Friday 8 July 2022

Mittal Patel meets nomadic women and educating the loanees on financial prudence and savings....

Mittal Patel meets the nomadic women in Gandhinagar

Live judiciously and save for the rainy day! A value ingrained within us from the beginning on the importance of saving, however big or small we may earn. Many of us have made regular saving a habit, but numerous families have not understood the significance of saving money. Either they spend all they have earned or do not resume work until they have finished the cash on hand.

Gandhiji preached non-possession, but to the families who do not save, I preach judiciously holding on to their hard-earned money and spending.

VSSM, through its Swavlamban initiative, offers interest-free loans to nomadic and marginalised families who wish to start their independent ventures. And educating the loanees on financial prudence and savings is part of the initiative. It is mandatory for the individuals who have availed of loans to save a part of their income, and those who fail to do so are not given the loan on repeat.

We began by offering loans to 5 individuals in 2014, and the number has grown to 5000 individuals. The emphasis on savings has never differed. We continue to experiment with incorporating efficiency into the process, and the formation of Saving Groups is one such approach. 

The nomadic women from Gandhinagar’s Delwada village have come together to form two savings groups, and within three months, they saved Rs. 24,000.

Recently, I had the opportunity to meet this enthusiastic bunch of women.

“How much do you plan to save?” I asked.

“Rs. 5 lacs!” they revealed after contemplating within themselves.

“If you save Rs. 5 lacs, we will add on Rs. 5 lacs!” I commit to them.

This amount seems achievable if they manage to save little from their daily income. As they say, each drop matters.

ત્રેવડ એ ત્રીજો ભાઈ કહેવાય

આ વાત આપણને નાનપણથી શીખવવામાં આવે ને આપણામાંના ઘણા એ વાતનો સ્વીકાર કરી બચત કરે પણ ખરા. પણ કેટલાક પરિવારો એવા છે જેમનામાં હજુ આ સમજણ વિકસી નથી. જેટલુ કમાય એટલું વાપરી નાખે. અથવા દિવસના જો 500 કમાયા હોય તો 500 વપરાઈ ન જાય ત્યાં સુધી કામ ન જાય..

ગાંધીજી અપરીગ્રહની વાત કરે પણ હું અમારા બચત ન કરનાર પરિવારોને પરિગ્રહ કરવા કહુ...

ખેર અમે અમારા સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત સ્વતંત્ર ધંધો કરવાની ખેવના રાખનાર અમારા પરિવારોને લોન આપીએ. આ લોન આપ્યા પછી તેમને બચત ફરજિયાત કરવાની. બચત ન કરી હોય તો અમે ફરી લોન ન આપીયે. 

5 વ્યક્તિઓને 2014 થી લોન આપવાની શરૃઆત કરેલી આજે આ સંખ્યા 5000 ઉપર પહોંચી છે.

પણ ફરી કહુ તો બચત પર અમે ઘણો ભાર મુકીએ. એ માટે નવા નવા નુખસા પણ અજમાવીએ. આવો જ એ નુખસો બચત જુથોનો અજમાવ્યો અને એમાં અમે સફળ થઈ રહ્યા છીએ.

ગાંધીનગરનું દેલવાડા. ત્યાં રહેતા વિચરતી જાતિના બહેનોના બે બચત જૂથ અમે ત્રણેક મહિના પહેલાં બનાવ્યા. આ બહેનોએ ત્રણ મહિનામાં 24,000ની બચત એકઠી કરી. 

જ્યારે દેલવાડા ગઈ ત્યારે બધા બહેનોએ હોંશથી આ વાત કરી. મે પુછ્યું કેટલી બચત કરશો તો પહેલાં બધાએ અંદર અંદર ગડમથલ કરી ને પછી કહ્યું, પાંચ લાખ...

તમારા મોંઢામાં ઘી સાકર.. જો પાંચ લાખની બચત કરશો તો અમે પાંચ લાખ તમને તમારા જૂથમાં ફેરવવા આપીશું. 

સાંભળીને બધા રાજી..

વાત છે રોજ કમાઈયે એમાંથી થોડું બચાવવાની એ થાય તોય ઘણું થઈ જાય.. પેલું ટીપે ટીપે સરોવર ભરાયની જેમ... 



Mittal Patel educating nomadic women on financial
 prudence and savings 

The nomadic women from Gandhinagar’s Delwada village
have come together to form two savings groups

Mittal Patel meets bunch of nomadic women for Swavlamban
initiative

Mittal Patel during her visit to Gandhinagar

Mittal Patel had the opportunity to meet this enthusiastic
bunch of women.


No comments:

Post a Comment