VSSM has been working in Vadia since 2006. The activities of VSSM in this village influence social, economical, education aspects of the families here. A lot of families have pledged to stop sending the daughters in their families into prostitution. VSSM is striving to pull these families out of the traps of the pimps, it supports families and youth willing to start up their own business so that the women in their families can live a dignified life.
The picture below is of young man who has set up his own kiosk with the funds provided by VSSM.
ગુજરાતીમાં અનુવાદ..
‘બનાસકાંઠાના વાડિયાગામના સરાણીયા પરિવારો પોતાની બહેન દીકરીઓ પાસે દેહવ્યાપાર કરાવે છે’ આ લખાણ સાથે વાડિયાની કેટલીયે વાર્તાઓ અત્યાર સુધી વિવિધ માધ્યમોમાં છપાઈ ગઈ છે. જોકે આ હકીકત પણ હતી. (અલબત આજે પણ કેટલાક પરિવારોમાં આજ સ્થિતિમાં જીવે છે) આર્થિક મુશ્કેલી અને રોજગારના વિકલ્પો ના શોધી શકવાના કારણે આ ગામમાં વસતા પરિવારોની દીકરીઓએ આજથી ૬૦ કે ૬૫ વર્ષ પહેલાં દેહવ્યાપાર અપનાવેલો. પણ પછીતો દલાલોને આ લોહીના વ્યાપારમાં પૈસા દેખાતા એ સક્રિય થયા અને કોઈ પરિવારની ઈચ્છા પોતાની દીકરીને આ દોઝખભરી જિદગીમાં ધકેલવાની ના હોય તો પણ એનકેન પ્રકારે ફરજ પાડવામાં આવે. જેમકે જરૂરિયાતના સમયે પૈસા આપે અને એ પૈસાનું તગડું વ્યાજ ગણે. આ વ્યાજ સહિતની રકમ ત્યાં સુધી માંગવામાં ના આવે જ્યાં સુધી આ પરિવારની દીકરી ૧૦ કે ૧૨ વર્ષની ન થાય અને દીકરીની ઉમંર ૧૦ – ૧૨ ની થાય એટલે એ પરિવારનું જીવવું હરામ કરી નાખે. છેવટે એ પરિવારને પોતાની લાડલી દીકરીને આ વ્યવસાયમાં મુકવાની ફરજ પડે. આ પરિવારોથી આસપાસના ગામલોકો પણ આભડછેટ રાખતા હોય એટલે ક્યારેય મદદમાં ના આવે. (જોકે હવે વાડિયાગામની આસપાસના ગામલોકો આ પરિવારોને મદદરૂપ થઇ રહ્યા છે.)
૨૦૦૬ થી આપણે આ ગામમાં કામ શરુ કરું છે. ગામના વિકાસની સાથે જે પરિવારો દલાલોની ચુંગાલમાંથી નીકળવા ઈચ્છતા હોય તેમને આપણે આવકના સાધનો ઉભા કરવામાં મદદરૂપ થઇ રહ્યા છીએ. ગામના પુરુષો પહેલાં કામ કરવાનું ટાળતા આજે એ vssm પાસેથી લોન લઈને એમને ગમે અને ફાવે તેવા વ્યવસાય કરી રહ્યા છે અને પોતાના પરિવારની દીકરીઓને સમાજમાં માન સન્માન મળે એ માટે પ્રયત્ન કરે છે. નીચે ફોટોમાં આવા જ એક યુવાને vssmની મદદથી ગામમાં ગલ્લો કર્યો છે અને એમાંથી સારું કમાઈ રહ્યો છે...
No comments:
Post a Comment