Shri. Navneetbhai Patel addressing a gathering of women who had come to receive loan cheques |
Last year to mark the completion of 46 years of its foundation, the bank sanctioned loans to 46 women from nomadic families. The loans were to facilitate them start their own businesses. The nomadic families who have been using the services of Kalupur Bank feel an ownership towards it, the compassionate staff of the bank is ever helpful to aid the illiterate nomads with their banking transactions.
Marwadi Devipujak woman receiving her cheque... |
વિચરતી જાતિના લોકો સ્વમાનભેર જિંદગી જીવે એ માટે vssm હંમેશા પ્રયત્નશીલ છે. vssm દ્વારા વિચરતા પરિવારોને નવા વ્યવસાય અથવા જે વ્યવસાય થકી એ લોકો નભે છે એ વ્યવસાયને વિસ્તારવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે અત્યાર સુધી ૪૩૨ લોકોને vssmએ ૬૫ લાખ કરતાં વધુ રકમનું ધિરાણ આપ્યું છે. પરંતુ, લોકોની જરૂરિયાત ઘણી છે. આવામાં vssmની આર્થિક મર્યાદા આવી જાય છે એટલે વ્યવસાય માટે લોન માટે કાલુપુર બેન્કને પણ vssm દ્વારા અપીલ કરવામાં આવી. બેંક સાથે સંકળાયેલા હોદ્દેદારો આદરણીય શ્રી અંબુભાઈ પટેલ શ્રી નવનીતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અમીન વગેરે દ્વારા આ અપીલને વધાવવામાં આવી અને ૨૨૫ પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે છેલ્લા ૬ મહિનામાં લોન આપવામાં આવી.
કાલુપુર બેન્કની સ્થાપનને ૪૬ વર્ષ પૂર્ણ થયા આ નિમિતે ૪૬ વિચરતી જાતિની બહેનોને સ્વતંત્ર વ્યવસાય અર્થે લોન આપવામાં આવી. કાલુપુર બેંક વિચરતા પરિવારોને પોતાની બેંક લાગવા માંડી છે. બેન્કના કર્મચારીઓ પણ લખતા વાંચતા ના આવડતા આ પરિવારોને પૈસા ઉપાડવાથી લઈને ભરવામાં ખુબ મદદ કરે છે. વધારે ને વધારે પરિવારો પગભર થાય બેંકમાં બચત કરતાં થાય એવું અમે ઇચ્છીએ છીએ અને એ માટે vssmની ટીમ પ્રયત્નશીલ છે. અમદાવાદમાં vssmના કાર્યકર ઇલાબહેન બજાણિયા, મધુબહેન બજાણિયા અને છાયા બહેન પટેલ વિચરતા પરિવારોને બેંક સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આવા કાર્યકરો અમારી પાસે છે એનો અમને ગર્વ છે.
ફોટોમાં કાલુપુર બેન્કના ચેરમેન શ્રી નવનીતભાઈ પટેલ લોનના ચેક લેવા આવેલી બહેનોને સંબોધતા અને ચેક લઇ રહેલાં મારવાડી દેવીપૂજક બહેન.
વિચરતી જાતિના લોકો સ્વમાનભેર જિંદગી જીવે એ માટે vssm હંમેશા પ્રયત્નશીલ છે. vssm દ્વારા વિચરતા પરિવારોને નવા વ્યવસાય અથવા જે વ્યવસાય થકી એ લોકો નભે છે એ વ્યવસાયને વિસ્તારવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે અત્યાર સુધી ૪૩૨ લોકોને vssmએ ૬૫ લાખ કરતાં વધુ રકમનું ધિરાણ આપ્યું છે. પરંતુ, લોકોની જરૂરિયાત ઘણી છે. આવામાં
vssmની આર્થિક મર્યાદા આવી જાય છે એટલે વ્યવસાય માટે લોન માટે કાલુપુર બેન્કને પણ vssm દ્વારા અપીલ કરવામાં આવી. બેંક સાથે સંકળાયેલા હોદ્દેદારો આદરણીય શ્રી અંબુભાઈ પટેલ શ્રી નવનીતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અમીન વગેરે દ્વારા આ અપીલને વધાવવામાં આવી અને ૨૨૫ પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે છેલ્લા ૬ મહિનામાં લોન આપવામાં આવી.
કાલુપુર બેન્કની સ્થાપનને ૪૬ વર્ષ પૂર્ણ થયા આ નિમિતે ૪૬ વિચરતી જાતિની બહેનોને સ્વતંત્ર વ્યવસાય અર્થે લોન આપવામાં આવી. કાલુપુર બેંક વિચરતા પરિવારોને પોતાની બેંક લાગવા માંડી છે. બેન્કના કર્મચારીઓ પણ લખતા વાંચતા ના આવડતા આ પરિવારોને પૈસા ઉપાડવાથી લઈને ભરવામાં ખુબ મદદ કરે છે. વધારે ને વધારે પરિવારો પગભર થાય બેંકમાં બચત કરતાં થાય એવું અમે ઇચ્છીએ છીએ અને એ માટે vssmની ટીમ પ્રયત્નશીલ છે. અમદાવાદમાં vssmના કાર્યકર ઇલાબહેન બજાણિયા, મધુબહેન બજાણિયા અને છાયા બહેન પટેલ વિચરતા પરિવારોને બેંક સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આવા કાર્યકરો અમારી પાસે છે એનો અમને ગર્વ છે.
ફોટોમાં કાલુપુર બેન્કના ચેરમેન શ્રી નવનીતભાઈ પટેલ લોનના ચેક લેવા આવેલી બહેનોને સંબોધતા અને ચેક લઇ રહેલાં મારવાડી દેવીપૂજક બહેન.
No comments:
Post a Comment