.jpg)
We are grateful to our good samaritans respected Shri. Rameshbhai Kacholia and Shri Gorishbhai Shredalal without whose support it wouldn’t have been possible to extend support to these numerous individuals earn their living and dignity. The support they provided has enabled us to help 115 families pull out from the cycle of poverty and migration..
બે વ્યવસાયમાં સુરેશ નિષ્ફળ ગયો હતો, નવા વ્યવસાયમાં પણ નિષ્ફળ થઈ શકે પણ એના પિતાને એનામાં ભરોષો હતો...
સુરેશભાઈ રાવળ દિયોદરમાં રહે. શિક્ષણ ખાસ નહિ. પિતા ખેતીકામ કરે. સુરેશને એમાં બહુ રસ ના પડે. બે ત્રણ વ્યવસાય કરી જોયા પણ સફળતા ના મળી.. પિતા સોમાભાઈ પણ સુરેશ ઝડપથી કામે વળગે એ માટે શક્ય તજવીજ કરે પણ સુરેશનું ક્યાંય મન જ ના બેસે. આપણે આ બધા પરિવારો સાથે સંકળાયેલા ખુબ નજીકથી આ પરિવારો સાથે કામ કરવાનું થાય એટલે એમની મૂંઝવણ પણ જાણવા મળે. સુરેશ માટે આપણે વૈકલ્પિક તાલીમની વાત કરી પણ એ કરવા સુરેશ તૈયાર નહિ... ખુબ વિચાર પછી સુરેશે જાતે જ ફ્રુટની લારી કરવાની વાત કરી. vssmની લોન લઈને એણે લારી કરી. અગાઉના બે વ્યવસાયમાં એ નિષ્ફળ ગયો હતો, આમાં પણ નિષ્ફળ થઈ શકે. પણ એના પિતાને એની ઉપર ભરોષો હતો.. અને એ ભરોષો સુરેશે જાળવ્યો.. સારું કમાઈ રહ્યો છે અને પોતે જ લોનના હપ્તા નિયમિતપણે ભરે છે... ધીમે ધીમે સૌ થાળે પડતા જાય છે... જેનો અમને સૌને આનંદ છે. આદરણીય શ્રી રમેશભાઈ ક્ચોલિયા અને શ્રી ગોરીશભાઈ શેરદલાલની મદદ વગર લોનનો આ કાર્યક્રમ કરવો શક્ય નહોતો.. આજે એમની આ મદદથી ૧૧૫ જેટલા પરિવારોને આપણે પગભર કરવામાં નિમિત બન્યા છીએ.. બંને સ્વજનોનો આભાર વ્યક્ત કરું છું.
ફ્રુટની લારી સાથે સુરેશ..
No comments:
Post a Comment