Mittal Patel with Fiza and her father at our VSSM's office |
Seventeen-year-old Fiza is a bright and intelligent girl, but after her father was diagnosed with cancer, Fiza had to drop out of school while she was still in 8th grade. The responsibility to fund her father’s treatment fell to Fiza, who began working as domestic help and got her father treated.
Fiza could never return to school even after her father was alright. Later, instead of working as domestic help, she began sewing on her neighbour’s sewing machine whenever it was not in use. The money helped supplement the family income.
After a gap of a couple of years, Fiza’s father has recently had a cancer relapse, and her mother, too, is not in the best of her health. The father has been the primary breadwinner of the family, but with cancer coming back, the physical and financial burden of running the household fell on Fiza’s shoulders.
The treatment was underway in Ahmedabad’s Civil Hospital, which required the family to frequent the city. The loss of income brought the challenges of getting food on the table. After VSSM learnt about this condition, it began sending a monthly ration kit to the family. We also felt that a new sewing machine would help Fiza earn more for her family.With the help of Infrometic Solution, we bought Fiza a brand sewing machine which helps her have long work nights.
We are grateful to Infrometic Solutions for their support.
It feels proud to know daughters like Fiza; she is not old enough to take up the huge responsibility of running a household. Still, the harsh circumstances have taught her to gracefully accept the challenges coming her way.
The children from privileged households should learn from the good grace and large-heartedness of girls like Fiza, who inspires in more ways than one.
17 વર્ષની ફીઝા ભણવામાં ખુબ હોંશિયાર. 8મું ભણતી એ વેળા એના પપ્પાને મોંઢાનું કેન્સર થયું. ખુબ સારા ગુણથી પાસ થતી ફીઝાનો અભ્યાસ પપ્પાના ઈલાજ માટે છૂટ્યો. એણે લોકોના ઘરોમાં કચરા પોતા વાસણ કરવા જવાનું શરૃ કર્યું અને પપ્પાનો ઈલાજ કરાવી તેમને સાજા કર્યા.
પણ એ પછી ફીઝાનું ભણવાનું ન થયું. એ મોટી થઈ રહી હતી. હવે કચરા પોતાની જગ્યાએ એણે પડોશીના સિલાઈ મશીન પર કામ કરવાનું શરૃ કર્યું. જ્યારે મશીન ફ્રી હોય ત્યારે એ કામ કરતી. આમ તેનાથી ઘરમાં ટેકો થતો.
હમણાં એના પપ્પાને કેન્સરે પાછો ઉથલો માર્યો. ફરીવાર ફીઝાને ઝાઝુ કામ કરવાની જરૃર પડી. એની મમ્મીની તબીયત પણ નાદુરસ્ત રહે. એ ઈલાજમાં કે ઘર ચલાવવામાં ઝાઝી મદદ ન કરી શકે. ઘર તો ફીઝાના પપ્પા સાબરકાંઠાના તલોદમાં ટેક્ષી ચલાવીને ચલાવતા પણ એ બિમાર થતા એ બધુંય બંધ થયું.
અમદાવાદ સિવિલના સતત દોડા. આર્થિક રીતે પરિવાર ખુવાર થઈ ગયો. ખાવા પીવાની પણ તકલીફ ઊભી થઈ. અમને ખ્યાલ આવતા અમે જ્યાં સુધી ફીઝાના પપ્પાની સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું.
સાથે ફીઝા પોતાનું મશીન હોય તો વધારે કામ કરી શકે એમ લાગતા એને મશીન ખરીદીને આપ્યું. હવે એ મોડી રાત સુધી કામ કરી શકે છે.
ફીઝાને મશીન આપવા ઈન્ફોમેટીક સોલ્યુશને મદદ કરી. એ માટે એમના આભારી છીએ.
પણ ફીઝા જેવી દીકરીઓ જોઈને ગૌરવ થાય. હજુ એ કાંઈ પરિવારનો ભાર વહન કરી શકે એવડી મોટી નથી થઈ પણ સંજોગો ઘણું શીખવી દે છે.
આપણા બાળકો ને ફીઝા જેવી દીકરીની જિંદાદીલી બતાવવી જોઈએ. એમને ખ્યાલ આવે કે એ કેટલા નસીબદાર છે.
#MittalPatel #vssm
A new sewing machine would help Fiza earn more for her family |
With the help of Infrometic solution, we bought Fiza a brand sewing machine which helps her have long work nights. |
No comments:
Post a Comment