામાં રૂ.૩૩,૦૦૦ ચૂકવવાના. આ બધી ગણતરી સમજાય નહિ. નફો શુ મળે એ પણ ખ્યાલ ના આવે. પણ હા બે મહિના કામ કર્યું એમ લાગે. અમારી આ વ્યાજવા પૈસાની માથાકૂટ સંસ્થાના(vssm) ના કાર્યકર કનુભાઈ બરાબર જાણે એટલે એમણે આ વખતે ગણેશ ચતુર્થીનો એક જ મહિનો બાકી હતો એ વખતે રૂ.૨૦,૦૦૦ લોન પેટે આપીને આ રકમમાંથી થાય એ કામ કરવાં જણાવ્યું. પહેલાં તો રૂ.૨૦,૦૦૦માં શુ થાય એમ થયું પણ પછી કનુભાઈએ કહ્યું એમ, ‘અમારામાં શ્રદ્ધા રાખો તમને ખોટ નહિ થવા દઉં. પણ ધંધો બરાબર શીખવાડીશ.’ કનુભાઈ અમારી દિવસ રાત ચિંતા કરે એટલે એમના ભરોશે કામ શરુ કર્યું. પાસે ઝાઝી મૂડી નહોતી મૂર્તિને સ્પ્રેથી કલર કરવાનું મશીન ના વસાવી શક્યો ના ભાડેથી લાવી શક્યો છતાં એક મહિનામાં રૂ.૧૫,૦૦૦નો નફો કર્યો. આવો નફો આખી જિંદગીમાં ક્યારેય ગણ્યો નહોતો. પહેલીવાર કનુભાઈએ ગણતા શીખવાડ્યું. રૂ.૧૫,૦૦૦ નું શુ કરું? લોન પાછી ભરી દઉં? પણ કનુભાઈએ ના પાડી અને દિવાળીને ધ્યાનમાં રાખીને ઘર શુસોભનનો સામાન લાવીને વેચવાનું (ફેરી) શરુ કરવા કહ્યું. હાલ એ કામ કરું છું. હવે સરસ લાઈન જડી ગઈ છે અને કામમાં મજા પણ આવે છે. પહેલાં વ્યાજવા પૈસા લાવતા તો માથે ભાર રહેતો પણ સંસ્થાના (vssm)ના વગર વ્યાજના પૈસાનો ભાર નથી. અમારા જેવી વિચરતી જાતિ જેનું પોતાનું કોઈ સરનામું નથી. ઓળખ નથી એમના પર ભરોષો કરીને પૈસા આપવા આ બહુ મોટી વાત છે. અમે તો એમ કહીએ છીએ કે, અમારા જેવા જેનું કોઈ ધણી નથી એની સંસ્થા બેંક છે’  

ઉપરોકત વિગતો રાજકોટના વિરમભાઇ મારવાડી દેવીપૂજકની છે. એમનો પરિવાર ઘણો મોટો છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી એમની હાલતમાં vssm એમના માટે આશાનું કિરણ બની. આ બધું vssmના કામોમાં મદદરૂપ થતાં સૌ સ્વજનોના સહયોગથી શક્ય બન્યું સૌના અમે આભારી છીએ સાથે સાથે વિરમભાઇ ખુબ તરક્કી કરે અને પોતાનું પાકું ઘર ઝટ મેળવે એવી આશા રાખીએ છીએ..
ફોટોમાં મૂર્તિનું કામ કરતાં વિરમભાઇ મારવાડી દેવીપૂજક