

Fakirbhai no longer works as a boundary guard instead, he ferries sand, manure, grains, fuel wood to the farms. His son Haji also helps him with his work. The earnings are good and life is gradually changing for better…
Fakirbhai has become an inspiration to other families in his Danga, they too are looking for alternates and we are sure with the determination they have change isn’t very far…….
In the picture Haji with the camel cart...
‘ડફેર સમાજે ગુનાહિત ભૂતકાળમાંથી બહાર નીકળવાનો નિર્ધાર કરી લીધો છે’
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દાણાવાડાગામમાં ફકીરભાઈ ડફેર અને એમનો પરિવાર સીમરખોપું કરીને રોજીરોટી મેળવે. વર્ષોથી ડફેર પરિવારો ગામમાં રહે અને સીમરખોપું કરે. કોઈ ગુનામાં એમના નામ નહિ. ના કોઈ સાથે વિવાદ.. છતાં પોલીસનો ભય એમને હંમેશાં રહ્યા કરે. ક્યારેક તો પોલીસ આવીને ‘હથિયાર રાખો છો એમ કહીને ડંગામાંથી કોઈ પુરુષ હાથમાં આવે તો એને લઈ જાય.’ આ સમયે ગામના સરપંચ અને બીજા આગેવાનો સાથે પોલીસ સ્ટેશન જવાનું અને હથિયાર નથી એ સાબિત કરવાનું. આવી માથાકૂટ અવારનવાર થયા જ કરે. પોલીસનો એટલો બધો ભય આ પરિવારો અનુભવે... કંટાળેલા આ પરિવારો તો આ બધામાંથી છૂટવા ક્યારનાય પ્રયન્ત કરે. પણ શિક્ષણ છે નહિ અને બીજા વ્યવસાયની આવડત નથી. આવામાં શું કરવું એ સૌથી મોટો પ્રશ્ન. પણ ફકીરભાઈએ આ બધામાંથી બહાર નીકળવાનો નિર્ધાર કરી દીધેલો એમણે જૂની ઊંટલારી ખરીદી. પણ થોડા સમયમાં ખ્યાલ આવ્યો કે, આમાં કંઈ ધંધો થઇ શકે નહિ. લારીને મરમ્મતની જરૂર હતી. કોણ મદદ કરે? પાસે બચત પણ નહિ. vssmના કાર્યકર હર્ષદને આ બાબતનો ખ્યાલ આવતાં ફકીરભાઈને રૂ.૧૦,૦૦૦ ની લોન vssmમાંથી આપવાં ભલામણ કરી. લોન મળી અને લારી સરખી થઇ ગઈ.
ફકીરભાઈએ સીમ રખોપું બંધ કરી દીધું. ખેડૂતોના ખેતરમાં ખાતર ભરવાનું, માટી ભરવાનું, અનાજ લાવવાનું, લાકડાં ભરવાનું વગેરે જેવા કામો ફકીરભાઈ અને એમનો દીકરો હાજી કરે છે. સારું કમાય છે. હવે જીવન બદલાયું છે.
ફકીરભાઈના ડંગામાં રહેતાં અન્ય પરિવારો પણ પોતાની રીતે નાના નાના વ્યવસાય માટે વિચારી રહ્યા છે.. ડફેર સમાજે ગુનાહિત ભૂતકાળમાંથી બહાર નીકળવાનો નિર્ધાર કરી લીધો છે... હા વિકલ્પો શોધી રહ્યા છે પણ બધું ગોઠવાશે એ નક્કી છે..
ફોટોમાં હાજી એની ઊંટલારી સાથે....
No comments:
Post a Comment