Decades ago the Salat or the Salatghera as they were popularly called, was the nomadic community involved in making and up keeping of manual floor mills. However, as the manual floor mills became obsolete the Salat community also lost its livelihood. As it always happens with the nomadic communities with loss of traditional livelihood practices and no other skill they end up doing menial lob our jobs. So did the Salats. Of late a lot of these families are now into trading of bed spreads and other similar kind of stuff.
The youth from the Salat families staying in Vijapur purchase material from wholesale cloth merchants in Vijapur. However with limited on hand cash reserves they are unable to buy in bulk or negotiate with the merchants. One such Amlabhai from Vijapur requested a loan from VSSM.
‘What do you plan to do with the loan, how do you plan to repay it, what if you fail to repay?’ inquired Tohidbhai one of our senior team members, as he normally would do with individuals who ask for loan.
The questions seemed to have hurt Amlabhai’s pride as he stopped Tohidbhai midway.
‘Tohidbhai, their is a custom in our community, a sort of unwritten dictate, if a Salat borrows money from somebody he/she has to repay the amount at any cost, we cannot declare bankruptcy, if we do so our community outcastes us. Hence you remain assured the money is not going anywhere, my father still works as a bondage labour in Himmatnagar as he has not been able to pay off his debt,’ interrupted Amlabhai.
The Salats of Vijapur have acquired Voter ID cards, BPL ration cards and applied for residential plots with VSSM’s support. Livelihood is one remaining aspect that needs our intervention. Tohidbhai and Salat youth have worked out a plan wherein the youth does not have to depend on local merchants, instead buy in bulk and sell the stuff collectively. Amlabhai bought good like bedsheets, rugs, cushions etc from the his savings and VSSM support of Rs, 20,000. Amlabhai has reasonable skills to sell such products and the group was able to sell all their purchase within couple of days.
'How is this possible, how can you sell so much stuff so soon??’ asked a puzzled Tohidbhai.
‘Come along, will show you how!!’ replied Amlabhai
He made Tohidbhai wait outside a lane, put five bedsheets on his shoulder (as seen in the picture) took a round and came back selling four bedsheets in 45 minutes.
‘Diwali is just round the corner, a good time for such brisk sales, Tohidbhai,’ he said.
‘What is the profit you earned?’ inquired Tohidbhai.
‘Rs. 400…’ Amlabhai replied.
‘ We are sure that the business will be good, we have been able to save enough from the sales we did in last few days. The merchant we buy from gets his stuff from Paniput. He gets one bed sheet in 140-150, sells to us in Rs. 200. If we buy the goods directly from the merchant in Paniput we would be able to make good profit. He will not trust us so we want you to speak to the merchant on our behalf, Tohidbhai. We have also brought the number of the merchant’ conveyed Amlabhai.
Tohid spoke to the merchant, briefed him about the organisation and the community interested in buying his stuff, the merchant invited everyone to visit his factory and assured to give goods on credit. After Diwali Amlabhai along with other youngsters from the community intent to go to Pune where business is good for such products. There is a good potential for this business and we would be able to provide employment to many in this business… I have to do well and free my father from bondage…… he said in a lighter mood.
અમે નાદારી ના નોંધાવી શકીએ!
વિજાપુરના અમલાભાઈએ vssm પાસેથી લોન માંગી. તોહીદ એમને લોન લઈને શું કામ કરવાના છો?, હપ્તા કેવી રીતે આપશો? હપ્તો ના ભરાય તો શું? વગેરે માહિતી પૂછી રહ્યો હતો ત્યારે અમલાભાઈએ તોહીદને વચમાં જ રોકીને કહ્યું, “તોહીદભાઈ અમારાં સમાજનો એક રીવાજ છે કે, કોઈ પણ વ્યક્તિ પાસેથી સલાટ ઉધાર પૈસા લે તો એ સલાટે એ પૈસા કોઈ પણ હિસાબે પરત ભરવા જ પડે અમે નાદારી ના નોંધાવી શકીએ! નાદારીની વાત કરીયે ને તો પણ અમને અમારી નાતપંચાયત નાત(સમાજ) બહાર મુકે.. એટલે સંસ્થાના પૈસા ક્યાંય નહિ જાય. ચિંતા ના કરો. મારો બાપ હિંમતનગરના એક વેપારીને ત્યાં આજે પણ ગીરો છે. પૈસા લીધા હતા પણ પાછા ના આપી શક્યો એટલે એ વેપારીને ત્યાં જ રહીને કામ કરવાનું. જયારે એનું દેવું ચૂકતે થઇ જશે એટલે એ પાછો આવી જશે..”
સલાટ સમુદાયનો વ્યવસાય ઘંટી ટાંકવાનો અને વેચવો પણ હવે ઘંટીની જરૂરિયાત જ નથી રહી. એટલે સલાટ સમુદાયના લોકો નાની મોટી મજૂરી કરવાં લાગ્યા છે. વિજાપુરમાં રહેતાં સલાટ પરિવારના યુવાનો વિજાપુરના કપડાંના વેપારી પાસેથી ચાદરો લાવીને વેચે. પણ આર્થિક સ્થિતિ સારી નહિ એટલે વધારે સમાન લાવીને વેચવાનું એમનાથી થાય નહિ. વળી વેપાર કરવાની ક્ષમતા બધાની ખરી પણ હાથ પર પૈસા નહી એટલે વેપારીઓ જે સામાન આપે એ લઈને જ વેપાર કરવો પડે.
vssmની મદદથી આ પરિવારોને મતદારકાર્ડ, BPL રેશનકાર્ડ મળ્યા છે અને રહેણાંક અર્થે પ્લોટ માટેની દરખાસ્ત પણ થઇ છે. હવે પ્રશ્ન રોજગારીનો છે. વસાહતના તમામ યુવાનો પોતે વેપાર કરે તેવું આયોજન કરવાનું હતું. જે માટેની શરૂઆત અમલાભાઈથી કરવાની હતી. સલાટ યુવાનોને કોઈ સ્થાનિક વેપારી પર આધારિત ના રહેવું પડે અને વધારે સામાન લાવી વસાહતના તમામ યુવાનો વેચે એવું નકકર આયોજન vssmના યુવાન કાર્યકર તોહીદ સાથે સલાટ યુવાનોએ કર્યું. ચાદર, ગાલીચા, વેચવાની સારી ફાવટ ધરાવતાં અમલાભાઈએ પોતાની નાની બચત અને vssm પાસેથી લોન રૂપે રૂ.૨૦,૦૦૦ લીધા અને અમદાવાદથી ચાદરો ખરીદી. આ સામાન અમલાભાઈ અને અન્ય યુવાનોએ મળીને ખુબ ઝડપથી વેચ્યો. આટલાં ઝડપથી સમાન વેચાય? એવું તોહીદને માનવામાં ના આવ્યું એટલે નીચે ફોટોમાં દેખાય છે એમ અમલાભાઈએ પાંચ ચાદર ખભે નાખી અને તોહીદને એક સોસાયટી બહાર ઉભા રહેવા કહ્યું. લગભગ પોણા કલાકમાં અમલાભાઈ પાંચમાંથી ચાર ચાદર વેચીને આવી ગયા. એમણે કહ્યું,
‘દિવાળી છે અત્યારે સીઝન કહેવાય આટલું તો વેચાઈ જ જાય..’
‘કેટલાનો નફો થયો?’
‘રૂ.૪૦૦ નો.’
‘અમે સારો વેપાર કરી શકીએ છીએ પણ અમારી પાસે સામન લાવવાના વધારે પૈસા નથી હોતા. સંસ્થાએ આપેલી લોન અને મારી બચતમાંથી અમે પ્રમાણમાં સારો વેપાર કરી શક્યા છીએ. હું અમદાવાદથી જે વેપારી પાસેથી સામાન લાવ્યો છું એ વેપારી પંજાબના પાણીપતથી સામાન મંગાવે છે જ્યાં એને ચાદર રૂ.૧૪૦ કે રૂ.૧૫૦માં જ મળતી હશે. જે હું વેપારી પાસેથી રૂ.૨૦૦માં ખરીદું છું. અમે હવે પ્રમાણમાં ઠીક પૈસા ભેગા કર્યા છે તમે પાણીપતનાં વેપારી સાથે વાત કરશો અમને સામાન આપે એ માટે. એ લોકો અમારાં પર ભરોષો ના મુકે. અમે વેપારીનો નંબર લઇ આવ્યાં છીએ જો એ અમને સીધો સમાન આપે તો અમને ઘણો નફો મળે.’
તોહીદે પંજાબના પાણીપતના એ વેપારી સાથે વાત કરી. સંસ્થા અને આ સમુદાયનો પરિચય આપ્યો. વેપારીએ એક વખત પોતાની ફેક્ટરીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું સાથે સાથે ક્રેડીટ પર સામાન આપવાની પણ હા પણ પાડી. અમલાભાઈની ઈચ્છા દિવાળી પછી સમાન લઈને સલાટ યુવાનો સાથે પુના જવાની છે જ્યાં એમના કહેવા પ્રમાણે ચાદર અને ગાલીચા ખુબ વેચાય છે. અમલાભાઈ કહે છે, ‘અમે અમારા જેવા કેટલાંય યુવાનોને આમાંથી રોજગારી આપી શકીએ એમ છીએ. આ વ્યવસાય સારો ચાલશે એવી અમને શ્રદ્ધા છે અને છેલ્લે હસતાં હસતાં મારા બાપને પણ ગીરોમાંથી છોડાવવાનો છે ને!!!’
No comments:
Post a Comment