Thursday 7 July 2022

VSSM always remains grateful to its loved ones for helping bring change in lives of individuals like Narendrabhai...

Mittal Patel meets Narendrabhai recently on her visit to 
Mehsana

I had recently travelled to Mehsana. Since we had some time on hand after finishing the scheduled engagements, we decided to meet Narendrabhai. And his growth story amazed me. I witnessed the life-changing transformation a small amount could bring in someone’s life.

Whilst we extended the interest-free loan to Narendrabhai, we also educated him (like all our loanees) on saving some of his income. The saved amount helped Narendrabhai buy a buffalo. Gradually, his cattle wealth grew. Today he has Rs. 1.5 lacs worth of cattle wealth and sells milk worth Rs. 500 daily. He has also leased four bigha farmland to grow cattle food, securing him from the ever-growing rates of cattle feed. Moreover, the amount he has been saving is securely put away in the bank, which he plans to use to build a house.

And all this progress within a span of a short time.

The individuals VSSM offers interest-free loans don’t stay in shiny houses but in huts or mud houses, one of the reasons banks or other lending institutes don’t lend them money. The private money lenders are waiting to grab an audacious amount of interest for any deprived soul that comes their way. However, we have been lending money to very impoverished families, and the positive outcomes have only stunned us.

Narendrabhai resides in  Gandhinagar’s Delwada village. Until VSSM’s Rizwan had met him, Narendrabhai did not have a ration card or a space to call his own. Rizwan helped Narendrabhai and other families like him obtain documents of their identity. We also offered a loan of Rs. 10,000 to help him revamp his livelihood.

After he paid off the initial loan of Rs. 10,000 we gave him one of Rs. 20,000 and then Rs, 30,000. Narendrabhai has not only paid off all his loans but has also regularly donated to VSSM.

“I am happy!” he would tell us every time he met us in Ahmedabad, but to be able to watch his progress did brighten up my day.

We are immensely grateful to our well-wishing donors for helping us support individuals like Narendrabhai.

 હમણાં મહેસાણા જવાનું થયું. અમારુ કામ પત્યું પછી સમય હતો તે દેલવાડાના પહોંચ્યા ને નરેન્દ્રભાઈએ એમની પ્રગતિ જણાવી એ સાંભળીને નવાઈ લાગી. 

નાનકડી રકમ કોઈની જીંદગી કેવી બદલી શકે તે પ્રત્યક્ષ જોયું.

નરેન્દ્રભાઈને અમે લોન આપી સાથે બચતની સમજણ આપેલી તે એ સમજણથી જ એમણે એક ભેંસ ખરીદી. એ વેચી એમાંથી બીજી ને ત્રીજી એમ ઢોર વધારતા ગયા આજે એમની પાસે દોઢ લાખના માલઢોર છે અને રોજનું 500 રૃપિયાનું દૂધ એ ડેરીમાં ભરાવે છે. હમણાં એમણે ચાર વીધા જમીન પણ ઉઘેડમાં રાખી. જેથી ઘાસચારો કરીને ઢોરને ખવડાવી શકે. સૌથી અગત્યનું બેંકમાં બચત પડી છે. જે ઘર બાંધવા એ એકઠી કરે છે.

ટૂંકાગાળામાં નરેન્દ્રભાઈએ આ પ્રગતિ કરી. 

રહેવાનું છાપરાંમાં એટલે દસ હજાર જેવી મૂડી કોઈ વ્યાજવી આપે નહીં. જે લોકો આપવા તૈયાર થાય એનું વ્યાજ મારી નાખે. પણ તમે જુઓ એક ભરોષો કરીએ તો કેવું પરિણામ નીપજે છે. 

ગાંધીનગરના દેલવાડામાં એ રહે. એમની પાસે રહેવા પોતાની જગ્યા નહીં. રેશનકાર્ડ વગેરે પણ નહીં. અમારા રીઝવાનના સંપર્કમાં દેલવાડામાં રહેતા નરેન્દ્રભાઈ ને એમના જેવા બીજા પરિવારો આવ્યા. અમે ધંધો કરવા લોન આપીયે એ નરેન્દ્રભાઈ જાણે ને અમે દસ હજારની પ્રથમ લોન આપી એમાંથી એમણે આ પ્રગતિ કરી. 

પ્રથમ લોનના હપ્તા એમણે નિયમીત ભર્યા. એ પછી બીજી 20,000ની પછી 30,000ની લોન લીધી. આ બધી લોન ભરપાઈની સાથે એ સંસ્થાને નાનકડુ  અનુદાન પણ આપે. 

એ સુખી છે ના સમાચાર એ અમદાવાદ આવે ને મળે ત્યારે આપે. પણ એમને પ્રત્યક્ષ મળ્યા પછી એમની પ્રગતિ જોઈ રાજી થવાયું. 

આ કાર્યમાં અમને મદદ કરતા સ્વજનોના અમે આભારી એમના કારણે આ બધુ શક્ય બને છે. 


No comments:

Post a Comment