Mittal Patel visits our loanee at their settlement |
During the olden days, it was a norm to take up a father’s occupation. So a goldsmith’s son became a goldsmith, a farmer’s child would take up farming and so on. Just like so, we took up our family profession of playing ravanhattha, and it did sustain our generations. But today, it is an occupation that brings us no returns; people consider us beggars, and they advise us to work to earn a living. Ben, doesn’t playing ravanhattha involve hard work? The younger generation has given up playing ravanhatta; instead, they have taken up odd businesses.
Dalpatbhai, from Ahmedabad’s Kamod village, had shared the above. Eventually, VSSM provided him with an interest-free loan to begin his venture.
The same was with Pravinbhai and Bhailalbhai from Banaskantha’s Bhoyan village. The duo had the skill to sell fashion and home accessories but lacked the capital to do so. They had stopped playing ravanhattha and made meagre earnings by working as menial labour. As we all know, working as a daily wage earner does bring meals to the table but is never enough to meet all the fundamental needs of life.
VSSM had provided loans to the duo. Once the paid off the first loan of Rs. 10K, they took another of Rs. 30k each. The monthly saving rule helped Bhailalbhai purchase a second-hand motorbike while Pravinbhai bought a brand new moped worth Rs. 65000 with a down payment of Rs. 10,000.
The Bharthari community earn their living by singing lullabies. In return of which, they are given sarees and grains. The sarees are repurposed in making shelters that barely protect them from the forces of nature. Sadly, they are left with no choice but to live so.
Pravinbhai and Bhailalbhai have growing independent ventures, each earning Rs. 500 to Rs. 600 daily. They now have a tin roof over their head and the aspiration to build a pucca house. Hopefully, that too shall happen soon.
VSSM’s Swavlamban initiative has supported marginal families with interest-free loans that help restore their livelihoods. The initiative has helped 5000 families until now. We wish each of these families the best in their life.
"હોની(સોની) નો સોકરો ઈના બાપા પાહેણથી ઘરેણાં ઘડતા હીખે, શેડુ(ખેડૂત)નો સોકરો સેતી કરતા. ઈમ અમેય બાપીકા ધંધા મોથે નભતા પણ હાલનો જમાનો બદલઈ જ્યો. લોકોન્ #રાવણહથ્થો વગાડનારા અમે ભીખ મોગનારા લાગીયે. એટલ હૌ મેનત કરીન્ કમાબ્બા કે. તે બુન રાવણહથ્થામોય મેનત તો થાય ક નઈ? પણ લોકો ન ઈની હમજ ચો? તે હવ અમાર #ભરથરીઓની હાલની પ્રજા આ બધુ મેલી ધંધો વળગવા મોડી..."
અમદાવાદના #કમોડમાં રહેતા દલપતભાઈએ આ કહેલું ને અમે એમને ધંધો કરવા લોન આપેલી.
પણ આવી જ વાત હતી બનાસકાંઠાના ભોયણના પ્રવિણ અને ભાઈલાલભાઈની. શૃંગાર પ્રસાધનો અને એ સિવાય ઘરમાં જરૃરી નાની મોટી ચીજો વેચવાનું કરી શકવાની ક્ષમતા ખરી પણ ધંધો કરવા પાસે મૂડી નહીં. રાવણહથ્થો તો એમણે મૂકી દીધેલો.. મજૂરી કરતા પણ એ બંને કહે દાડી મજૂરીમાં પેટ જોગુ નીકળે. ઝાઝુ ભેગુ ન થાય..
અમે આ બેઉને ધંધો કરવા દસ હજારની લોન આપી એમાંથી એમને હીંમત આવી. લોન ભરપાઈ થઈ ગઈ બીજી ત્રીસ હજારની લોન પાછી લીધી. બચત તો અમે ફરજિયાત કરાવીએ. તે એ બચતમાંથી ભાઈલાલભાઈએ જુનામાંથી બાઈક ખરીદ્યું. જ્યારે પ્રવિણે 65000 નું નવું મોપેડ દસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને લીધું.
ભરથરીઓ હાલરડાં ગાય.. બદલામાં લોકો એમને સાડી અને દાણા ભેટમાં આપે. આ સાડીઓમાંથી એ ઘર બાંધે. સાડીના ઘર કેવા? એ શું રક્ષણ આપે? હોંશ તો કાચુ ભલે હોય પણ એ ટાઢ,તડકા અને વરસાદ સામે રક્ષણ આપે એવું ઘર બાંધવાની ખરી પણ પાસે પૈસા નહોતા.
પ્રવિણ અને ભાઈલાલભાઈ લોનમાં સ્વતંત્ર ધંધો કરતા થયા. દૈનિક 500 થી 600 કમાતા થયા હવે એમણે પતરાંથી એમનું છાુપરુ ઊભુ કર્યું.
હોંશ પોતાના ઘરની છે. એ પણ ઝટ પુરી થશે...
અમારા સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત નાના માણસોને નાની લોન આપવાનું કાર્ય કરીએ. અત્યાર સુધી 5000 થી વધુ પરિવારોને લોન આપી છે. બસ સૌ સુખી થાય એ ભાવના..
#MittalPatel #VSSM #સ્વાવલંબન #બનાસકાંઠા #ભોયણ
Bhailalbhai and Pravinbhai Bharthari who took interest free loan from VSSM |
Bharathri man showing his skill of playing ravahattha to Mittal Patel |
No comments:
Post a Comment