Saturday 19 December 2015

The nomadic families receive loans from The Kalupur Commercial Co-operative Bank..

Shri. Navneetbhai Patel addressing a gathering
of women who had come to receive loan cheques
The Swavalamban or the interest free loan initiative by VSSM  aims to give a dignified living to the nomadic communities. The program supports the nomadic families start new small sized ventures thus, making a shift from manual labour and bonded jobs they do  or expand the traditional business/trade they practice. The program with loans amounting to more than Rs. 65 lakhs has supported 432 nomadic individuals  so far. The demand for funds is much much more and VSSM with its limited funds cannot meet all the need. VSSM appealed Kalupur Commercial Cooperative Bank to support such families by extending them loans. The appeal was well received by the decision makers of the bank. Respected Shri. Ambubhai Patel, Shri. Navneetbhai Patel, Shri Dineshbhai Amin and others whole heartedly accepted the proposal. The Kalupur Bank has provided support to 225 families in the past 6 months.

Last year to mark the completion of 46 years of its foundation,  the bank sanctioned loans to 46 women from nomadic families. The loans were to facilitate them start their own businesses. The nomadic families who have been using the services of Kalupur Bank feel an ownership towards it, the compassionate staff of the bank is ever helpful to aid the illiterate nomads with their banking transactions.

Marwadi Devipujak woman receiving her cheque...
VSSM is trying very hard to inculcate amongst these nomads a habit of regular savings, open bank accounts and deposit their savings in the bank. The team members of VSSM Ilaben Bajaniya, Madhuben Bajaniyaa and Chayaben Patel have played an important role in  linking  these families with the bank. It is our honour to have such hard working and dedicated team working with these vulnerable communities.

વિચરતી જાતિના લોકો સ્વમાનભેર જિંદગી જીવે એ માટે vssm હંમેશા પ્રયત્નશીલ છે. vssm દ્વારા વિચરતા પરિવારોને નવા વ્યવસાય અથવા જે વ્યવસાય થકી એ લોકો નભે છે એ વ્યવસાયને વિસ્તારવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે અત્યાર સુધી ૪૩૨ લોકોને vssmએ ૬૫ લાખ કરતાં વધુ રકમનું ધિરાણ આપ્યું છે. પરંતુ, લોકોની જરૂરિયાત ઘણી છે. આવામાં vssmની આર્થિક મર્યાદા આવી જાય છે એટલે વ્યવસાય માટે લોન માટે કાલુપુર બેન્કને પણ vssm દ્વારા અપીલ કરવામાં આવી. બેંક સાથે સંકળાયેલા હોદ્દેદારો આદરણીય શ્રી અંબુભાઈ પટેલ શ્રી નવનીતભાઈ પટેલ, શ્રી  દિનેશભાઈ અમીન વગેરે દ્વારા આ અપીલને વધાવવામાં આવી અને ૨૨૫ પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે છેલ્લા ૬ મહિનામાં લોન આપવામાં આવી.
કાલુપુર બેન્કની સ્થાપનને ૪૬ વર્ષ પૂર્ણ થયા આ નિમિતે ૪૬ વિચરતી જાતિની બહેનોને સ્વતંત્ર વ્યવસાય અર્થે લોન આપવામાં આવી. કાલુપુર બેંક વિચરતા પરિવારોને પોતાની બેંક લાગવા માંડી છે. બેન્કના કર્મચારીઓ પણ લખતા વાંચતા ના આવડતા આ પરિવારોને પૈસા ઉપાડવાથી લઈને ભરવામાં ખુબ મદદ કરે છે. વધારે ને વધારે પરિવારો પગભર થાય બેંકમાં બચત કરતાં થાય એવું અમે ઇચ્છીએ છીએ અને એ માટે vssmની ટીમ પ્રયત્નશીલ છે. અમદાવાદમાં vssmના કાર્યકર ઇલાબહેન બજાણિયા, મધુબહેન બજાણિયા અને છાયા બહેન પટેલ વિચરતા પરિવારોને બેંક સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આવા કાર્યકરો અમારી પાસે છે એનો અમને ગર્વ છે.
ફોટોમાં કાલુપુર બેન્કના ચેરમેન શ્રી નવનીતભાઈ પટેલ લોનના ચેક લેવા આવેલી બહેનોને સંબોધતા અને ચેક લઇ રહેલાં મારવાડી દેવીપૂજક બહેન.

વિચરતી જાતિના લોકો સ્વમાનભેર જિંદગી જીવે એ માટે vssm હંમેશા પ્રયત્નશીલ છે. vssm દ્વારા વિચરતા પરિવારોને નવા વ્યવસાય અથવા જે વ્યવસાય થકી એ લોકો નભે છે એ વ્યવસાયને વિસ્તારવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે અત્યાર સુધી ૪૩૨ લોકોને vssmએ ૬૫ લાખ કરતાં વધુ રકમનું ધિરાણ આપ્યું છે. પરંતુ, લોકોની જરૂરિયાત ઘણી છે. આવામાં

vssmની આર્થિક મર્યાદા આવી જાય છે એટલે વ્યવસાય માટે લોન માટે કાલુપુર બેન્કને પણ vssm દ્વારા અપીલ કરવામાં આવી. બેંક સાથે સંકળાયેલા હોદ્દેદારો આદરણીય શ્રી અંબુભાઈ પટેલ શ્રી નવનીતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અમીન વગેરે દ્વારા આ અપીલને વધાવવામાં આવી અને ૨૨૫ પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે છેલ્લા ૬ મહિનામાં લોન આપવામાં આવી.