Patni brothers took interest free loan from VSSM and began selling sweaters by the roadside on Shihori Bazaar |
Our best wishes to them and gratitude to Kutchi Jain Foundation for supporting our efforts. It would have been impossible to reach out to such families in need without their support.
વડાગામમાં રહેતા બાબુભાઈ પટણી અને જગદીશભાઈ પટણીની બનાસના પટને અડીને નાની ખેતી લાયક જમીન. જેની ઉપર તેઓ કામ કરેને જીવન વ્યતીત થાય. પણ બનાસે 2017માં રૃદ્રરૃપ ધારણ કર્યું ને બંનેભાઈઓની ખેતીની જમીન ધોવાઈ ગઈ. જમીનને સરખી કરવાનાય પૈસા ક્યાં હતા. શું કરવું તેની મૂંઝવણ હતી. આપણા કામથી પરિચીત બંને ભાઈઓએ ભેંસ ખરીદવા માટે લોનની માંગણી કરી. ને આપણે બંને ભાઈઓને રુપિયા પચાસ પચાસ હજાર વગર વ્યાજવા આપ્યા. લોનરૃપી રકમ મળ્યા પછી તેમણે એક ભેંસ તત્કાલ ખરીદીને બીજા પૈસા બીજા ધંધામાં નસીબ અજમાવવા બાજુમાં મુક્યા. દેવીપૂજક છીએ પાણીમાંથીએ પૈસા રળનારા આપણા સમાજના ઘણાને આપણે જોયા છે. બસ એક વખત હીંમત ભેગી કરીએ ને આ પસાચ હજારનું શું કરવું તે નક્કી કરીએ તેવું જગદીશભાઈએ ભાવેશભાઈને કહ્યું ને બંનેએ શિયાળો આવતો હોઈ સ્વેટરનો ધંધો કરવાનું નક્કી કર્યું. અમદાવાદથી સ્વેટર ખરીદી તેઓ શિહોરી બજારમાં રોડની બાજુમાં ઢગલો કરીને વેચવા બેઠા. ધંધો ચાલશે કે નહીં તેવી આશંકાઓ હતી પણ આશ્રર્ય વચ્ચે ધંધો ખુબ જ સરસ ચાલ્યો. જગદીશભાઈ શિહોરીમાં ધંધો કરે ને બાબુભાઈએ તેમાંથી જ થોડા સ્વેટર લઈને શિહોરીથી થોડે દુર કંબોઈ ચોકડીપર બેસીને વેપાર શરૃ કર્યો. ધંધો ખુબ સારો ચાલે છે. બંને ભાઈઓએ પચાસ ટકા લોન બે મહિનામાં ભરી દેવાનું આપણને કહ્યું ને તમે પૈસા ના આપ્યા હતો આ ધંધો કરવાની હિંમત જ ના થઈ હોત. તેવી લાગણી વ્યક્ત કરી.
With the support fromVSSM and Kutchi Jain Foundation Jagdishbhai Patni purchased a Buffalo |
No comments:
Post a Comment