Sunday, 10 July 2022

With the help of tool support program, we brought bagasara products for Karshanbhai to help him restart his buisness...

Karshanbhai arranged the purchased products nicely on the
floor and show it to Mittal Patel

I am sure you remember Harshil,  this little boy I mentioned a few weeks ago. We had reached out to you to help us support his treatment. Harshil is just a year old and has suffered from an intestine ailment since birth. A colostomy has been done as a stop-gap solution. The doctors are waiting for Harshil to weigh 9-10 kilos before they can perform any surgery on him. Right now, he needs constant medication and care. The pain this child undergoes makes me wonder when will he grow stronger to endure the surgery.

The family, including Harshil’s grandparents, must remain on their toes with frequent visits to Ahmedabad’s Civil Hospital. At times they are required to call emergency medical services at midnight. Along with Harshil the illness is draining the family not just physically but financially as well.

Harshil’s father works as a porter and earns Rs. 200-250 a day, an amount that cannot buy enough food even. And Harshil’s grandfather used to sell fashion accessories through a roadside kiosk, but after Harshil’s heath issues surfaced, he was unable to focus on his business. As a result, the money he had saved was spent on the treatment, and even the products had to be given away.

After VSSM’s appeal, once the donations started pouring in, there was some relief in the expenses incurred by the family towards purchasing medication for Harshil. Gradually the treatment also got going, and we asked Karshanbhai (Harshil’s grandfather) to restart his work.

“I do wish to start my business, but I do not have enough funds to be able to buy goods and materials. If I had the required funds, I could begin earning and bring some money to the family,” he tells us.

With the help of Infomatic Solution, we brought Bagasara products for Karshanbhai to help him restart his business.

Karshabhai dropped by our office and arranged the purchased products nicely on the floor, just like he would at the market. “Of course, I have to show the stuff we have purchased!” he spoke with great honesty.

We pray for Harshil to recover soon and the family to find the happiness that has been eluding it…

હર્ષીલ...

તમને કદાચ યાદ હશે એની તકલીફ વિષે અહીંયા લખેલું ને પછી તમે સૌએ એની સારવારમાં ટેકો કરવાનું શરૃ કર્યું. હર્ષીલ એક વર્ષનો પણ જન્મતા જ આંતરડામાં કાંઈક તકલીફ થયેલી. તે હાલ એનું આંતરડુ બહાર છે. એને સતત દવાઓની જરૃર પડે. એનું ઓપરેશન એનું વજન 9 થી 10 કી.ગ્રાનું થાય ત્યારે થશે. ક્યારેક થાય આટલી બધી પીડા વચ્ચે એનું વજન કઈ રીતે વધે?

હર્ષીલના દાદા, દાદી ને મા એને લઈને સીવીલમાં દોડ્યા કરે. ક્યારેક અડધી રાતે 108 બોલાવી ભાગવું પડે એવી સ્થિતિ થાય. સતત દવાખાનાના દોડા ભલભલા માણસના હાંજા ગગડાવી નાખે.

હર્ષીલના પપ્પા સામાન ઊંચકવાનું કામ કરે. 200 -250 રૃપિયા મળે એમાંથી ઘરના બધાનું ચાલે. આમ તો હર્ષીલના દાદા કરશનભાઈ બુટ્ટી, ચુની, બંગડી ટુંકમાં બગસરાની વસ્તુઓ કાચની પેટીમાં લઈને વેચવાનું કરતા. પણ જ્યારથી હર્ષીલ બિમાર પડ્યો ત્યારથી એમનો ધંધો સાવ જ પડી ભાંગ્યો. જે બચત હતી એ દવામાં ખર્ચાઈ ને ધંધા માટેનો સામાન પણ વેચી નાખ્યો.

હર્ષીલને બહારથી દવાઓ લાવવી પડે. ખાસ તો મલમ ને અન્ય ડ્રેસીંગનો સામાન. આપ સૌ એમાં મદદ કરો એટલે હવે એ ખર્ચની જવાબદારી ઘટી. ધીમે ધીમે હર્ષીલની દવાઓને સારવારનું ગોઠવાયું. હવે અમે કરશનભાઈને તમે ધંધો વળગો એમ કહ્યું.

એમણે કહ્યું, ધંધો તો કરવો છે પણ મારી પાસે મૂડી નથી. દસ પંદર હજારનો સામાન જો મળી જાય તો એમાંથી હું ઘરમાં નાનામોટો ટેકો કરી શકુ ને આવકમાંથી જ બીજો સામાન લાવ્યા કરુ જે પહેલાં કરતો હતો..

આફતમાં આવી પડેલા સ્વજનોને મદદ કરવી એ તો ધર્મ છે. ઈન્ફોમેટીક સોલ્યુશનની મદદથી અમે કરશનભાઈને બગસરાનો સામાન જે એ પહેલાં વેચતા એ લાવી આપ્યો અને એમણે ફરી ધંધો શરૃ કર્યો..

કરશનભાઈ સામાન લઈને અમારા કાર્યાલય પર આવ્યા ને પોતાની મેળે સરસ પથારો કરીને સામાન ગોઠવ્યો. એમણે કહ્યું, સામાન લીધો છે એ તો બતાવવો પડે ને.. કેવી નિખાલશતા.. બસ સુખી થાય એવી ભાવના ને હર્ષીલ ઝટ ઠીક થાય તેવી કુદરતને પ્રાર્થના...



Mittal Patel meets Harishil at VSSM's office



No comments:

Post a Comment