Mittal Patel meets Vinodbhai on her recent visit to Himmatnagar |
Vinodbhai is based in Himmatnagar and drives a rented rickshaw to earn his living. However, lack of funds prevented him from fulfilling his wish of buying an autorickshaw. Rented autorickshaw has many drawbacks. The limited timings, maintenance, fuel etc., do not help bring home more than Rs. 200 a day. Vinodbhai believed owning a rickshaw would help him earn more, but buying one was a challenge.
Vinodbhai once shared his concern with VSSM's Tohidbhai (whom he knew well). Tohid assured support under VSSM's Swavlamban program. Consequently, we sanctioned a loan of Rs. 50,000, which he clubbed with his savings to buy a second-hand auto-rickshaw for Rs. 90,000.
"How has life different from what it was?" I had asked Vinodbhai when I had met him on my recent visit to Himmatnagar.
"Earlier, a major chunk of my income from driving rickshaw was used up in paying the auto's rent. Even if I wished to drive the rickshaw in the evening, I could not because the rented auto had to be returned by 6. Today, I wake up at 5 in the morning and drive the rickshaw to a dairy farm. They give me Rs. 12,000 a month. After the dairy shift, I drive the auto to ferry passengers. I don't have to worry about returning the auto; I can work late and make a profit of Rs. 700 to 800 daily."
Such feedbacks are music to our ears.
VSSM and Vimukt Foundation's Swavlamban Program has extended interest-free loans to more than 5000 individuals. The loans are g to help the poor individuals reinvent and revamp their traditional livelihoods. The support has helped many families uplift their economic condition. We are grateful to our well-wishing donors for their generous support of this program.
વિનોદભાઈ હીંમતનગરમાં ભાડાની રીક્ષા ચલાવે. પોતાની રીક્ષા લેવાની ઈચ્છા ખરી પણ એ માટે પાસે પૂરતા પૈસા નહીં. વળી ભાડાની રીક્ષામાં ઈચ્છીત ધંધો પણ ન કરી શકે. મુળ રીક્ષા સવારે છ વાગે મળે ને સાંજ છ વાગે પાછી આપવી પડે. પાછુ ગેસ ભરાવતા અને રીક્ષાનું રોજનું ભાડુ આપતા બસો અઢીસો રૃપિયા માંડ હાથમાં આવે..
પોતાની રીક્ષા થાય તો નફો વધારે થાય એવું એ સમજે પણ પોતાની રીક્ષા લેવી કેવી રીતે? અમારા કાર્યકર તોહીદભાઈ સાથે વિનોદભાઈને સારો પરીચય તે એમણે એક વખત પોતાની મૂંઝવણ તોહીદભાઈને કહી. અમારા સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત તમને લોન આપીશુંની તોહીદભાઈએ ખાત્રી આપી ને પચાસ હજારની લોન કરી આપી. એમની પાસે થોડી બચત પડી હતી એ બચત અને અમારી લોન એમ કરીને એમણે 90,000ની જૂની રીક્ષા ખરીદી.
હમણાં હીંમતનગર જવાનું થયું ત્યારે વિનોદભાઈને મળવાનું થયું. અમે પુછ્યું પહેલાંની ને અત્યારની જિંદગીમાં શું ફેર છે?
જવાબમાં એમણે કહ્યું, “પહેલાં જે કમાતો એ ભાડામાં જતુ રેતું, મરજી વધારે ધંધો કરવાની હોય તોય રીક્ષા પાસે નહોતો રાખી શકતો. આજે હું સવારે પાંચ વાગે ઊઠુ છુ. સવારે એક ડેરીમાં રીક્ષા બાંધી દીધી છે. તે એના મને મહિને 12,000 મળે. સવારનો એ ધંધો પતે પછી આખો દિવસ રીક્ષા ફેરવું. સાંજે રીક્ષા આપવાની ચિંતા નહીં આમ ધંધો મળે ત્યાં સુધી કરુ. ગેસનો ખર્ચ કાઢતા 700 થી 800 નો વકરો થાય છે”
સાંભળીને રાજી થવાયું..
VSSM અને વિમુક્ત ફાઉન્ડેશનના સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત 5000 થી વધુ લોકોને સ્વતંત્ર વ્યવસાય કરવા લોન આપવામાં આવી છે. આ લોન લઈને ઘણા લોકો બે પાંદડે થયા છે. આ કાર્યમાં મદદ કરનાર સ્વજનોનો આભાર
No comments:
Post a Comment