Showing posts with label StoriesofRevival. Show all posts
Showing posts with label StoriesofRevival. Show all posts

Wednesday, 21 January 2026

Mukeshbhai’s Road to Self-Reliance through VSSM’s Livelihood Initiative

Mittal Patel meets Mukeshbhai in Aliyavada

When hard work and hohttps://www.vssmindia.org/livelihoodnesty come together, success follows.

Mukeshbhai from Aliyavada in Jamnagar proved the saying “God helps those who help themselves” true.

Mukeshbhai used to work as a scrap collector. He wanted to collect more scrap, but he did not have the capital. Through the joint initiative of VSSM and KRSF, he received a loan of ₹20,000. This small amount became a great support for his self-confidence.

It was like the famous lines of poet Narmad:

“Once you take a step forward, do not step back;

Once you take the leap, do not be afraid.”

Stability came into his scrap business. He earned, saved some money, and then developed the desire to start a dry spices business. He took another loan from us and traveled from village to village in a rented rickshaw, worked tirelessly, expanded his business, and saved more money.

To save on rental expenses, he dreamed of owning his own vehicle. Once again, he took a loan, added his life’s savings, and Mukeshbhai became the owner of his own vehicle.

Mukeshbhai repaid all the loans on time and with complete honesty. When a person’s intentions are pure, nature also supports them. With that support, he moved ahead.

We had not imagined such progress in Mukeshbhai’s life. When we went to Aliyavada to see how far the human rights work for all these families had reached, after the meeting Mukeshbhai said, “Sister, I want to show you something,” and he showed us his vehicle, saying that he had reached this point because of the support of the organization.

Seeing and hearing all this made us very happy. We wish Mukeshbhai great success and continued progress.

જ્યારે મહેનત અને પ્રમાણિકતા ભેગા થાય ત્યારે સફળતા મળે

"હિંમતે મર્દા તો મદદે ખુદા" આ કહેવતને જામનગરના અલિયાવાડાના મુકેશભાઈએ સાર્થક કરી બતાવી.

મુકેશભાઈ ભંગાર ભેગો કરવાનું કામ કરતા. ઈચ્છા વધુ ભંગાર ભેગો કરવાની હતી પણ પાસે મૂડી નહોતી. VSSM અને KRSF ની સંયુક્ત પહેલ દ્વારા તેમને ₹20,000 ની લોન મળી. આ નાનકડી રકમ તેમના આત્મવિશ્વાસ માટે મોટું ટેકણ સાબિત થઈ.

કવિ નર્મદની પેલી પંક્તિઓ જેવું થયું, "ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું; ઝંપલાવ્યું તો હવે ના ડરવું, ના ડરવું.

ભંગારના ધંધામાં સ્થિરતા આવી. કમાયા, બચત પણ થઈ હવે સૂકા મસાલાનો વેપાર કરવાની ભાવના થઈ. અમારી પાસેથી બીજી લોન લીધી ને ભાડાની રિક્ષામાં ગામડે-ગામડે ભમ્યા, પરસેવો પાડ્યો, વેપાર વધ્યો ને બચત પણ કરી.

ભાડાના ખર્ચને બચાવવા પોતાનું વાહન લેવાનું સ્વપ્ન જોયું. ફરી લોન લીધી, પોતાની જિંદગીની મૂડી એટલે કે બચત ઉમેરી અને મુકેશભાઈ પોતાની ગાડીના માલિક બન્યા.

મુકેશભાઈએ લીધેલી લોન સમયસર અને પ્રમાણિકપણે ભરપાઈ કરી. જ્યારે માણસની દાનત સાફ હોય, ત્યારે કુદરત પણ સાથ આપે. એ સાથના પ્રતાપે એ આગળ આવ્યા.

મુકેશભાઈના જીવનમાં આ પ્રગતિ થઈ એનો અંદાજ અમને નહોતા. અમે અલિયાવાડામાં આ બધા પરિવારોના માનવ અધિકારના કામો ક્યાં પહોંચ્યા એ જોવા ગયા ત્યાં બેઠક પત્યા પછી મુકેશભાઈએ કહ્યું, "બેન તમને કશું બતાવવું છે" ને એમણે પોતાનું વાહન બતાવી સંસ્થાના પ્રતાપે અહીં પહોંચ્યાનું કહ્યું.

અમે તો આ બધુ જોઈ, સાંભળીને રાજી. મુકેશભાઈ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા

Mukeshbhai bought his own vehicle with the help from VSSM

Mukeshbhai with his own vehicle

Mittal Patel feels happy by seeing and hearing story of
Mukeshbhai



Friday, 19 January 2018

From destruction and despair to rehabilitation and restoration…..

Mittal Patel visits meets devipujak families at Patniodha
Devastation was all one could see as far as the sight stretched. And Patniodha, a small hamlet of Khariya village was not spared. The domesticated animals that were ties to the poles drowned to death, the vast expanses of farm land were all dredged with sand rendering them absolutely useless. The pain and cries were all you could here. The region seemed like reeling under some curse. 

VSSM initated relief and rehabilitation efforts in the region and visits to Patniodha became quite frequent.  The Devipujak families were helped to re-establish their livelihoods. The interest fee loans provided to them by VSSM were utilized to buy buffalo. The milk was sold to the local dairy while they worked to repair their land.

Mittal Patel enjoying her tea at devipujak settlement
 “Ben, we have bought the buffaloes, come and have a cup of tea with us,” the invites kept pouring in whenever I was in Patniodha. Gradually, the families were inching towards normalcy. They had repaired their land and were framing again. The cattle helped supplementing their income. “if you hadn’t helped it would have been very difficult to start afresh!!” most of them would tell me.  

The interest free loans provided to these families by VSSM
were utilized to buy buffalo
 On the hind side, who are we to rebuild their lives? Nature takes its own course. If it destructs it does restore. It was you all, our guardian angels and well-wishers who chose to stand besides VSSM during such exceptional times of need. Look at the way the communities are smiling now! The priceless joy we get to experience every single day. All thanks to you.

 Apparently, a lot of families have lost their homes and with their economic condition it is next to impossible for them to rebuild their houses. They need our goodwill and support. We have decided to extend support of Rs. 50,000/- to each family and help them reconstruct their houses. We are sure our friends and well-wishers will choose to stand by us once again.

The interest free loans provided to these families by VSSM
utilized to buy buffalo
Well, a saucer full of tea was mandatory when the invites are so warm and overwhelming!! Of course, we had to meet and say hello to the buffaloes as well 

પટણીઓઢા #ખારિયા ગામનું પરુ. 2017માં આવેલા પુરે આ ગામનું ધનોતપનોત કાઢી નાખેલું. ખીલે બંધાયેલા ઢોર એમ જ પાણીમાં ગુગળાઈને મૃત્યુ પામેલા. ખેતીની જમીન પર રેત પથરાઈ ગયેલી. ચારેબાજુ નવરી રોક્કડ. જાણે આખો વિસ્તાર શાપીત. 

પટણીઓઢા એ પછી તો વારંવાર જવાનું થયું. પુર પ્રભાવીત દેવીપૂજકોને બેઠા કરવા વગર વ્યાજે લોન આપીને એ લોકો ભેંસો લાવ્યા. ભેંસનું #દુધ #ડેરીમાં ભરાવી આવક રળતા થયા. 

‘બેન ભેંસ લાય ઈના દૂધની ચા પીવા આવજો.’ એવું આમંત્રણ પણ આપેલુંને આજે ત્યાં જવાનું થયું. કુદરતની થપાટ ઝીલી આ પરિવારો ફેર બેઠા થયા. ખેતી ફેર લહેરાતી થઈ ગઈ. ઘરના આંગણે ફેર #ઢોર બંધાયા. ‘તમે મદદ ના કરી આલી હોત તો ઓમ ઝટ બેઠા ના થવાત’ એવી લાગણી સૌએ વ્યકત કરી. 

જો કે બેઠા કરવાવાળા અમે કોણ? કુદરત પોતે જ દરેક જીવની દરકાર કરે ને એટલે જ VSSM સાથે સંકળાયેલા સૌ શુભચિંતકો આવા #અસરગ્રસ્તોની પડખે ઊભા રહ્યા ને આમ જુઓ આજે એમના મોંઢા પર સરસ હાસ્ય છે...

આભાર મદદરૃપ થનાર સૌનો...

જો કે ઘણા પરિવારોના ઘરો પડી ભાંગ્યા છે. તેમની #આર્થિક હાલત ઘર ફેર બાંધી શકવાની નથી. બસ તેમને મદદરૃપ થવાનું છે. એક પરિવારને રૃા.50,000ની આર્થિક સહાય ઘર બાંધકામમાં કરીશું. સમાજ મદદ કરશે તેવી આશા પણ છે.

ચા તો પીવાની જ હતી ને લીધેલી ભેંસો પણ આ પરિવારોએ હોંશથી બતાવી તે અમે તમનેય બતાવીએ...

#BanaskanthaFlood #Kharia #PataniOdha #DEvipoojak #MittalPatel #VSSM #NomadicTribes #DNT #Flood #RevivingafterFloods, #StoriesofRevival #FloodRehabilitation #NomadsOfIndia #GujaratFlood #મિત્તલપટેલ #વિચરતીજાતિ