Tuesday, 21 June 2022

It is exciting to learn that such small support from VSSM can bring lasting change to Meenaben's life....

Mittal Patel meets Meenaben during her visit to Vijapur

Vijapur's Meenaben had always wished to have a kiosk to sell seasonal produce but lacked the funds to buy a handcart. Hence, we offered to help her through an interest-free loan.

"My relationship with you will spoil if I cannot repay the loan!" Meenaben had apprehensions.

Meenaben lacked self-confidence, but our Tohid and Rizawn knew her abilities and skills. After a lot of convincing by the two, Meenaben agreed to take  50% of the handcart's cost as a loan.

It had been almost three months since she had taken the loan for half the cost of the handcart. She had been paying the instalments on time.

I specially went to meet Meenaben while I was in Vijapur recently. Meenaben's handcart was full of watermelons; next to the cart was tempo which too was loaded with watermelons.

"How's business?" I asked.

"Too good. The money I earned from the brisk business I did on this handcart enabled us to buy this second-hand tempo.

"How much did it cost?"

"25 less in 80. This automobile allows us to go to other villages to sell the fruits."

Individuals like Meenaben are highly enterprising; all they need is a push and some support.

We pushed Meenaben to realise her potential, and she pushed her boundaries to buy a tempo costing Rs. 77,500 (25 less 80).

Meenaben aspires to expand her business, build a house and educate her children. It is exciting to learn that such small support can bring lasting change to Meenaben's life.

Thanks to our team members, who are usually spot-on in identifying just the correct individuals in need. Tohid and Rizwaan’s sensetivites are worth applauding. 

મીનાબહેન વિજાપુરમાં રહે. એમની ઈચ્છા સીઝનલ ફ્રુટ્સનો ધંધો કરવાની. પણ એ માટે જરૃરી લારી તેમની પાસે નહીં. અમને એમણે લારી માટે મદદ કરવા કહ્યું. અમે  લોન રૃપે પૈસા આપવા કહ્યું. પણ એમણે કહ્યું, 

લોન લઉં અને પછી પૈસા ભરી ન શકુ તો મારો તમારી સાથેનો વ્યવહાર બગડે. 

આખેર અમારા તોહીદ અને રીઝવાને લારીની 50 ટકા કિંમત લોનરૃપે પરત આપવા અને 50 ટકા મદદરૃપે આપવા કહ્યું.

મીનાબહેનને પોતાનામાં વિશ્વાસ નહીં. પણ રીઝવાને વિશ્વાસ અપાવ્યો અને એમણે લારી લીધી. 

આ વાતને લગભગ ત્રણ મહિના થયા. એમણે લારી લેવા જે પચાસ ટકા રકમ અમારી પાસે લોન રૃપે લીધેલી એનો હપ્તો પણ એ નિયમીત ભરે. 

હમણાં વિજાપુર ગઈ ત્યારે ખાસ મીનાબહેનને મળવા જવાનું થયું. મીનાબહેન લારીમાં તરબૂચ લઈને ઊભેલા. તેમની લારીની બાજુમાં એક ટેમ્પો પણ પડ્યો હતો એમાં પણ તરબૂચત ભરેલા હતા.

અમે પુછ્યું; 'ધંધો કેવો થાય છે?'

'બહુ હારો.. આ જુઓ તઈણ મઈના આ લારી માથે જે ધંધો કર્યો ઈમોથી આ ડાલુ(ટેમ્પો) જુનામો ખરીદ્યું'

'ટેમ્પો કેટલાનો આવ્યો?'

'એંસીમો પચીસો ઓછા. પણ હવ વિજાપુર બારા ગોમડાઓમોં જઈનય ધંધો કરીએ હીએ.

મીનાબહેન જેવા કેટલાય માણસોની ધંધો કરવાની આવડત જબરજસ્ત છે બસ જરૃર એમને ધક્કાની છે.

અમે મીનાબહેનને ધક્કો માર્યો ને એમણે 80,000માં 2500 ઓછાનો ટેમ્પો ખરીદ્યો..

મીનાબહેનને ધંધામાં હજુ ઘણું આગળ વધવું છે. સરસ ઘર કરવું છે છોકરાંઓને ભણાવવા છે..

નાનકડી મદદ અને ધક્કો કોઈનું જીવન કેવું બદલે તે જોઈને અમે અમારા આગળના પ્રવાસે નીકળ્યા..

પણ અમારા દરેક કાર્યકરો સાચા હીરાપરખુ. તોહીદ અને રીઝવાનની આ સમજણને પણ પ્રણામ...

#mittallpatel #vssm #સ્વાવલંબન #રોજગાર



Meenaben's handcart was full of watermelons next to the cart
was tempo which too was loaded with watermelons

Meenaben aspires to expand her business, build a house
and educate her children


No comments:

Post a Comment