Tuesday, 19 July 2022

People who easily give-up hope need to draw inspiration from individuals like Babukaka...

Mittal Patel meets Babubhai Raval

We waited 51 years to find happiness, and we had faith in God that someday he would bring us happy days.

"How can one remain patient and wait this long for  happiness to reach them?" I asked myself when Babukaka from Patan's Khakhal shared the above.

Babukaka was just six months old when his father passed away."if I went to school the belly remained hungry," he shared in this simple yet powerful truth of the reality that kept him away from school. This one sentence in a deeply rooted Gujarati dialect explained his condition.

When Babukaka came into our contact in 2017, he needed a loan of Rs. 10,000. He required funds to work towards making his dream a reality. VSSM provided him with an interest-free loan of Rs. 10,000 which he used for making coal. The entire family worked hard and stretched the amount to earn better.

"I have managed to get 75 grams armlets done for my wife Rangu Ma and employ five people at my place. All of these after spending on household expenses and paying the monthly EMIs." Kaka shared with a smile on his face.

Kaka has understood the tricks of the trade; he is on the path to success and continues to take loans from us and adhere to the repayment schedule.

Today, Kaka employs 35 people, and his wife and daughter-in-law remain home to focus on his grandchildren's education.

Babukaka has inspired many; the villagers made him file a nomination for the post of Sarpanch at the recently held panchayat election. As a result, Rangu Ma was elected as an unopposed Sarpanch. Babukaka now works for the development of his village.  

"I can eat what I wish, buy the clothes I like and help the people I want to!" Babukaka said with humility. We were glad to watch him progress and do good in life. And people who easily give-up hope need to draw inspiration from individuals like Babukaka.

"51 વર્ષ સુધી સુખની રાહ જોઈ.. પણ ભગવોન પર વિસવા હતો ક એક દાડો તો સુખ આલશે.. "

આ વાક્ય પાટણના ખાખલના બાબુકાકાએ કહ્યું, સાંભળીને આટલી ધીરજ કોઈ રાખી શકે? એ પ્રશ્ન થયો. કાકા છ મહિનાના હતા જ્યારે એમના પિતા ગુજરી ગયા. ભણવું હતું પણ કાકા કહે, "નેહાળ જવું તો પેટ ભૂખ્યું રે..." 

કેવી વેધક વાત.. આપણી ગુજરાતીભાષાની તાકાત. કાકાની સમગ્ર સ્થિતિનો ચિતાર આ વાક્યમાં આવી ગયો. 

આવા બાબુકાકા 2017માં અમારા સંપર્કમાં આવ્યા. એમને 10,000ની લોન જોઈતી હતી. પોતાનું સ્વપ્ન સાકાર કરવા મથવા માટે. અમે આપ્યા ને એમણે કોલસા પાડવાનું કામ રાખ્યું. પહેલાં તો આખો પરિવારો જાતે મથ્યો ને 10,000માંથી એ સારુ કમાયા. 

કાકા હસીને કહે, ઘર ખર્ચ કાઢતા થોડી મૂડી ને 75 ગ્રામના ચાંદીના કડલા એમના પત્ની રંગુમાને એમણે કરાવી આપ્યા. અને પાંચ વ્યક્તિઓને એમણે પોતાના ત્યાં કામે રાખ્યું..

ધંધો સમજાઈ ગયો. કાકાની ગાડી હવે નીકળી પડી. અમારી પાસે બીજી ને ત્રીજી એમ લોન લેતા ગયા ને એમની પ્રગતિ થતી ચાલી.. 

આજે કાકા 35 લોકોને કામ આપે છે. એમના પત્ની અને પુત્રવધુને એ પોતાના ત્રણ પૌત્ર પૌત્રીઓને ભણાવવા ઘરે રાખે છે. કાકા સુખી થયા તો ગામલોકોએ એમને હમણાં યોજાયેલા સરપંચની ચૂંટણીમાં ઊભા રહેવા કહ્યું. કાકાના પ્તની રંગુકાકી બિનહરીફ ચૂંટાયા. કાકા હવે ગામના વિકાસના કામોમાં પણ સરસ લાગ્યા છે. 

કાકા કહે છે, મન થાય એવું ખાઈ શકુ છુ, ગમે એવા કપડાં લઈ શકુ છું. ને ઈચ્છા થાય એને મદદ કરી શકુ છુ.. કાકાના વિચારો ખુબ ઊંચા છે..  એમની પ્રગતિ જોઈને રાજી થવાય. 

નાની નાની વાતમાં નિરાશ થનાર લોકો માટે કાકા પ્રેરણાસ્ત્રોત....

#MittalPatel #vssm


No comments:

Post a Comment