
We are thankful to Shri. Rameshbhai Kacholiya and Girishbhai Sherdalal for enabling us to provide interest free capital to such nomadic families.
In the picture below is Gomti carrying out her business...
ગોમતીનો જન્મ ગાડલિયા પરિવારમાં થયો હતો. ગાડલિયા સમુદાયમાં જન્મ્યા હોવાના કારણે લોખંડના ઓજારો-વાસણો બનાવવાની અને વેચવાની આવડત પહેલાંથી જ. પણ આ વ્યવસાય માટે શરૂઆતમાં સામાન લાવવા માટે જે રોકાણ કરવું પડે એની સગવડ નહી એટલે કંઈ કરી શકે નહીં. દિયોદરમાં રહેતા વીરાભાઈ ગાડલિયાની ત્રણ દીકરીઓમાં ગોમતી સૌથી નાની. નાની ઉંમરે ગોમતીના લગ્ન થયા પણ લગ્નના થોડાક જ સમયમાં એ વિધવા થઇ. ગોમતીના બીજે લગ્ન થયા પણ ત્યાં એને ફાવ્યું નહિ એણે છૂટાછેડા લીધા અને પિતા સાથે રહેવા લાગી. પિતા લોખંડમાંથી ઓજારો બનાવનાર દુકાનમાં મજૂરી કરે અને એમની આવકમાંથી ઘર ચાલે પણ બે મહિના પહેલા જ ગોમતીના પિતાનું કેન્સરમાં મૃત્યુ થયું. ગોમતી હવે એકલી છે. ભીખ માંગવા કરતા માનભેર કમાવવાની ઝંખના હતી પણ કેવી રીતે કમાવવું એ સમજાતું નહોતું. બાપીકો વ્યવસાય લોખંડમાંથી ઓજારો બનાવવાનું અને વેચવાનું આવડે એવો વિશ્વાસ પણ કોઈ દિવસ એ કામ કરેલું નહિ. એણે લોખંડના વાસણો ખરીદી લાવીને વેચવાનું નક્કી કર્યું પણ એ માટે મુડી તો જોઈયે ને? પોતાની ઓળખના પૂરતા આધારો નહિ આમાં કઈ બેંક એને ધિરાણ આપે? એણે vssm ને આ માટે મદદરૂપ થવા કહ્યું. આપણે એને રૂ.૧૦,૦૦૦ ની લોન આપી. એણે આ રકમમાંથી વાસણો ખરીદ્યા છે અને દિયોદરના બજારમાં એ વેચવા બેસે છે. એ સારું કમાઈ રહી છે અને ખુશ છે.
માનભેર કમાવવાની એની ઝંખના vssm થકી પૂરી થઇ જેનો આનંદ ગોમતીના ચહેરા પર જોઈ શકાય છે..
વિચરતા પરિવારોને વગર વ્યાજે લોન આપવામાં મદદરૂપ થનાર શ્રી રમેશભાઈ કાચોલિયા અને શ્રી ગીરીશભાઈ શેરદલાલના આભારી છીએ.
નીચે ફોટોમાં દિયોદર બજારમાં લોખંડમાંથી બનેલા વાસણો વેચતી ગોમતીબેન..
No comments:
Post a Comment