Thursday, 7 July 2022

VSSM's support enabled Govindbhai to strengthen his livelihood....

Mittal Patel meets vssm loanee Govindbhai during her field
visit

“Ben, once upon a time, I used to drive a second-hand chakra. But after it developed some snag, I could not get it fixed as repairing it required Rs. 10,000, and I did not have that kind of money. I decided to borrow some money from a private money lender, but the interest was too high. Eventually, I gave up the idea of repairing it and took up working as labour. Later, when I met Rizwanbhai (from VSSM) he offered me an interest-free loan of Rs. 10,000. I got the chakra repaired and restarted my business.

Along with the loan, Rizwanbhai also tutored me on savings and financial management. As a result, I kept paying the instalments and saving from my income. And today I could buy a brand new chakda worth Rs. 1,60,000  on cash. You loan us money whenever we need them, something a bank doesn’t do. They don’t trust us, maybe because we live in huts while you completely believe in us.” Govindbhai from Gandhinagar’s Delvada shared his experiences with us.

The Govindbhai I had met four years ago and the one I met today come across as transformed individuals. He bought a new chakra, took a loan from us and bought buffaloes. And after paying the EMIs he has managed to save Rs. 50,000 as a bank deposit.

“Had we known and learnt about saving, we would have managed to save enough to build our own house. We have never learnt to save money; we just spent all we earned. But after you taught us, we have been building up our savings.” Govindbhai is saving to build a lovely home for his family.

Along with regularly paying the EMIs he also makes a regular donation to VSSM.

The well-wishers and friends of VSSM have enabled us to support more than 5000 individuals like Govindbhai to revamp or strengthen their livelihoods.

We will always remain grateful for your generous support.

"બેન એક વખત હતો જ્યારે હું જૂનામાંથી લીધેલો છકડો ચલાવતો. એ છકડો બગડ્યો અને રીપેરીંગનો ખર્ચ મને 10,000 કહ્યો પણ એ વખતે મારી પાસે દસ હજાર નહોતા. વ્યાજવા મળે તો લેવા ગયો પણ વ્યાજ કમર તોડી નાખે એવું. છેવટે ધંધો મુકી મજૂરીયે લાગ્યો. પછી રીઝવાનભાઈ(VSSMના કાર્યકર જે ફોટોમાં જોઈ શકાય)ના સંપર્કમાં આવ્યો ને એમણે મને દસ હજારની લોન આપી. 

છકડો રીપેર કરાવ્યો. મારો ધંધો ફેર શરૃ થયો.. બચતની શીખ પણ તમે આપી એટલે પછી જે કમાયો એમાંથી થોડા થોડા બાજુએ મુક્યા અને જુઓ આજે મારી પાસે મારો પોતાનો નવો છકડો 1,60,000 નો છે. મે લોન નથી કરાવી આખો છકડો રોકડેથી લીધો. 

તમે જ્યારે જરૃર પડે અમને લોન આપો. આવું બેંકો નથી કરતી. અમે છાપરાંમાં રહીએ એટલે કદાચ પૈસા નહીં આપતા હોય. પણ તમે ભરોષો કર્યો"

ગાંધીનગરના દેલવાડાગામમાં રહેતા ગોવિંદભાઈએ આ વાત કહી. ચારેક વર્ષ પહેલાં ગોવિંદભાઈને મળેલી તે વખતના ગોવિંદભાઈ અને આજના ગોવિંદભાઈમાં ઘણો ફેર. 

એમણે નવો છકડો લીધો. અમારી પાસેથી બીજી લોન લઈને ગાય - ભેંસ ખરીદ્યા અને પચાસ હજારની બચત બેંકમાં ભેગી કરી.

એ કહે, "આ બચત કરવાનું અમને નહોતું સમજાતું. જો પહેલાંથી રૃપિયો રૃપિયો બચાવ્યો હોત તો આજે અમારી પાસે પોતાનું ઘર હોત.  મૂળ સમજણ નહોતી ને એટલે બસ ખાલી જીવ્યા. પણ તમે સમજાવ્યું ને આજે આ બધુ થયું"

ગોવિંદભાઈ પોતાનું સરસ ઘર બાંધવા બચત ભેગી કરે છે.. 

અમે આપેલી લોનના હપ્તા તો એ નિયમીત ભરે પણ એ સંસ્થાને સો - બસો રૃપિયા જેવી શક્તિ એવી ભક્તિરૃપે અનુદાન પણ આપે. 

ગોવિંદભાઈની ઈચ્છા એમના છકડાં સાથેના ફોટોની તે એ પણ લીધો.. 

ગોવિંદભાઈ જેવા 5000થી વધુ માણસોને અમે મદદ કરી શક્યા છીએ VSSM  સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી આ બધુ થયું..

આપ સૌનો ઘણો આભાર...

અમારી સેવાકીય પ્રવૃતિમાં મદદ માટે  90999-36013 પર 10 થી 6માં વાત કરી શકાય અથવા 90999-36013 પેટીએમ પણ કરી શકાય.

#MittalPatel #vssm


Govindbhai took interest free loan from vssm and
bought buffaloes 

Mittal Patel poses with Govindbha's Chakra


No comments:

Post a Comment