Mittal Patel meets Ganpatbhai at his cosmetic kiosk |
There is no magic recipe for success. Learning from failure & working harder is definitely one sure way to be successful.
Got a chance to meet Shri Ganpatbhai. He & his family stay in a house made of mud. They just about manage to survive with Ganpatbhai's limited earnings. He sells trivial cosmetic items like buckles, bangles etc. He does desire to grow his business but doesn't have funds to do that. If he takes a personal loan, he can expand but on such loans the interest is quite heavy. Moreover in case there is a difficulty in repayment there is a lot of pressure & harassment. He therefore avoids taking such loans.
He stays in Dungrasan village in Banaskantha. He stays in the Bajaniya community. Some of his relatives had taken loans from VSSM after getting in touch with our associate Shri Ishwarbhai. They did quite well in growing their business & earning more money. Moreover, the loan is given without much hassle. Seeing this, Ganpatbhai also applied for a loan of Rs 20,000/-. We granted the loan, he bought more goods to sell & succeeded in increasing his business. He used to travel walking everywhere. From the increased business he bought a second hand scooter Activa & travelled greater distances & earned still more.
Ganpatbhai had a plot of his own but had no money to build the house on it. We helped him to apply for a government grant. He will soon get the funds from the government.
Ganpatbhai says that ever since he received funds from VSSM, his life is happier & more comfortable.
VSSM & Vimukt Foundation has so far helped 6800 such individuals with loans & improve their lives.
Our well wishers help us in this endeavor but Shri Pratulbhai founder of Dr K R Shroff Foundation has given us a significant donation for this cause for which I am especially thankful to him.
Also wish all who have taken loans to prosper & improve their lives.
સફળતા પ્રાપ્ત કરવાનો કોઈ જાદુઈ મંત્ર નથી. પણ નિષ્ફળતામાંથી શીખી અને વધુ મહેનત કરીને તે મેળવી શકાય છે.
હમણાં ગણપતભાઈને મળવાનું થયું. ગાર માટીમાંથી બનાવેલા ઘરમાં એ રહે. નાનકડો પરિવાર હખે ડખે પોતાનું ગાડુ ગબડાવે રાખે. ગણપતભાઈ બોરિયા બકલ, બંગડી ટૂંકમાં મર્યાદીત શૃંગાર પ્રસાધનો વેચી જીવન જીવે. હોંશ વધારે સામાન લાવી ધંધો મોટો કરવાની ખરી પણ એ માટે પાસે પૈસા નહીં.
ડાયરી કરાવે તો પૈસા મળે પણ એ ડાયરીવાળા તોડી નાખે એટલું વ્યાજ લે. ક્યારેક પૈસા ન ભરાય તો હેરાનગતિ પણ ઘણી કરે. એટલે ગણપતભાઈ એમાં પડે નહીં.
બનાસકાંઠાના ડુંગરાસણમાં એમનું ઘર. બજાણિયા વાસમાં એ રહે. ત્યાં એમના કુંટુબીજનોમાંથી કેટલાકે VSSM ના કાર્યકર ઈશ્વરભાઈ પાસેથી પોતાનો ધંધો વધારવા લોન લીધેલી. આ પરિવારોની પ્રગતિ એમણે જોઈ. વળી કોઈ માથાકૂટ વગર લોન મળે એમને એ ગમ્યું ને એમણે 20,000ની લોન આપવા કહ્યું.
અમે લોન આપી. ધંધામાં એમણે સામાન વધાર્યો. નફો વધ્યો. એ પગે ચાલીને ફેરી કરતા. વાહન લાવવાની હોંશ હતી પણ પૈસા નહોતા. અમે લોન આપી એમાંથી વકરો થયો એમાંથી એ જુનામાંથી એક્ટીવા લાવ્યા. હવે એ વધારે દૂર સુધી ધંધો કરવા જાય છે.
એમની પાસે પોતાનો પ્લોટ હતો પણ મકાન બાંધવા પૈસા નહોતા. સરકારમાંથી સહાય મળે તે માટે મદદરૃપ થવાનું તો અમે કરીયે જ. ઈશ્વરભાઈએ એ માટે ફોર્મ ભરી આપ્યું. મકાન સહાય પણ ઝટ મળી જશે.
ગણપતભાઈ કહે, 'બેન સંસ્થાના પૈસા આવ્યા ત્યારથી મારે હારામાં હારુ છે. બરકત વધી છે.'
VSSM અને વિમુક્ત ફાઉન્ડેશનની મદદથી અમે અત્યાર સુધી 6800 થી વધુ પરિવારોને લોન આપી છે. આ લોન લઈને સૌ બે પાાંદડે થયા છે.
આ કાર્યમાં ઘણા પ્રિયજનો મદદ કરે પણ ડો.કે આર શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય શ્રી પ્રતુલભાઈની લાગણી ઘણી. એમણે આ કાર્યમાં મોટી રકમની મદદ કરી એ માટે આભારી છું.
લોન લઈને ધંધો કરનાર તમામ પરિવારો સુખી થાય તેવી શુભભાવના પણ વ્યક્ત કરુ...
#MittalPatel #vssm #livelyhood #loanservices #smallbusinessbigdreams #smallbusinessownerlife #CriticalCondition
Ganpatbhai took interest free loan from VSSM to extend his buisness |
Ganpatbhai with his family stays in Dungarasan village |
Mittal Patel meets Ganpatbhai |
Ganpatbhai took interest free loan to extend his buisness |
Ganpatbhai sells trivial cosmetic items like buckles, bangles etc |
No comments:
Post a Comment