Showing posts with label buisness loan. Show all posts
Showing posts with label buisness loan. Show all posts

Wednesday, 21 January 2026

Mukeshbhai’s Road to Self-Reliance through VSSM’s Livelihood Initiative

Mittal Patel meets Mukeshbhai in Aliyavada

When hard work and hohttps://www.vssmindia.org/livelihoodnesty come together, success follows.

Mukeshbhai from Aliyavada in Jamnagar proved the saying “God helps those who help themselves” true.

Mukeshbhai used to work as a scrap collector. He wanted to collect more scrap, but he did not have the capital. Through the joint initiative of VSSM and KRSF, he received a loan of ₹20,000. This small amount became a great support for his self-confidence.

It was like the famous lines of poet Narmad:

“Once you take a step forward, do not step back;

Once you take the leap, do not be afraid.”

Stability came into his scrap business. He earned, saved some money, and then developed the desire to start a dry spices business. He took another loan from us and traveled from village to village in a rented rickshaw, worked tirelessly, expanded his business, and saved more money.

To save on rental expenses, he dreamed of owning his own vehicle. Once again, he took a loan, added his life’s savings, and Mukeshbhai became the owner of his own vehicle.

Mukeshbhai repaid all the loans on time and with complete honesty. When a person’s intentions are pure, nature also supports them. With that support, he moved ahead.

We had not imagined such progress in Mukeshbhai’s life. When we went to Aliyavada to see how far the human rights work for all these families had reached, after the meeting Mukeshbhai said, “Sister, I want to show you something,” and he showed us his vehicle, saying that he had reached this point because of the support of the organization.

Seeing and hearing all this made us very happy. We wish Mukeshbhai great success and continued progress.

જ્યારે મહેનત અને પ્રમાણિકતા ભેગા થાય ત્યારે સફળતા મળે

"હિંમતે મર્દા તો મદદે ખુદા" આ કહેવતને જામનગરના અલિયાવાડાના મુકેશભાઈએ સાર્થક કરી બતાવી.

મુકેશભાઈ ભંગાર ભેગો કરવાનું કામ કરતા. ઈચ્છા વધુ ભંગાર ભેગો કરવાની હતી પણ પાસે મૂડી નહોતી. VSSM અને KRSF ની સંયુક્ત પહેલ દ્વારા તેમને ₹20,000 ની લોન મળી. આ નાનકડી રકમ તેમના આત્મવિશ્વાસ માટે મોટું ટેકણ સાબિત થઈ.

કવિ નર્મદની પેલી પંક્તિઓ જેવું થયું, "ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું; ઝંપલાવ્યું તો હવે ના ડરવું, ના ડરવું.

ભંગારના ધંધામાં સ્થિરતા આવી. કમાયા, બચત પણ થઈ હવે સૂકા મસાલાનો વેપાર કરવાની ભાવના થઈ. અમારી પાસેથી બીજી લોન લીધી ને ભાડાની રિક્ષામાં ગામડે-ગામડે ભમ્યા, પરસેવો પાડ્યો, વેપાર વધ્યો ને બચત પણ કરી.

ભાડાના ખર્ચને બચાવવા પોતાનું વાહન લેવાનું સ્વપ્ન જોયું. ફરી લોન લીધી, પોતાની જિંદગીની મૂડી એટલે કે બચત ઉમેરી અને મુકેશભાઈ પોતાની ગાડીના માલિક બન્યા.

મુકેશભાઈએ લીધેલી લોન સમયસર અને પ્રમાણિકપણે ભરપાઈ કરી. જ્યારે માણસની દાનત સાફ હોય, ત્યારે કુદરત પણ સાથ આપે. એ સાથના પ્રતાપે એ આગળ આવ્યા.

મુકેશભાઈના જીવનમાં આ પ્રગતિ થઈ એનો અંદાજ અમને નહોતા. અમે અલિયાવાડામાં આ બધા પરિવારોના માનવ અધિકારના કામો ક્યાં પહોંચ્યા એ જોવા ગયા ત્યાં બેઠક પત્યા પછી મુકેશભાઈએ કહ્યું, "બેન તમને કશું બતાવવું છે" ને એમણે પોતાનું વાહન બતાવી સંસ્થાના પ્રતાપે અહીં પહોંચ્યાનું કહ્યું.

અમે તો આ બધુ જોઈ, સાંભળીને રાજી. મુકેશભાઈ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા

Mukeshbhai bought his own vehicle with the help from VSSM

Mukeshbhai with his own vehicle

Mittal Patel feels happy by seeing and hearing story of
Mukeshbhai



Friday, 10 October 2025

Ramchandrabhai – A Story of Hard Work and Hope...

Mittal Patel meets Ramchandrabhai 

"Ramchandrabhai, your name is so nice! Who gave it to you?" I asked.

Ramchandrabhai smiled shyly. His mother, who was standing beside him, replied,

"I did. I named him after Lord Ram, hoping he would grow up to be a son like him."

"Is he that kind of son?" I asked.

She smiled proudly, "Yes, he takes very good care of us."

Ramchandrabhai and his entire family live in Palanpur and collect and sell empty cement bags. But to buy those bags in the first place, they need capital — which they often borrow on heavy interest.

We asked him how much interest they pay. He said,

"If we take ₹1000, they cut ₹100 and give us ₹900 — but by evening, we have to return the full ₹1000."

We were shocked to hear this.

When they try to sell only a few bags, they don’t get good prices. But when they collect in bulk, they earn better. One of our field workers, Pareshbhai, got to know Ramchandrabhai’s situation and suggested a loan. Ramchandrabhai agreed happily.

His father, sister, and he — all three took small loans from us.

Now, their business rotation has improved, and they are making decent profits.

They still live in a rented house. Ramchandrabhai says,

"I want to earn enough to take a contract for collecting cement bags from big building sites... and then build a house of my own."

We pray that his dream comes true.

Thanks to KRSF and VSSM, more than 12,000 families have been supported with small loans to start or grow their independent work.

Today, Ramchandrabhai donates ₹200 every month from his income. He says,

"I was helped when I needed it. Now it's my duty to give back and think of others' well-being."

We wish happiness and prosperity to Ramchandrabhai and his family.

"રામચંદ્રભાઈ તમારુ નામ સરસ છે કોણે પાડ્યું?"

મારી વાત સાંભળી રામચંદ્રભાઈ થોડા શરમાયા. બાજુમાં એમના મમ્મી ઊભા હતા એમણે કહ્યું, "મે પાડ્યું. ભગવાન રામનું નામ એમના જેવો દિકરો થાય એવું ગમે એટલે."

"તે એવો દિકરા છે?"

"હા અમારુ ખુબ ધ્યાન રાખે."

પાલનપુરમાં રહેતા રામચંદ્રભાઈ અને તેમનો આખો પરિવાર સીમેન્ટની ખાલી થેલી ભેગી કરી વેચવાનું કરે. ખાલી થેલી ખરીદવા મૂડી જોઈએ જે વ્યાજથી લાવે પણ વ્યાજ તગડુ ચુકવે. અમે પુછ્યું કેટલું વ્યાજ તો એમણે કહ્યું, 1000 રૃપિયા લઈએ તો 100 કાપીને 900 આપે જે સાંજે પાછા 1000 આપી દેવાના.

સાંભળીને આંખો પહોળી થઈ ગયેલી. 

ખાલી સીમેન્ટની થોડી થેલી વેચવા જાય તો ઈચ્છીત ભાવ ન મળે પણ વધારે ભેગી થાય તો સારો ભાવ મળે. અમારા કાર્યકર પરેશભાઈ, રામચંદ્રભાઈના સંપર્કમાં એમની સ્થિતિ પણ જાણે એટલે એક દિવસ લોન આપવા વાત કરી. રામચંદ્રભાઈ તો એનાથી રાજી. એમના પિતા, બહેન અને એમણે ત્રણેયે અમારી પાસેથી લોન લીધી. 

હવે એમનું રોટેશન સરસ થવા માંડ્યું છે. સારો એવો નફો થાય છે. 

એમની પાસે પોતાનું ઘર નથી. ભાડાનાઘરમાં એ રહે. એ કહે, મોટી બિલ્ડીંગ બંધાતી હોય તેની ખાલી સીમેન્ટની થેલીઓ લેવાનો કોન્ટ્રાક્ટ રાખી શકુ એટલા પૈસા કમાવવા છે ને પછી મારુ પોતાનું ઘર બનાવવું છે.

રામચંદ્રભાઈની ઈચ્છા પુરી થાય એવી પ્રાર્થના.

KRSF અને VSSM અત્યાર સુધી 12,000 થી વધારે પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા આ રીતે લોન આપી શક્યા તેનો રાજીપો.

રામચંદ્રભાઈ એમની કમાણીમાંથી દર મહિને 200 રૃપિયાનું અનુદાન આપે છે. એ કહે મને કોઈએ મદદ કરી તો પછી મને જે મળે એમાંથી અન્યોના કલ્યાણ માટે વિચારવાની મારી ફરજ.

રામચંદ્રભાઈનો પરિવાર સુખી થાય તેવી શુભભાવના..

Mittal Patel with Ramchandrbhai and his wife who took loan
from vssm under its swavlamban program

Ramchandrabhai took loan from VSSM to collect empty
empty cement bag

Mittal Patel listens to ramchandrabhai's story of hardship and
his dream





Wednesday, 1 May 2024

The tool support program has helped spread light in lives of Salatfamilies...

Salat families with their paddle rickshaw

 We have got houses, but now the problem is lack of occupation/work. We collect scrap from the streets (scavengers). We got houses in the Gondal-Gundala area of Rajkot. We collect scrap in the city of Gondal. So far our hut dwelling was also in Gondal.  We used to leave in the morning with the gunny bag on our shoulders to collect scrap. By afternoon the bag would get full which we would take it to our hut. We would do this for 2-3 days when the scrap dealer would come and collect all the scrap. But now you have given us houses in Gundala. We are happy about it. Our lifelong dream of having our own house is fulfilled. We have settled down in the new house but now the difficulty is with our work. Gundala to Gondal is about 7 kms. From Gundala we reach Gondal with empty gunny bags in a vehicle. We collect the scrap but after collection to go back to Gundala is a challenge. The distance is too long. To take a rickshaw and go home to Gundala is an expensive proposition . 

We do not know what to do . We got our houses but if we cannot do business what do we eat?  We would not like to stay in temporary sheds now that we have proper homes in Gundala. It is after a great deal of trouble  that we have our own homes.  

With the efforts of all located in the Gundala area of Gondal, VSSM was able to build houses for 87 families.  One of the residents of this home, Smt Gajraben, came to our associates Chhayaben and Kanubhai with the problem faced by about 15 families.. We thought of solving their problem by providing them with a pedal rickshaw.  However, the financial condition of these families is so bad that they cannot buy a pedal rickshaw even after taking a loan. While we were thinking how to solve the problem, we got a phone call from our well-wisher Shri Rajeshbhai Mehta that he along with other well wishers would help solve the pedal rickshaw problem. We felt that this is all nature's play. Shri Jesalkumar Bharatbhai Shah, Shri Milanbhai Ratilal Shah, Shri Tusharbhai Modi, Shri Vinaybhai Mehta & Kaycee Diamonds helped us and we could give  Rickshaw Cycles to 15 such families. Rajeshbhai was instrumental in getting this done. With the blessings of all of you, we improve the lives of 15 families. Thank You very much !! 

'ઘર મળી ગયા પણ તકલીફ કામની હતી.. અમે ભંગાર વીણવાનું કામ કરીએ. રાજકોટાના ગોંડલના ગુંદાળામાં અમને ઘર મળ્યા. કચરો અમે ગોંડલ શહેરમાં વીણીયે. અત્યાર સુધી અમારુ ઝૂંપડું પણ ગોંડલમાં જ હતું એટલે ખભા પર કોથળા લઈને સવારના નીકળી પડીયે. બપોર સુધી ભેગુ થાય એ ભંગાર ખભા પર કોથળામાં લઈને ઝૂંપડે આવીયે. બે ચાર દિવસ આ રીતે ભંગાર ભેગો થાય પછી ભંગારવાળા ભાઈ અમારા છાપરે આવીને સામાન લઈ જાય. પણ તમે અમને પોતાના ઘર ગુંદાળામાં કરી આપ્યા. રાજી તો થવાય. વર્ષોનું અમારા ઘરનું સપનું પુરુ થ્યું. 

અમે રહેવા આવી ગયા. પણ પછી તકલીફ ભંગાર વીણવાના ધંધાને લઈને થવા માંડી. ગુંદાળાથી ગોંડલ છ સાત કી.મી. થાય. અમે વાહનમાં ખાલી કોથળા સાથે બેસીને ગોંડલ પહોંચી જઈએ. ભંગાર વીણી લઈએ. પણ એ ભંગાર ખભા પર લઈને વસાહતમાં આવવું મુશ્કેલ થઈ જાય. અંતર ઝાઝુ છે એટલે. રીક્ષા કે કોઈ સાધનવાળાને બેસાડવા કહીએ તો એ ભાડુ એટલું માંગે જેટલો અમે ભંગાર ભેગો કર્યો ન હોય...

શું કરવું સમજાતું નહોતું. ઘરનું સુખ મળ્યું. પણ ધંધો ન કરીએ તો ખાઈયે શું?. પાછુ ગોંડલમાં છાપરુ વાળવું પણ ગમે નહીં. માંડ માંડ છાપરાંમાંથી મુક્તિ મળી હતી'

ગોંડલના ગુંદાળામાં VSSM એ સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી 87 પરિવારોના ઘરો બાંધ્યા. આ ઘરમાં રહેવા આવનાર ગજરાબહેને ભંગારનો ધંધો કરતા 15 પરિવારોની મૂંઝવણ અમારા કાર્યકર છાયાબહેન અને કનુભાઈને કહી. રસ્તો એમને પેડલ રીક્ષા આપવાનો અમે વિચાર્યો.

પણ આ પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ. એ પોતે લોન લઈથી પેડલ રીક્ષા ખરીદી શકે નહીં. 

શું કરવું એ મૂંઝવણ હતી ત્યાં મુંબઈમાં રહેતા અમારા પ્રિયસ્વજન રાજેશભાઈ મહેતાનો ફોન આવ્યો ને એમણે કેટલાક પ્રિયજનો આવા કાર્યમાં મદદ કરવાની ભાવના રાખે છેનું કહ્યું. 

અમને તો જાણે આ બધુ કુદરતે ગોઠવી આપ્યાનું લાગ્યું.. મુંબઈથી અમને શ્રી જેસલકુમાર ભરતભાઈ શાહ, શ્રી મિલનભાઈ રતિલાલ શાહ, શ્રી તુષારભાઈ મોદી, શ્રી વિનયભાઈ મહેતા, Kaycee Diamonds એ મદદ કરી ને અમે 15 પરિવારોને સાયકલ આપી. રાજેશભાઈ આમાં નિમિત્ત બન્યા...

આપ સૌ પ્રિયજનોની મદદથી 15 પરિવારોના જીવને સાતા પહોંચી... ખુબ ખુબ આભાર.

#MittalPatel  #vssm #workingfornomads #nomadictribes #nomadiclife #વિચરણ  #વિચરતીજાતિ


Salat families with their paddle rickshaw

Salat families with their paddle rickshaw

Mittal Patel meets Salat families of Gundala Village

The before living condition of nomadic communities and 
after VSSM's help they moved to their newly built homes

Nomadic families with their paddle rickshaw

Salat families with their paddle rickshaw


Tuesday, 18 July 2023

Villagers of Lakdipoyda have big dreams...

Mittal Patel with the ladies of Lakdipoyda village who have
aspirations

"We work very hard but success eludes us. We do not have money to put in the business as our capital. We would get into a debt trap if we borrow at a high rate of interest. In case we need money for sickness and are unable to pay the lender, he would come & threaten us. We would feel helpless. What sort of life is this ? We just have enough to eat twice & no saving is possible"

Sanjaybhai & other youngsters from Lakdipoyda village in Mahisagar district said this. They buy small quantities of dried garlic, spices and sell it in neighbouring villages.  They cannot buy large quantities because of lack of capital. They cannot borrow because of high interest rates. They  are afraid of the lenders.

Our VSSM colleague Shri Vinodbhai came in contact with these families. He sought loan for these people from VSSM. He was confident about their business acumen. For the families this was what they exactly wanted. Seven persons got a loan and from that they bought goods at reasonable prices to trade. 

Gradually the income increased and at the same time there was no mental tension to pay interest or pressure of repayment. They concentrated on growing the business. Today two of them have bought  Eco-Vehicle out of their savings and loan. They use it for business and sometimes also give their vehicle on hire. Some of them bought two-wheelers to do business by going to distant places. 

This is the result of a small loan and mental peace. If we can assure such people that we are with you in your endeavours that itself brings success.

Villagers of Lakdipoyda have big dreams. Seeing the success of males, the ladies of the village also have aspirations. They also are keen to get loans and do business.  It is a pleasure to hear this.

'મહેનત તો પારાવાર કરીએ પણ સફળતાની રેખા જાણે હાથમાં નહીં. અમારી પાસે ધંધામાં નાખવા ઝાઝી મુડી નહીં. બીજા પાસેથી દસના કે પંદરના (ટકા) ભાવે વ્યાજવા લાવી ધંધામાં પૈસા નાખીયે પણ  વ્યાજમાં જ મરી જઈએ. એમાં જો બિમારી આવી ગઈ ને વ્યાજવાળાને પૈસા આપી  ન શકાય તો એ આવીને ધમકાવે ને કેવું કેવું બોલે.. એ વખતે બહુ લાચારી લાગતી. થતું આ તે કેવી જીંદગી? બે ટંક પેટ ભરીને ખાઈ શકાય. બાકી ભેગુ કરવાનું તો વિચારી પણ ન શકાય! '

મહિસાગર જિલ્લાના લકડીપોયડાગામના સંજયભાઈ અને તેેમની સાથે યુવાનોએ આ કહ્યું. આ બધા સુકુ લસણ, મરી, મસાલા ટૂંકમાં સીઝનલ ધંધો કરવા થોડો ઘણો સામાન લાવીને આજુબાજુના ગામોમાં ફરી વેચે. માલ સામાન ઝાઝો લાવી સ્ટોક કરવા જોગ મુડ઼ી નહીં. વ્યાજવા પણ દસ પંદર હજારથી વધુ લેવાનું એ ટાળે. 

વ્યાજવટાવુંનો ધંધો કરવાવાળા માણસના પૈસા ભરવામાં મોડુ થાય તો બીક લાગે.

VSSM ના કાર્યકર વિનોદભાઈ આ પરિવારોના પરિચયમાં આવ્યા. તેમની ધંધાની કુનેહ જોઈને સંસ્થામાંથી લોન આપવા કહ્યું. આ પરિવારોને તો ભાવતુ તુ ને વૈદે કીધા જેવું થયું. આખી વસાહતમાં સાત વ્યક્તિઓએ લોન લીધી અને સામટો સામાન એ જ્યાંથી સસ્તો મળે ત્યાંથી લાવ્યા.

આવક વધી. વળી માનસીક ચિંતા પણ નહોતી એટલે વધારે સારુ શું કરી શકાય તે દિશામાં વિચારવાનું પણ થયું. ધંધામાં નફો રળતા ગયા. આજે એમનામાંના બે જણે ઈકો ગા઼ડી ખરીદી. પોતાની બચતની સાથે ફાયનાન્સમાંથી લોન લીધી. ઈકોનો ઉપયોગ ધંધા માટે કરે અને જ્યારે ભાડુ મળે ત્યારે ભાડે પણ ફેરવે. કેટલાક વ્યક્તિઓ બાઈક લાવ્યા. હવે બાઈક પર દૂરના ગામડાઓમાં ધંધો કરવા જાય. 

નાનકડી લોનની સાથે માનસીક હૂંફનું આ પરિણામ. માણસને તમે સાહસ કરો અમે સાથે છીએ એવું કહી શકીએ તો એ માણસ એની મેળે જ ઘણું કરી જશે. 

લકડી પોયડૃાના આ પરિવારોના સ્વપ્નો મોટા છે. એમને મળીને નીકળી રહી હતી ત્યારે એમની બહેનોએ કહ્યું અમને પણ લોન આપજો અમારે અમારો જુદો ધંધો કરવો છે..

આ બધુ સાંભળીને રાજી થવાય...

Mittal Patel visits Lakdipoyda village to meet Sanjaybhai
and others 

Mittal Patel meets Sanjaybhai and other youngsters from
 Lakdipoyda village in Mahisagar district who took interest 
free loan from VSSM

Two loanee bought eco-van out of their savings and loan

Other loanee also bought two-wheelerso to do business
by going to distant places




VSSM become instrumental in making Bharatbhai's dream is a great joy & satisfaction...

Mittal Patel meets Bharatbhai where he
cultivated brinjals

I want to buy my own land to cultivate vegetables. Presently I am cultivating it on someone else's land. It will be beneficial if I can have my own land.

So said Shri Bharatbhai of Kheda Village, Hariyala. Bharatbhai had studied upto 10th standard and was doing a job in the city. However due to ill health of his wife he moved to the village.

He knew how to cultivate vegetables, therefore decided to do that after moving to the village.

Since he did not have his own land, he decided to do so on a local farmer's land. He would get 25% share and the rest would go to the land owner. This was not viable and he could not sustain himself. If he had his own funds, he can get 50% share. After much thinking he decided to take an interest bearing loan and buy land. He was hopeful that he will be able to repay the loan and pay interest. However the interest bearing loan broke his back. He could not pay his instalments in time and was levied with a penalty. He was threatened and had to undergo lot of mental stress. With great difficulty he came out of this tangle. Not only he could not save any money but had to undergo mental agony.

In the meanwhile he came to know about VSSM through our colleague Shri Rajnibhai. In Kheda region we have given loans to about 300 persons. Rajnibhai met Bharatbhai and understood the whole situation. We gave a loan of Rs 30,000 and kept 50% of land in our possession. Bharatbhai cultivated Bitter-Gourd and bought necessary bamboo and other material.

When we met him after some time, he was very happy. He was confident that his income will grow and he will be in a position to repay the entire loan of Rs 30,000 in one season itself. Isn't it surprising that a small amount of Rs 30,000 can bring so much happiness in the life of a person. 

He said "after I repay this loan, give me another loan. In 5 to 10 years I want to be a land owner. I want to send my children to a good university for education. Please support me"

It is but natural that we have to support such hard working & honest people. On another land he cultivated Brinjals from which he gave us some.

When a person gets help he starts to dream. To be instrumental in making some one dream is a great joy & satisfaction.

We wish Bharatbhai all happiness and success.

So far at VSSM we have made more than 6800 families self sufficient. We are thankful to all well-wishers who have helped us in this cause.

'મારે ખેતીની જમીન લેવી છે. આ ભાગવી જમીનમાં શાકભાજી કરીએ છીએ. પણ પોતાની થાય તો ઘણો ફાયદો થાય.'

ખેડાના હરિયાળાના ભરતભાઈએ આ વાત કરી. ભરતભાઈ 10 ધોરણ ભણ્યા. શહેરમાં નોકરી કરતા પણ પત્ની બિમાર રહેતા શહેર છોડી એ ગામમાં આવીને વસ્યા.

શાકભાજીની ખેતી એમને આવડે તે એ કરવાનું નક્કી કર્યું.  પણ પોતાની પાસે જમીન નહીં એટલે ભાગવી જમીન રાખવાનું નક્કી કર્યું. ગામના ખેડૂતની જમીન ચોથાભાગે રાખી તેમાં ખેતી શરૃ કરી. પણ એમાં મળતર ઝાઝુ ન મળ્યું. પૈસા હોય તો પચાસ ટકા ભાગમાં ખેતી થાત. પણ એ માટે પાસે પૈસા નહીં. આખરે ઘણો વિચાર કરીને એમણે વ્યાજવા પૈસા લીધા. મળતર મળશે તો વ્યાજ શીખે પૈસા ભરાઈ જશે એવું માનેલું પણ વ્યાજે લીધેલા પૈસાએ તો એમની કમરતોડી નાખી. નિયત સમયમાં હપ્તો ન ભરાય તો પેનલ્ટી અને ધાકધમકીઓ પણ ખરી. માંડ માંડ એ વ્યાજવા પૈસાની ચુંગાલમાંથી મુક્ત થયા. બચત તો એમાં કશી ન થઈ ઊલટાનું માનસીક રીતે થાક્યા. 

આવામાં એમને VSSM ના કાર્યકર રજનીભાઈનો પરીચય થયો. ખેડા જિલ્લામાં 300 થી વધુ વ્યક્તિઓને અમે વગર વ્યાજે લોન ધંધો કરવા આપેલી. તે એમણે એ જાણીને રજનીભાઈનો સંપર્ક કર્યો. 

રજનીભાઈ એમને મળ્યા સમગ્ર સ્થિતિ સમજી 30,000ની લોન આપી. આ 30,000 થી એમણે પચાસ ટકા ભાગમાં ખેતી રાખી. એમણે ખેતરમાં કારેલાનો પાક કર્યો. કારેલાના વેલા ચડાવવા એમણે વાંસ ને અન્ય સામાન ખરીદ્યો.

અમે જ્યારે એમને મળ્યા ત્યારે એ ખુબ ખુશ હતા. 'આ વખતે મારી આવકમાં વધારો થશે જ. તમારા 30,000 તો હું એક સીઝનમાં જ આપી દઈશ' એવું એમણે હરખાતા કહ્યું.

નવાઈ લાગે 30,000માં કોઈ વ્યક્તિને જીવનનું આવડું મોટુ સુખ મળે?

એમણે કહ્યુ, 'મારી આ લોન પતે પછી બીજી આપજો હું બીજી જમીન ભાગવી રાખીશ. મારે પાંચ દસ વર્ષમાં મારી પોતાની જમીન ખરીદવી છે. મારા છોકરાંઓને સરસ યુનીવર્સીટીમાં ભણાવવા છે.. બસ તમે સાથે રહેજો.'

આવા મહેનતકશ લોકોની સાથે તો રહેવાનું જ હોય.. એમણે કારેલાની ખેતી સિવાય એક ખતર રીંગણ વાવ્યા છે. જ્યાંથી એમણે અમને રીંગણ આપ્યા.

માણસને મદદ મળે એટલે એની આંખો સમણાં જોવાનું શરૃ કરી દે. આ સમણાં જોવડાવવામાં નિમિત્ત બનવાનું સુખ બહુ મોટુ.

ભરતભાઈ સુખી થાય તેવી શુભભાવના.. અત્યાર સુધી આવા 6800 થી વધુ પરિવારોને લોન આપી પગભર કર્યા છે.. આ કાર્યમાં મદદ કરનાર તમામ સ્વજનોનો આભાર...

#MittalPatel #VSSM 



Bharatbhai shares his dream with Mittal Patel

Bharatbhai cultivated brinjals on land

Bharatbhai's wife with brinjals on her hand

VSSM coordinator Rajnibhai met Bharatbhai and understood
the whole situation and helped him to get interest free loan 
from VSSM



Sunday, 9 July 2023

VSSM's Swavlamban initiative makes Ganpatbhai's life happier and comfortable...

Mittal Patel meets Ganpatbhai at his cosmetic kiosk

 There is no magic recipe for success. Learning from failure & working harder is definitely one sure way to be successful.

Got a chance to meet Shri Ganpatbhai. He & his family stay in a house made of mud. They just about manage to survive with Ganpatbhai's limited earnings. He sells trivial cosmetic items like buckles, bangles etc. He does desire to grow his business but doesn't have funds to do that. If he takes a personal loan, he can expand but on such loans the interest is quite heavy. Moreover in case there is a difficulty in repayment there is a lot of pressure & harassment. He therefore avoids taking such loans.

He stays in Dungrasan village in Banaskantha. He stays in the Bajaniya community. Some of his relatives had taken loans from VSSM after getting in touch with our associate Shri Ishwarbhai. They did quite well in growing their business & earning more money. Moreover, the loan is given without much hassle. Seeing this,  Ganpatbhai also applied for a loan of Rs 20,000/-. We granted the loan, he bought more goods to sell & succeeded in increasing his business.  He used to travel walking everywhere. From the increased business he bought a second hand scooter Activa & travelled greater distances & earned still more. 

Ganpatbhai had a plot of his own but had no money to build the house on it. We helped him to apply for a government grant. He will soon get the funds from the government.

Ganpatbhai says that ever since he received funds from VSSM, his life is happier & more comfortable.

VSSM & Vimukt Foundation has so far helped 6800 such individuals with loans & improve their lives.

Our well wishers help us in this endeavor but Shri Pratulbhai founder of Dr K R Shroff Foundation has given us a significant donation for this cause for which I am especially thankful to him.

Also wish all who have taken loans to prosper & improve their lives.

સફળતા પ્રાપ્ત કરવાનો કોઈ જાદુઈ મંત્ર નથી. પણ નિષ્ફળતામાંથી શીખી અને વધુ મહેનત કરીને તે મેળવી શકાય છે.

હમણાં ગણપતભાઈને મળવાનું થયું. ગાર માટીમાંથી બનાવેલા ઘરમાં એ રહે. નાનકડો પરિવાર હખે ડખે પોતાનું ગાડુ ગબડાવે રાખે. ગણપતભાઈ બોરિયા બકલ, બંગડી ટૂંકમાં મર્યાદીત શૃંગાર પ્રસાધનો વેચી જીવન જીવે. હોંશ વધારે સામાન લાવી ધંધો મોટો કરવાની ખરી પણ એ માટે પાસે પૈસા નહીં. 

ડાયરી કરાવે તો પૈસા મળે પણ એ ડાયરીવાળા તોડી નાખે એટલું વ્યાજ લે. ક્યારેક પૈસા ન ભરાય તો હેરાનગતિ પણ ઘણી કરે. એટલે ગણપતભાઈ એમાં પડે નહીં.

બનાસકાંઠાના ડુંગરાસણમાં એમનું ઘર. બજાણિયા વાસમાં એ રહે. ત્યાં એમના કુંટુબીજનોમાંથી કેટલાકે VSSM ના કાર્યકર ઈશ્વરભાઈ પાસેથી પોતાનો ધંધો વધારવા લોન લીધેલી. આ પરિવારોની પ્રગતિ એમણે જોઈ. વળી કોઈ માથાકૂટ વગર લોન મળે એમને એ ગમ્યું ને એમણે 20,000ની લોન આપવા કહ્યું.

અમે લોન આપી. ધંધામાં એમણે સામાન વધાર્યો. નફો વધ્યો. એ પગે ચાલીને ફેરી કરતા. વાહન લાવવાની હોંશ હતી પણ પૈસા નહોતા. અમે લોન આપી એમાંથી વકરો થયો એમાંથી એ જુનામાંથી એક્ટીવા લાવ્યા. હવે એ વધારે દૂર સુધી ધંધો કરવા જાય છે. 

એમની પાસે પોતાનો પ્લોટ હતો પણ મકાન બાંધવા પૈસા નહોતા. સરકારમાંથી સહાય મળે તે માટે મદદરૃપ થવાનું તો અમે કરીયે જ. ઈશ્વરભાઈએ એ માટે ફોર્મ ભરી આપ્યું. મકાન સહાય પણ ઝટ મળી જશે.

ગણપતભાઈ કહે, 'બેન સંસ્થાના પૈસા આવ્યા ત્યારથી મારે હારામાં હારુ છે. બરકત વધી છે.'

VSSM અને વિમુક્ત ફાઉન્ડેશનની મદદથી અમે અત્યાર સુધી 6800 થી વધુ પરિવારોને લોન આપી છે. આ લોન લઈને સૌ બે પાાંદડે થયા છે.

આ કાર્યમાં ઘણા પ્રિયજનો મદદ કરે પણ ડો.કે આર શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય શ્રી પ્રતુલભાઈની લાગણી ઘણી. એમણે આ કાર્યમાં મોટી રકમની મદદ કરી એ માટે આભારી છું. 

લોન લઈને ધંધો કરનાર તમામ પરિવારો સુખી થાય તેવી શુભભાવના પણ વ્યક્ત કરુ... 

#MittalPatel #vssm #livelyhood #loanservices #smallbusinessbigdreams #smallbusinessownerlife #CriticalCondition

Ganpatbhai took interest free loan from VSSM
to extend his buisness

Ganpatbhai with his family stays in Dungarasan village

Mittal Patel meets Ganpatbhai



Ganpatbhai took interest free loan to extend his buisness

Ganpatbhai sells trivial cosmetic items like buckles, bangles etc


Wednesday, 10 May 2023

VSSM were destined to become instrumental and enable Kokilaben to find her footing...

Mittal Patel with Kokilaben

Magnanimity is an outcome of compassion, not riches!

Recently, I had the opportunity to meet Kokilaben from Pilucha village, which runs a roadside dhaba. Earlier, her husband operated this roadside eatery, but following his death, the responsibility of running the business and fending for the family fell upon Kokilaben. “What will society say if I run the dhaba?”Kokilaben had her apprehensions. But Akbarbhai, her sworn brother, encouraged her to work on it, and she brought along her widowed Bhabhi to help her manage the hotel.

VSSM provided a loan to fund purchases of charpoy, large cooking pots, and pans and build a shade to cover some space. As a result, Kokilaben has created a more prominent hotel than the one her husband operated. The loan has helped her widen the scope of the operations.

And while running the hotel, Kokilaben ensures every poor and hungry individual leaves the premises with food. Every day, 10-12 hungry people are fed free meals at her hotel.

It did come as a surprise when Akbarbhai shared this with me. The urban families count the amount of rotis they make, not because they are concerned about food waste but because they do not wish to feed the hungry. But, while here, Kokilaben generously shares food with strangers she does not know.

A visually impaired kaka walked in when we were having lunch at Kokilaben’s hotel. Kokilaben especially gets someone to go and escort Kaka to the hotel so that he can have his meals and also spends on his salon and tobacco costs.

This might surprise you as it did to me.

“I am gathering balance for my Karma account up there!” Kokilaben replied to my question on why she did what she did. Amazing, right?

We worry about the account balance in our bank while Kokilaben is working to build credit with the almighty up there.

Akbarbhai, her brother by faith, has been her biggest strength. But, as they say, compassion and goodwill have no religion.

We wish Kokilaben success and happiness always. Individuals like Kokilaben make our day.

VSSM’s Paresh helped us reach Kokilaben after he learned of her condition and the need for support. We were destined to become instrumental and enable Kokilaben to find her footing.

દાન ધરમ કરવા પૈસાદાર હોવું જરૃરી નહીં પણ જીગર હોવી જરૃરી.

હમણાં વડગામના પિલુચાના કોકીલાબેનને મળવાનું થયું. એ રોડ બાજુ ઢાબુ(હોટલ) ચલાવે. આમ તો એમના પતિ હોટલ ચલાવતા પણ એ ગુજરી ગયા પછી પરિવારની જવાબદારી માથે આવી. બહેન હોટલ ચલાવે તો કેવું લાગે એ પ્રશ્ન થયો. પણ એમણે ધરમના માનેલા અકબરભાઈએ એમને હિંમત આપી અને એ એમના ભાભી જે પણ એકલા જ હતા તેમને હોટેલ ચલાવવા પોતાની પાસે લઈ આવ્યા.

અમે હોટેલમાં લોકો સહુલિયતથી જમીન શકે તે માટે ખાટલા, મોટા વાસણ ખરીદવા તેમજ પતરાનો શેડ કરવા એમને લોન આપી. એમના પતિ જેવડી હોટલ ચલાવતા એમના કરતા કોકીલાબહેને મોટી હોટલ કરી. ટૂંકમાં અમે લોન આપી એમાંથી એમણે હોટલનો વ્યાપ વધાર્યો. 

આ બધુ તો ઠીક પણ સૌથી અગત્યનું હતું. કોકીલાબેનની હોટલ પર કોઈ દીન દુખિયું આવી ચડે ને પાસે પૈસા ન હોય અથવા ભાણાના થાય એટલા પૈસા ન હોય તો કોકીલાબેન એને ખવડાવવાની ના ન પાડે. અલબત રોજના દસેક લોકો તો એમનમ જમી જ જાય.

જ્યારે એમની આ વાત મને અકબરભાઈએ કરી ત્યારે ભારે નવાઈ લાગી. શહેરોમાં તો લોકો રોટલીઓ ગણીને કરે. બગાડ સંદર્ભે આવું કરે તો બરાબર પણ કોઈને ખવડાવવામાંય કંજુસાઈ કરતા માણસો જોયા છે. ત્યારે આર્થિક રીતે એવી સમૃદ્ધી નહીં છતાં કોકીલાબેન આ દરિયાદીલી દાખવે. નવાઈ તો લાગે જ ને..

અમે કોકીલાબેનની હોટલ પર જમ્યા. એ વખતે એક સૂરદાસ કાકા આવ્યા. કોકીલાબેન રોજ કોઈને મોકલી કાકાને ખાસ બોલાવીને જમાડે. અલબત કાકાને દાઢી કરવાના, વાળ કપાવવાના અરે બુધાલાલ તમાકુની કાકાને આદત તે એ ખાવાના પૈસાય કોકીલાબેન આપે..

આ બધુ સાંભળીને નવાઈ લાગીને? મને પણ લાગી. કોકીલાબેન આવી દીલેરી ક્યાંથી? અથવા કેમ? એવું પુછ્યું તો એમણે કહ્યું. 

"દોન ધરમ કરીએ તો ઉપર થોડું થોડુ લખાય ક...."

કેવી અદભૂત વાત..

અહીંના બેંક બેલેન્સની તો આપણે ચિંતા કરીએ જ પણ કોકીલાબેન તો ઉપરવાળાના ત્યાંનું બેંક બેલેન્સ જમા કરી રહ્યા છે.

સાથે અકબરભાઈ એમના ધરમના ભાઈ પણ એ એમને ગજબ હિંમત આપે.. સબસે ઊંચી પ્રેમ સગાઈ આ વાત પણ એકદમ સાચી..

કોકીલાબેન ખુબ સુખી થાય એવી શુભભાવના.. પણ આવા સ્વજનોને મળીને દિવસ બની જાય એવું થાય...

અમારા કાર્યકર પરેશની આ શોધ. કોકીલાબેનને મદદની જરૃર છે એવી એને ખબર પડી ને એણે કોકીલાબેનને ટેકો કરવા અમને કહ્યું.

આમ તો બધુ ગોઠવાયેલું જ હશે પરેશ ને અમે સૌ નિમિત્ત....

#mittalpatel #vssm #charity #bigheart #careforeveryone


Kokilaben runs roadside dhaba



Mittal Patel meets Kokilaben who took interest free loan
from VSSM to extend her buisness

Kokilaben shares her side of story to Mittalben


Tuesday, 9 May 2023

Rohitbhai's life got Transformed with the help of VSSM Interest Free Loans...

Mittal Patel with VSSM coordinator Vinod and our
loanee Rohitbhai

Rohit is 23 years old; he hasn’t been able to study much.

He took up a job as an assistant at a grocery store with an initial salary of Rs. 5000, which was later raised to Rs. 6000. However, this wasn’t the kind of job he enjoyed. He aspired to increase his income to provide a better life for his family but lacked the funds to pursue an independent venture.

This is the story of the Morai village of Mahisagar’s Lunawada block. Many families of Morai are in the business of growing and selling flowers. However, since they do not own land,they lease it with money borrowed from a private lender at a very high-interest rate. VSSM provided interest-free loans to 10 women farmers, so they did not have to borrow from a private lender.

Rohit also took a loan to try his hands at the flower business. At the end of the season, he made a profit of Rs. 22,000. The money, along with his savings, enabled Rohit to purchase a cow. He began bringing milk to the cooperative dairy, and within ten days, he began earning from it.

Rohit has a newfound interest in cattle farming. He took another loan from VSSM, bought a buffalo, and wishes to buy a few more cattle.

VSSM’s Vinod is compassionate towards Rohit, “Didi, I want Rohit to have a cattle farm/shed. Rohit also gears up to take up bigger responsibilities; we liked his enterprise.

Our cities cannot take the load of the growing influx of rural populations; under such circumstances strengthening the rural economies is the key. Therefore, it is desired youth like

Rohit should stay in the villages, in pollution-free environments, and create a better life for themselves and their families.

Along with his work, Rohit has volunteered to take up the responsibility of collecting the instalments from loanees of Morai village. We wish more people take up such responsibility and facilitate our work. Vinod has played an essential role in mentoring Rohit to spread his wings.

We wish Rohit and Vinod all the very best with their future endeavours.

#MittalPatel #vssm #nomadictribes #loanservices

રોહીત 23 વર્ષનો.. બહુ ભણી ન શક્યો.

એક કરિયાણાની દુકાનમાં ગુમાસ્તા તરીકે કામે લાગ્યો. માસીક 5000 ને પછી 6000 પગાર થયો. પણ એનું મન એ કામમાં લાગે નહીં. એને ઝાઝા પૈસા કમાવવા હતા જેથી જીંદગી બહેતર થઈ શકે. પણ ધંધો કરવા પાસે પૈસા નહીં.

વાત છે મહિસાગરના લુણાવાડાના મોરાઈગામની. મોરાઈમાં રહેતા કેટલાક પરિવારો ફૂલોનો વેપાર કરે. પણ એમની પાસે પોતાની જમીન નહીં એ ભાગવી જમીન રાખી એમાં ખેતી કરે અને ભાગવી જમીન રાખવા પાછા વ્યાજે પૈસા લાવે. અમે દસેક બહેનોને વ્યાજે પૈસા લાવવા ન પડે તે માટે લોન આપી. 

રોહીતે પણ લોન લીધી ને ફૂલોની ખેતી કરી. ફૂલોની સીઝન પત્યા પછી એને 22,000નો નફો મળ્યો. એ પૈસામાં થોડા ઉમેરી એ એક ગાય લાવ્યો. એનું દૂધ ડેરીમાં ભરાવ્યું અને દસ દિવસે એને પગાર મળવા માંડ્યો.

રોહીતને પશુપાલનના ધંધામાં મન લાગ્યું. એણે અમારી પાસેથી બીજી લોન લીધી અને ભેંસ લાવ્યો. એની ઈચ્છા હજુ વધારે ઢોર લાવવાની.

અમારા કાર્યકર વિનોદને રોહીત માટે ઘણી લાગણી. એ કહે, દીદી મારે તો રોહીત પાસે તબેલો કરાવવો છે. રોહીત પણ હવે એ માટે સજ્જ થઈ રહ્યો છે. પણ રોહીતે કરેલું સાહસ ગમ્યું.

આજે ગામડાં છોડીને લોકો શહેર ભણી આવી રહ્યા છે. અહીંયાનું પ્રદુષણ માણસનું વહેલા ખતમ કરી નાખશે. વળી બિમારીઓ નોતરે એ તો જુદુ. પાછુ ગામડાં ભાંગવા ન જોઈએ એ વાતેય સાચી.

બસ રોહીત જેવા યુવાનો આ રીતે ગામોમાં કામ કરતા થાય એ ઈચ્છનીય..

રોહીત પોતાના ધંધાની સાથે સાથે મોરાઈગામમાં અમે જેટલી પણ લોન આપી છી તે તમામ લોનના હપ્તાની ઉઘરાણી કરવાનું કામ પણ કરે.. એ પણ પોતાની મેળે.. 

સંસ્થાના કાર્યોમાં આવા સ્વંયસેવકો જોડાય તો કામોનો વ્યાપ પણ વધે. જો કે રોહીતને આ બધા માટે તૈયાર કરવામાં વિનોદનો ફાળો મોટો... 

તો રોહીત અને વિનોદ બેઉને એમના કાર્યોમાં ખુબ આગળ વધો એવી શુભેચ્છા...

#MittalPatel #vssm #nomadictribes #loanservices

Rohitbhai took interest freeloan from VSSM and purchase
buffalo

Rohit took interest free loan from VSSM
for flower buisness

Rohit took interest free loan from VSSM 
for flower business


Wednesday, 8 February 2023

We wish Haribhai Bajaniya happiness and pray to God for his prosperity...

Haribhai Bajaniya sharing his thoughts with Mittal Patel

"Singing lullabies and devotional sons on the tunes of our ravanhatta was our profession; it brought us alms in return. However, people now equate it with begging and advise us to work instead. We weren't beggars; in the past, people appreciated our flair for playing the instrument and singing and rewarded us in cash or kind. Things are very different now; hence, we have stopped playing ravanhattha." Haribhai living in Banaskantha's Chadotar shared with a heavy heart.

Inspired by the Bajaniya community's knack for selling fashion accessories and artificial jewelry, Haribhai decided to switch occupations. With a meager investment of Rs.1000, he brought some products and began selling them by walking to various villages. However, walking and covering more than two villages daily is difficult, so Haribhai bought a bicycle from his savings. Now he cycles almost 50 kilometers in a day for work.

These days people cycle to remain fit while humans like Haribhai cycle for work. Fifty kilometers is a considerable distance, but Haribhai manages to do so. The earnings help feed the family, but more funds are needed for business expansion.

Since VSSM has known these families well, on Haribhai's request, we loaned him Rs. 30000, which enabled him to procure products at wholesale rates and double and occasionally triple his monthly income. Haribhai utilized the increased income to repair the house and save for his daughter's wedding.

He was delighted to meet us, and while he continued to cycle his way across the villages, a motorbike would help him cover more distance. Hence, once he pays off the current loan, he wishes to opt for another loan to buy a motorbike.

We have always wanted these families to dream big and work hard to fulfill those dreams; therefore, it is obvious we will be providing him with another loan.

We wish Haribhai happiness and pray to God for his prosperity.

"અમારો ધંધો ઓમ તો મોગવાનો. રાવણ હથ્થા પર હાલરડાં, ભજન ગઈયે અન લોકો અમન રાજી કર્. પણ બુન પેલાં આ બધુ હેડતુ હવ્ મારા જેવાન્ જોઈન લોકો કોમ કરવાની સલાહ આલ્. ઓમ જુઓ તો અમે કોય ભીખ નતા મોગતા. રાવણહથ્થો વગાડીએ અન લોકો ખુશ થઈન બે પોચ રૃપિયા, હાડી(સાડી), દોણા આલતા. પણ હવ પેલા જેવું નઈ રયું. તે અમેય રાવળહથ્થો મેલ્યો. "

બનાસકાંઠાના ચડોતરમાં રહેતા હરીભાઈએ ભારે હૈયે કહ્યું. શૃંગાર પ્રસાધનો વેચવાનું કામ બજાણિયા સમુદાયો કરે. એમને જોઈને હરીભાઈને પણ પોતે આ કામ કરી શકશે એમ લાગ્યું ને એમણે હજાર રૃપિયાનો સામાન લાવી પગપાળા વિવિધ ગામોમાં ફરીને વેચવાનું ચાલુ કર્યું. 

પગે ચાલી ઝાઝા ગામ ફરી ન શકાય ને વાહનોમાં બેસીને ફરવાનું એમને પોષાય નહીં. આખરે એમણે થોડી ઘણી બચત કરી સાયકલ ખરીદી.. આ સાયકલ પર ક્યારેક એ દિવસના પચાસ કી.મી. ધંધા માટે ફરે. 

લોકો પોતાની તબીયત સારી રહે એ માટે આજે સાયકીંગ કરતા જોવા મળે. પણ હરીભાઈ ધંધા માટે કરે. પચાસ કી.મી. એ કાંઈ ઓછુ અંતર નથી. પણ ખેર એ કરે.

આમ થોડુ ઘણું મળતર મળે ને પરિવારનું ગુજરાન ચાલે. એમને ધંધો વધારવો હતો. વધુ સામાન એ પણ હોલસેલમાં ખરીદવો હતો પણ એ માટે પાસે પૈસા નહીં.

VSSM સાથે આ પરિવારો વર્ષોથી સંકળાયેલા. આખરે એમણે અમને લોન આપવા વાત કરીને અમે ત્રીસ હજાર આપ્યા. વધુ સામાન આવ્યો. આવક સીધી બમણી તો ક્યારેક બમણાથીયે વધી. જેમાંથી એમણે ઘર ઠીકઠીક કર્યું. દીકરીના લગ્ન માટે પણ એમણે પૈસા ભેગા કર્યા.

અમે જ્યારે એમને મળ્યા ત્યારે એ ખુબ રાજી હતા. એ હજુ સાયકલ પર ફરે. જો બાઈક મળે તો વધુ ગામ ફરી શકાય. ને ક્યારેક દૂર જવું હોય તો પણ જવાય. તે એમણે આ ત્રીસ હજારની લોન પતે પછી બાઈક માટે લોન આપવા કહ્યું.

આપવાની જ હોય. આ બધા પરિવારો સ્વપ્ન જોતા થાય એતો વર્ષોથી ઈચ્છીએ..

બસ હરીભાઈ સુખી થાય એમ ઈચ્છીએ.. ને ઈશ્વર તેમને ખુબ બરકત આપે તે માટે પ્રાર્થના..

 #MittalPatel #vssm #ravanhattho  #nomadictribes #nomads



Mittal Patel meets Haribhai Bajaniya during her visit to
Chadotar village

Haribhai Bajaniya's daughters for whom he
wants to save for their wedding