202 women receive training on tailoring….
![]() |
| Livelihood Generation Tailoring Training for Nomadic Communities Women by VSSM |
This blog is proving to be a good medium for us to share with you the joys our combined efforts are bringign We shall keep you posted on the progress they make as
![]() |
| A Nomadic Community woman Tejaben after Livelihood Generation Training by VSSM |
વિચરતી જાતિની ૨૦૨ બહેનોને સિલાઈ ની તાલીમ આપવામાં આવી...
અમદાવામાં રહેતી વિચરતા સમુદાયોની ૨૦૨ બહેનોને vssmની મદદથી અટીરા અને સદવિચાર પરિવારના સહયોગથી વિવિધ સ્થળોએ સીવણકામની તાલીમ આપવામાં આવી. આ બહેનોમાંથી ૨૩ બહેનોએ પોતાના ઘરે ઇન્ડસ્ટ્રીયલ ટેલરીંગ મશીન ખરીદવા માટે લોનની માંગણી કરી. આ બધી બહેનોને કાલુપુર બેંક દ્વારા લોન મળે એ માટે એ માટે બેંકમાં વિનંતી કરી અને એમને રૂ.૧૫,૦૦૦ ની લોન બેંક દ્વારા આપવામાં આવી. આ બહેનો કામ મળે એ માટેના પ્રયત્ન કરી રહી છે. ઘણી બહેનોનું કામ ગોઠવાઈ ગયું છે તો કેટલાક પ્રયત્ન કરી રહ્યા છે.
આ બધું કામ પોતાની મેળે ગોઠવાતું જાય છે અમે નિમિત બનતા જઇયે છીએ.. અને બ્લોગના આ માધ્યમથી નિમિતનો આનંદ આપની સાથે વહેચવાનો અમને અવસર મળે છે...
ફોટોમાં અમદાવાદના વિવિધ સ્થળે થયેલી તાલીમમાં સિલાઈ કામ શીખી રહેલી બહેનો અને કાલુપુર બેંકની મદદથી લોન લીધેલા તેજા બહેન

