Tuesday 26 July 2022

VSSM bought sewing machine for vaishaliben under its tool support program...

Mittal Patel meets Vaishaliben at VSSM's 
office

Vaishliben lives in Ahmedabad. Two years ago, she lost her husband to heart failure. The couple's family lay shattered due to this sudden life-changing event. The responsibility of raising their two children now fell upon Vaishaliben's shoulders. 

Initially, friends and relatives provided emotional and moral support. They assured support, but as we all know, we need to fight our battles.

Vaishaliben began working at the khakhra-making factory. However, the remuneration was not enough to meet their expenses. The challenges of life began taking a toll on Vaishaliben's mental health. She even contemplated and attempted suicide. VSSM's Kiran met her when she was undergoing treatment at a hospital. As she was admitted to Civil Hospital, there was no need for funds, but  VSSM remained by her side to provide warmth and strength to help her recover better.

"I know to tailor, women in my neighbourhood work on the sewing machine and earn Rs. 8 to 10,000 a month. I, too, can find sewing jobs if I had a sewing machine." Vaishaliben responded when we inquired if there was anything we could do to help her ease her financial challenges.

VSSM bought a sewing machine for Vaishaliben. We hope that it will help her earn and raise her children better. There is a regular workflow, and life seems a little easy for her. We hope that the children, once they grow up, become the support Vaishali needs.

I have always emphasised on education and financial independence of women. We should not be waiting for some untoward circumstances that force us to seek financial freedom.  

 વૈશાલીબેન.. અમદાવાદમાં રહે. 

એમના પતિ બે વર્ષ પહેલાં ગુજરી ગયા. એ રીક્ષા ચલાવતા. આમ તો એ હયાત હતા ત્યાં સુધી વૈશાલીબેનને કોઈ વાતે દુઃખ નહોતું. બે બાળકો સાથેનો સુખી સંસાર હતો. પણ હૃદયરોગથી એમના પતિનું અવસાન થયું. વૈશાલીબેનના માથે આભ ફાટ્યું. 

પતિ ગયાના શરૃઆતામાં તો ઘણા આવીને ચિંતા ન કરનું કહી ગયા પણ સમય જતા સૌ પોત પોતાની વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા. વૈશાલીબેનને પોતાની મેળે બેઠા થવાનું હતું બે બાળકોને ભણાવીને ઉછેરવાના હતા. 

એમણે ખાખરાની ફેક્ટરીમાં કામ શરૃ કર્યું. પણ આવક ખર્ચને પહોંચી વળાય એટલી ન થાય. એ નાસીપાસ થઈ ગયા. વળી કોઈની હૂંફ પણ નહી. આખરે જીવન ટૂંકાવવાનો વિચાર આવ્યો ને એમણે એ પગલું ભર્યું પણ ખરુ. હોસ્પીટલમાં દાખલ થવા વખતે અમારા કાર્યકર કીરણનો સંપર્ક થયો. એ સાજા થાય એ માટે અમે એમની પડખે રહ્યા. આમ તો સારવાર સિવીલમાં થઈ એટલે બીજો કોઈ ખર્ચ ન થયો પણ માનસીક હૂંફ અને હિંમત અમે આપી. 

એ બેઠા થયા. આર્થિક રીતે એ પહોંચી વળવા બીજુ કશું પણ કરી શકાય એમ હોય તો અમે મદદ કરીશુંનું અમે કહ્યું ને એમણે કહ્યું, "સિલાઈ કામ મને આવડે છે. મારા ઘર આસપાસમાં ઘણા લોકો જોબવર્ક કરે છે. મહિને આઠ થી દસ હજાર તો આરામથી કમાઈ લે. મારી પાસે મશીન ખરીદવા પૈસા નથી. બાકી કામ તો મળી જાય."

વૈશાલીબેનના મોંઢા આ વાત સાંભળી. હવે આગળ કશું વિચારવાનું નહોતું. અમે મશીન લઈ આપ્યું જેથી એ બાળકોને મોટા કરી શકે. હવે એમનું કામ સરસ ચાલે છે. જીવન પ્રત્યે ફરિયાદો ઘટી છે. આશા રાખીએ બાળકો મોટા થાય ને એમને સુખી કરે. 

મશીન આપ્યું એ વેળા એ ઘણા રાજી થયા એ વખતની આ તસવીર..

હું હંમેશાં દીકરીઓને ભણવા માટે અને ભણ્યા પછી નાનુ મોટુ જે આવડે તે કામ કરવા ખાસ કહેતી હોવું છું. દરેકની સાથે અઘટીત ઘટના બને એવું જરૃરી નથી પણ બને ત્યારે આમ ઓશિયાળા ન થઈ જવાય માટે પગભર થવું...

#mittalpatel #vssm

No comments:

Post a Comment