Showing posts with label empoyment for nomadic tribes. Show all posts
Showing posts with label empoyment for nomadic tribes. Show all posts

Monday, 25 December 2017

VSSM helps Patni brothers renew their livelihood...

 Patni brothers took interest free loan from VSSM and
began selling sweaters by the roadside on Shihori Bazaar
Babubhai Patni and Jagdishbhai Patni are residents of Vadgaum. The duo earned their living through farming a small patch of land on the banks of river Banas. The Banas decided to break all barriers during the monsoon of 2017 and washed away hundreds of farms and precious farmland. Both these brothers lost their land too. The cost to repair the soil is huge and the brothers did not have that kind of financial resources. They were aware of VSSM and its initiatives and hence requested a loan of Rs. 50,000 each for the  purchase of buffaloes. They purchased a buffalo each from that amount and decided to invest the balance amount in some other business. The Devipujak community is known for its hard work and enterprise. They decided to invest the amount in procuring woolens,  considering the approaching winter season. They purchased woolens from Ahmedabad’s wholesale market  and began selling by the roadside on Shihori Bazaar. The apprehensions were laid to rest when the business did very well. Jagdishbhai sells from around Shihori while Babubhai has set up near Kamboi Crossroads. The brothers came back saying they will pay back 50% loan within the first two months and if VSSM had not provided this kind of support they would have found it difficult to overcome the sudden livelihood loss they had endured.
With the support fromVSSM and Kutchi Jain
Foundation Babubhai Patni purchased
 a Buffalo

Our best wishes to them and gratitude to Kutchi Jain Foundation for supporting our efforts. It would have been impossible to reach out to such families in need without their support.  

વડાગામમાં રહેતા બાબુભાઈ પટણી અને જગદીશભાઈ પટણીની બનાસના પટને અડીને નાની ખેતી લાયક જમીન. જેની ઉપર તેઓ કામ કરેને જીવન વ્યતીત થાય. પણ બનાસે 2017માં રૃદ્રરૃપ ધારણ કર્યું ને બંનેભાઈઓની ખેતીની જમીન ધોવાઈ ગઈ. જમીનને સરખી કરવાનાય પૈસા ક્યાં હતા. શું કરવું તેની મૂંઝવણ હતી. આપણા કામથી પરિચીત બંને ભાઈઓએ ભેંસ ખરીદવા માટે લોનની માંગણી કરી. ને આપણે બંને ભાઈઓને રુપિયા પચાસ પચાસ હજાર વગર વ્યાજવા આપ્યા. લોનરૃપી રકમ મળ્યા પછી તેમણે એક ભેંસ તત્કાલ ખરીદીને બીજા પૈસા બીજા ધંધામાં નસીબ અજમાવવા બાજુમાં મુક્યા. દેવીપૂજક છીએ પાણીમાંથીએ પૈસા રળનારા આપણા સમાજના ઘણાને આપણે જોયા છે. બસ એક વખત હીંમત ભેગી કરીએ ને આ પસાચ હજારનું શું કરવું તે નક્કી કરીએ તેવું જગદીશભાઈએ ભાવેશભાઈને કહ્યું ને બંનેએ શિયાળો આવતો હોઈ સ્વેટરનો ધંધો કરવાનું નક્કી કર્યું. અમદાવાદથી સ્વેટર ખરીદી તેઓ શિહોરી બજારમાં રોડની બાજુમાં ઢગલો કરીને વેચવા બેઠા. ધંધો ચાલશે કે નહીં તેવી આશંકાઓ હતી પણ આશ્રર્ય વચ્ચે ધંધો ખુબ જ સરસ ચાલ્યો. જગદીશભાઈ શિહોરીમાં ધંધો કરે ને બાબુભાઈએ તેમાંથી જ થોડા સ્વેટર લઈને શિહોરીથી થોડે દુર કંબોઈ ચોકડીપર બેસીને વેપાર શરૃ કર્યો. ધંધો ખુબ સારો ચાલે છે. બંને ભાઈઓએ પચાસ ટકા લોન બે મહિનામાં ભરી દેવાનું આપણને કહ્યું ને તમે પૈસા ના આપ્યા હતો આ ધંધો કરવાની હિંમત જ ના થઈ હોત. તેવી લાગણી વ્યક્ત કરી. 

With the support fromVSSM and Kutchi Jain 
Foundation Jagdishbhai Patni purchased
 a Buffalo
બસ તેઓ ઝડપથી બેઠા થાય તેવી શુભેચ્છાઓ આ પરિવારોને પાઠવીએને કચ્છી જૈન ફાઉન્ડેશન કે જેની મદદ વગર આ કામો શક્ય નહોતા તેમનો આભાર... 




Neniben Marwadi is my best buddy…

Kamlesh Marwadi searching picture of his buggy in his
mobile to show to Mittal Patel.
Neniben is older to me but, I have the right to scold her to which she would quietly listen and whenever she is at the office, “Ben, I cannot do without you!!” she would tell me as matter of fact!!

Neniben Marwadi and his son Kamlesh Marwadi giving
wedding invitation to Mittal Patel in form of rice
Neniben lost her husband at a very young age, she was 22 years old and was left with the responsibility of raising 3 children. After the death of her husband the relatives helped and pitched in for some time but, it was natural they weren’t going to stay long. Neniben took up sewing to support her family. To raise her income, Neniben decided to travel to Hyderabad and sell her clothing amidst her own community there. This was a bold move for someone who had never stepped out of her home alone. But, once she set out all her worries were laid to rest and she gradually gained confidence and began earning well. Her savings enabled her to construct a decent home. She took an interest free loan from Kalupur Commercial Bank to grow her business further. As her two elder children gained marriageable age she married them as well.

“Ben, we are marrying our youngest son Kamlesh. I want you to remain present in the procession we are taking out to celebrate his wedding (you can see him searching his mobile to show me the picture of his buggy) and you will wear our traditional Marwadi dress and sit next to him in the buggy.”

“Let me know once you have fixed the exact date and time, I will remain present!” I had confirmed.

Today,  Kamlesh and Neniben were at the office with the wedding invitation in form of rice (many nomadic communities do not print wedding invites but extend invitation by offering us colorful grains of rice, as seen in picture).  The wedding was on 22nd and 23rd November. I expressed my inability to remain present because of the intense pressure of work. 

“Ben, let me shift the procession on Sunday the 19th so that you can remain present. I want you to remain present in the wedding. Whatever I am is because of you and I cannot celebrate this occasion if you are not a part of it!!” It is deeply humbling when individuals like Neniben shower so much love and respect but I requested her to continue as schedule.

I am often asked, “Why do I do what I do? What do I gain from it?” TO which I always say, “I get to enjoy the love and warmth of thousands like Neniben which, to me is priceless!!”

નેનીબેન મારવાડી #દેવીપૂજક મારા પાક્કા બેનપણી..

ઉંમરમાં મારા કરતા ઘણા મોટા પણ હંમેશાં ઓફીસ આવે ત્યારે કહે, ‘મને તમારા વના ના ચાલે.’ કોઈ કારણસર લડુ તો પણ શાંતીથી સાંભળે.
બાવીસ વર્ષે વિધવા થયા. ત્રણ બાળકોની જવાબદારી માથે. નાના છોકરાં સાથે આખી જીંદગી જીવવાનું નક્કી કર્યું. પતિના મૃત્યુબાદ સગાવહાલાંએ દયા ખાધી ને અડધી રાતે મદદની જરૃર પડે તો અમે બેઠા છીએ એમ કહ્યું. પણ સમય વહેલો જાય એમ સગાવહાલાંય આઘા થતા ગયા. નેનીબહેન કપડાં સીવે ને પુરુ કરે. સ્વભાવે ગભરુ નેનીબહેન કપડાં સીવીને છેક હૈદરાબાદ એમના સમાજના લોકોની વચમાં વેચવા જવાનું નક્કી કર્યું. બહુ ગભરાયા કોઈ દિવસ એકલા નીકળેલા નહીં. ટ્રેનમાં જવાનું નક્કી કર્યું ને ગયા ને ડર ભાગ્યો. ધંધામાંથી જ બચત કરીને છાપરાંમાંથી પાકુ અને એય ધાબાવાળુ ઘર કર્યું. કાલુપુર બેંક અને અમેય(VSSM) ધંધો વધારા વગર વ્યાજે #લોન આપી. નેનીબેન બે પાંદળે થયા. એક દીકરા ને દીકરીને પરણાવ્યા.

નાના કમલેશના લગન લીધાને ‘બેન એનું ફુલેકુ કાઢવાનું છે (કેવી બગીમાં કમલેશ બેસવાનો એનો ફોટો બતાવવા એ મોબાઈલ ફંફોસી રહ્યો છે) તમારે ઈની હારે બગીમાં બેસવાનું છે અમારો મારવાડીનો ડ્રેસ પહેરીને’ એવું એમણે હક્કથી કહેલું. મે કહ્યું હતું મુહરત જોવડાવીને કેજો હું આવીશ. આજે ઓફીસ નેનીબહેન લગ્નની કંકોત્રી આપવા કમલેશ સાથે આવ્યા ને કંકોત્રીરૃપી ચોખા આપીને આમંત્રણ આપ્યું.(વિચરતી જાતિમાંની ઘણી જાતિઓમાં આજેય કંકોત્રી છપાતી નથી.રંગબેરંગી ચોખા આપીને લગ્નનું નિમંત્રણ અપાય છે જે ફોટોમાં દેખાય છે)
22 અને 23 નવેમ્બરે કમલેશેના લગ્ન. હું આ દિવસોમાં થરાદ એટલે નહીં આવી શકાયનું કહ્યું તો ‘બેન ફુલેકુ 19મીએ રવીવારે ફેરવી દઈએ. તમારે તો લગનમાં હાજરી આપવી જ પડે આજે જે પણ છુ એ તમારા લીધે તમારા વના મને ના ચાલે...’

એમનો પ્રેમ માથે ચડાવ્યો. ને સમજાવીને લગ્ન ને ફુલેકુ મુહરત પ્રમાણે જ કરવા કહ્યું.

પણ કેવો અદભૂત પ્રેમ.. ઘણા કહે આ કામ કેમ કરો છો? શું મળે છે? ત્યારે બસ નેનીબહેન જેવા હજારોના પ્રેમની વાત કહુ છુ ને મે આ મેળવ્યું. કિંમત કાઢી શકાતી હોય તો કાઢો મારે મન તો આ અમુલ્ય...

#VSSM #MittalPatel #NomadicTribes #MarvadiDevipoojak #NomadsOfIndia






Buying Govind Bajaniya's Freedom...

Govind Bajaniya with Mittal Patel when she visited his
village Totana
Buying Govind’s freedom

The burden of responsibilites fell on the shoulders of Govind Bajaniyaa at a very early age. Govind lost his mother at a young age and the responsibility of performing her last rites also fell on him. Govind who was a daily wage earners did not have enough money, this required him to borrow Rs. 8000 from an acquaintance. Barely literate Govind was ignorant on the ways the private money lenders calculate interest, he continued paying the instalments yet, the payable amount just kept increasing.  You would be surprised to know that the payable amount went so high that just the monthly interest amounted to Rs. 6,000.


Govind Bajaniya at his Small Shanty...
Govind has a small plot on which he has built a small shanty. There was a time when, there was a talk of selling the plot to repay the amount. Govind got confused with this preposition and inquired about the payable amount. And when the figure was revealed it sent a shock …. The amount was a whooping Rs. 70,000 plus the interest!! Astonished? We were too…

Govind begged and tried his best to convince the lender to wave off the interest, he spoke to the influential individuals. The Rs. 70,000 could still be managed but how to manage the interest. His pleas were heard and the lender waved off the interest but, from where to raise the huge amount of Rs. 70,000?

We happened to meet Govind for the first time during the floods as his shanty was swept away. He was ubale to share his plight when we met him a couple of times initially.  Govind earns his living by collecting the hair shed while combing. He had requested for a loan to buy some goods for his business. We did sanction but instead of buying goods he repaid part of his outstanding debt of Rs. 70,000. Somewhere, it pinched him that he had lied and taken the loan from VSSM. Ultimately he did share his plight and asked us, “Will we help him free from debt bondage?”

“Of course, we will. We assured that the society will stand with him in this hour of need.”

We also have to support him build the house because it is an impossible task otherwise!!

We have faith that all will fall in place.

Govind requested a photo of us together when I was in his village Totana.  

ગોવિંદ #બજાણિયા. ઉંમર કાંઈ બહુ મોટી નહીં. પણ જવાબદારીનો બોજો ઘણો મોટો. ‘મા’ની હૂંફની જરૃર હતી પણ ભગવાનને કદાચ એની વધારે જરૃર હતી. મા ગઈ. એની અંતિમવિધી ને કારજ કરવાનું ગોવિંદના માથે આવ્યું. મજુરી કરતા ગોવિંદ પાસે બચતના નામે મીંડુ. એક ભાઈ પાસેથી રુપિયા 8000 વ્યાજવા લીધા ને બધુ પતાવ્યું. ત્રણ ચોપડી ભણેલા ગોવિંદને વ્યાજ બ્યાજની બહુ ગણતરી આવડે નહીં. નિયમિત હપ્તા ભરે તોય દેવાની રકમ વધતી જ જાય.

જાણીને નવાઈ લાગે પણ આ રકમ એટલી વધી કે મહિને છ હજાર તો ખાલી વ્યાજના જ ભરવાના થાય. ગોવિંદ પાસે રહેવા માટે પોતાનો નાનો પ્લોટ જેની ઉપર છાપરુ બાંધીને એ રહે. પ્લોટ વેચીને પૈસા ભરવાની વાત પણ આવી ગઈ. ગોવિંદ મૂંઝાયો. કેટલી રકમ ભરવાની છે તે પૂછ્યુ ત્યારે આંકડો સીતેર હજાર..... ને વ્યાજ તો જુદુ....નો સામે આવ્યો.

ચક્કર આવી ગયા ને? સાંભળીને અમનેય એમ જ થયું. 
કેટલાક વગદાર માણસો પાસે જઈને પેલાભાઈ વ્યાજ માફ કરે એ માટે ગોવિંદે હાથાજોડી કરી. ગોવિંદે મૂડી એ પણ સીતેર હજાર ગમે ત્યાંથી લાવીને ભરવા કહ્યું પણ વ્યાજ માફ કરાવો ને આ રાત દિવસ વધતા દેવામાંથી મને છોડાવોનું ગોવિંદનું આક્રંદ આગેવાનોએ સાંભળ્યું. આગેવાનોની દખલથી તેને વ્યાજમાંથી મુક્તિ મળી પણ સીત્તેર હજાર ભરવાના ઊભા...

#બનાસકાંઠામાં આવેલા પુરમાં ગોવિંદનું છાપરુંયે તુટી ગયું. એ વખતે પહેલીવાર એ મળ્યો. એની તકલીફ વિષે એ બહુ બોલી નહોતો શક્યો. કાંસકામાં ઊતરી આવતા વાળ ભેગા કરીને વેચવાનું એ કરે. આ ધંધામાં જરૃરી સામાન લાવવા વીસ હજારની લોન આપોને એવી એણે વિનંતી કરી ને અમે લોન આપી. પણ એમાંથી એણે કાંઈ સામાન ના ખરીદ્યો. પેલા ભાઈની 70 હજાર ચુકવવાના હતા તે 20 હજાર ત્યાં આપી આવ્યો. પણ અંદરથી ખોટુ બોલીને રકમ લીધાનું ડંખ્યું... આખરે સાચી વાત એણે અમને કરી ને પેલા ભાઈની ચૂંગાલમાંથી મને છોડાવશો? તેવો પ્રશ્ન ભોળા ભાવે પુછ્યો...

હા ગોવિંદ તને છોડાવશું જ... #સમાજ તારી પડખે ઊભો રહેશે ને મદદ કરશે એવો વિશ્વાસ સૌ વતી ગોવિંદને અમે આપ્યો....
એનું ઘર બાંધવામાંય મદદ કરવાની છે... એના એકલાથી ઘર બંધાય તેવી કોઈ શક્યતાઓ નથી. 
થશે બધુ જ થશે.... એવો ભરોસો છે....

ટોટાણા એના ગામ ગઈને એને મળીને નીકળી ગયા પછી બીજી વસાહતમાં ગોવિંદ પાછળ આવ્યો ને મારી સાથે એક ફોટો પડાવોને બેન એમ કહ્યું ને અમે બંને રસ્તાની બાજુમાં ઊભા રહ્યાને મહેશે ફોટો ક્લીક કર્યો. ગોવિંદ હંમેશાં માટે અમારા કેમેરામાં કેદ થયો....

#VSSM #NomadicTribes #DenotifiedTribes #HumanApproach #Human_interest_news #વિચરતીજાતિ #HumanRights #HousingForNomads #DreamOfHouse #NomadsOfIndia #MittalPatel #Bajania #Banaskantha

Monday, 28 March 2016

VSSM helps Meer family for livelihood


Popatbhai meer with his camel cart
ON the threshold of  poverty free life….

The Meer - we have kept writing about this community - the collapse of traditional occupations, nomadic lifestyles, no benefits from government welfare schemes because they do not feature on  government list of the poor and marginalised communities. The Meer traditionally played ’Dafli’ a musical instrument played during  festivals and special occasions. Now the community plays Dafli only during the festival Holi. In some parts of Rajasthan and Gujarat the festival of Holi is celebrated for a week or more when communities have from house to house singing-dancing and are given money in exchange. Rest of the year they have no work, so they turn to work as daily wage earners.  During the rest of the year many of the Meer families engage themselves in shared farming, where they have to pay a certain fixed amount to land owner. The income isn’t much and the work they put in is really tough. The income is so low that it would hardly sustain they during any emergency situation.

"This year the flash foods of northern Gujarat ravaged the crops of these families. The crops and the land have been washed out. The  families have been left with absolutely nothing, there is no top soil on which they can begin farming again!! There is noway even the land owning farmer could help. So how do we earn to feed our children??” was the challenge Popatbhai Meer and many others like him faced.

“VSSM’s Naranbhai comes to our settlement, he teaches our children and helps us with many things. I spoke to Naranbhai about our damage and need for some support. I requested him to help me with a loan of Rs. 30,000 to buy a camel cart. On my request VSSM has supported me with a loan and I brought Rs. 10,000 from a relative - to buy a second had came-cart that costs Rs.  40,000. I an d my wife both work. The season is good and I get enough work to ferry manure and soil to the farms. When we did farming we took credit of Rs. 700 to 1000 from the land owning farmer. At the end of the season he would deduct the money and all we were left with was 3-4 bags of wheat or bajra!! It was difficult to sustain with such low returns. Now  I earn Rs. 300 to 400 every day, I get money at the end of the day, no credits is the best part. I really want to work hard and educate my children, am glad VSSM is with us to provide help and guidance whenever required. We are extremely grateful for your support.” Popatbhai narrated.

Rs. 30,000 isn’t a big amount however for families like Popatbhai’s its a huge amount. With the increasing income all they need is proper guidance to manage their money. VSSM’s team members are always prepared to guide these families on such matters. Hopefully Popatbhai will soon break free from the clutches of extreme poverty.

દરિદ્રતામાંથી ઝટ મુક્તિ મળશે એવી અમને આશા છે..
અમે મીર. આમ તો અમારા ઘૈડીયા ડફલી વગાડે, નાચે અને માંગીને ખાય. અમે હવે ફક્ત હોળીના સમયમાં આવી રીતે ફાગ ગાવા જઈએ બાકીના સમયમાં છૂટક મજૂરી, ખેત મજૂરી કરીએ. હું પણ ખેડૂતના ખેતરમાં ચોથાભાગે જમીન રાખું છું. મારો આખો પરિવાર આ જમીન પર ખુબ મહેનત કરે. આમ તો આખી સીઝનની મહેનતમાં રોટલો મળે એટલું. બાકી બચત - બચત ના થાય. સારો ખોટો પ્રસંગ પણ ના નીકળી શકે. ગાડું ગબડ્યા કરે એટલું જ. પણ આ વખતે દુકાળમાં અધિકમાસ જેવી હાલત થઇ આ ચોમાસે આવેલા પૂરે બધું ખલાશ કરી નાખ્યું. ખેડૂતની જમીન ધોવાઇ ગઈ ખુબ નુકશાન થયું. મારો ભાગ પણ છૂટો થયો ખેતી કરવા જેવી જ ના રહી એમાં એમનો પણ શુ વાંક કાઢું. નારણભાઈ (vssmના કાર્યકર) રોજ અમારી વસાહતમાં બાળકોને ભણાવવા આવે અને અમારી તકલીફોમાં ઘણી મદદ કરે. નારણભાઈને મે ખેતરોનો ભાગ છૂટી ગયાની વાત કરી. સાથે સાથે ઊંટલારી માટે લોન માટે પણ કહ્યું. રૂ.૩૦,૦૦૦ની મને vssmમાંથી વગર વ્યાજે લોન મળી અને મારા કુટુંબીજનો પાસેથી ઉછીના રૂ.૧૦,૦૦૦ લઈને જૂનામાંથી લારી ખરીદી અને ઊંટ લાવ્યો. હાલ ખેતીની સિઝન છે એટલે ખેતરમાં ખાતર નાખવાનું રેતી ભરવાનું કામ મળે છે. સારું કામ થાય છે. હું અને મારી ઘરવાળી બંને કામ કરીએ છીએ. ખેતીમાં ભાગ રાખતાં એ વખતે ઉપાડ પેટે દર મહિનાની ખર્ચી રૂ.૭૦૦ થી રૂ.૧,૦૦૦ ખેડૂત પાસેથી લેતો અને સિઝનમાં અમને મળતાં દાણામાંથી ઉપાડને વળાવી લેતો. એટલે સિઝનના અંતે બે- ચાર બોરી બાજરી કે ઘઉં સિવાય ઝાઝું કશું મળતું નહિ. પણ ઊંટલારીમાં સારું મળતર છે. રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ નું કામ થઇ જાય છે અને સૌથી સારું રોજે રોજ પૈસા મળી જાય છે. મારે ખુબ કામ કરવું છે મારા બાળકોને પણ ભણાવવા છે. સંસ્થા અમારી સાથે છે અમને સાચો મારગ બતાડે છે એને ધન્યવાદ છે.’
બનાસકાંઠાના દિયોદરમાં મીર વસાહતમાં રહેતાં પોપટભાઈ મીરે ઉપરની વાત જણાવી ત્યારે રાજી થવાયું. રૂ.૩૦,૦૦૦ એટલી મોટી રકમ નથી પણ આવા વંચિત અને વિચરતા પરિવાર માટે આ રકમ લાખો રૂપિયા સામાન છે. હવે આવક વધી છે. બસ આયોજન શીખવવાનું છે અને એ થશે તો આ દરિદ્રતામાંથી ઝટ મુક્તિ મળશે એવી અમને આશા છે.