Thursday, 19 March 2015

Give us a plase to stand we will move the earth

57 women from various nomadic communities staying in Ahmedabad’s Vatva, Bhaktinagar, Shahwadi,  recently  took tailoring training. The training was conducted with the support of ATIRA and Sadvichar Pariwar. During the training that was spread over a month these women learnt to stitch salwar-kameez and saree blouse. After the training they expressed their desire to acquire loan to buy a sewing machine so that they can do job work from home. 
VSSM inquired about the possibilities of getting job-work at home for these women but after meeting up with few companies  we found that the companies  prefer giving job to women who are trained in industrial tailoring because of the amount of work they are able to deliver in stipulated period of time. As we researched more it was found that ‘Calorax Foundation’ based in Maninagar provides industrial training to women. Our trainees made a visit to this institute too. 22 women had expressed their desire to acquire industrial training but took a step back since the distance was too long and expensive for them to commute every day. We have spoke to ‘Calorax Foundation’ about it and they have agreed to work out some way. Once they hone the necessary skills VSSM will support them financially to procure a sewing machine.
અમદાવાદના વટવા, ભાવિકનગર, શાહવાડી નદીના પટમાં રહેતી વિચરતા સમુદાયની ૫૮ બહેનોએ vssm, ‘અટીરા’ અને ‘સદવિચાર પરિવાર’ની મદદથી સીલાઈની તાલીમ લીધી. જુદા જુદા સ્થળોએ ચાલેલી એક મહિનાની તાલીમમાં બહેનો, ડ્રેસ અને બ્લાઉઝની સિલાઈ શીખી ગયા. તાલીમ પછી કેટલીક બહેનોએ જોબવર્ક મળે એ માટે વાત કરી અને તે માટે મશીન ખરીદવા લોન આપવા બાબતે પણ વાત કરી.
જોબવર્ક માટે આપણે કેટલાક લોકો સાથે વાત કરી. મોટાભાગે જે કંપની જોબવર્ક આપે છે એ કંપની ઇન્ડસ્ટ્રીયલ ટેલરીંગની તાલીમ લીધેલા બહેનોને કામ આપવાનું વધારે પસંદ કરે છે કારણ કે, એમાં ઝડપ વધારે છે. મણિનગરમાં ‘કેલોરેક્ષ ફાઉન્ડેશન’ દ્વારા બહેનોને ઇન્ડસ્ટ્રીયલ ટેલરીંગની તાલીમ આપવામાં આવે છે આપણી બહેનો ત્યાં મુલાકાતે જઈ આવી. ૨૨ બહેનોએ ઇન્ડસ્ટ્રીયલ ટેલરીંગની તાલીમ લેવાની વાત કરી પણ એમના ઘરથી તાલીમ સ્થળ ઘણું દુર છે અને એનું ભાડું એમને પોસાય તેમ નથી. આ બાબતે ‘કેલોરેક્ષ ફાઉન્ડેશન’ સાથે વાત કરતાં તેમણે મદદરૂપ થવાની ખાત્રી આપી છે હવે આ બહેનોની ઝડપથી તાલીમ શરુ થશે અને જે બહેનોને સીલાઈ મશીનની જરૂર છે એમને મશીન ખરીદવા આપણે લોન પણ આપીશું. 
ફોટોમાં સાદા સંચા પર સિલાઈ કામ શીખી રહેલા બહેનો..




No comments:

Post a Comment