Tuesday 21 June 2022

VSSM extended a loan to help Moninder set up his business once again under swavlamban program...

Moninder came to VSSM office to meet Mittal Patel

My son is suffering from blood cancer, and when I needed the warmth and support of my family the most, my parents ended their relationship with me. Harinder is undergoing treatment at Ahmedabad's Civil Hospital. I would see Kiranbhai assisting with the treatment of Aayushi. Initially, I thought he was a family member only to learn that he represents your organisation. He was not their blood relative yet was helping them with blood collection and medicines. And my parents are not even bothered about me…."

Moninder Singh had tears in his eyes while sharing the above. The cancer treatment of his 14-year-old had already cost him his house and the car he drove to make a living. So after they had exhausted their resources at private hospitals, the family moved to Civil  Hospital.

VSSM's Kiran coordinates the medical assistance activities for financially deprived families under the Sanjeevani Arogya Setu initiative. We also began supporting Harinder's treatment. One day, Moninderbhai came over to our office to meet me. "I wanted to meet the angle who selflessly supports families like us." While interacting, he shared about the broken ties with his parents.

His son's treatment requires Moninderbhai to be in Ahmedabad; his wife and three children are at his in-laws' home in Chotila. So we offered him a loan to enable him to start a new venture. He mentioned coming over next couple of days for the loan to create a kiosk selling sunglasses. Moninderbhai's wish was to purchase a car, so he could once again drive it on rent (it was Harinder's wish he had fulfilled when he first bought a car). But buying a car would need a considerable investment; hence, he started by selling sunglasses, which was his first venture.

Moninderbhai did not come after two days, and we assumed he would be busy with his son's treatment.

"Didi, my Harinder left for another world. My parents and siblings did not even come for his last rites," a very emotional Moninderbhai tells me when he comes to the office after five days. 

With the help of Infomatic Solutions, VSSM extended a loan of Rs. 20,000 to help Moninder set up his business once again. He buys sunglasses with the said amount and comes to our office to show (as shown in the shared image)  how he will be selling those. "I wish to buy a car once again. It was my Harinder's favourite thing. My parents disowned me, but I do not wish to disown my son's wishes…"

VSSM wishes the very best to Moninderbhai in all his future endeavours, and may God give him the strength to bear the loss of his child.

'મારા દિકરાને બ્લક કેન્સર થયું. મારા મા - બાપને એની જાણ થઈ કે એમણે મારી સાથેનો સંંબંધ કાપી નાખ્યો. જે સમયે મને એમની હૂંફની, લાગણીની જરૃર હતી એ ટાણે એમણે સંબંધ કાપી નાખ્યો... હાલ હરીન્દની સારવાર સિવીલમાં ચાલે છે. તમારા કીરણભાઈ કેન્સર વોર્ડમાં દાખલ આયુષીની ખબર પુછવા એને જ્યારે લોહીની જરૃર પડે ત્યારે લોહી ભેગુ કરી આપવામાં અને બીજી મદદ માટે આવતા. કીરણભાઈ આયુષીના સગા હશે એવું મને લાગતું પણ પછી ખબર પડી એ તો સંસ્થામાંથી આવે છે. લોહીનો કોઈ સંબંધ નહીં તોય એ મદદ કરે. જ્યારે મારા તો સગા...'

આટલું બોલતા બોલતા મોનીન્દરભાઈની આંખો ભીની થઈ ગઈ. 

14 વર્ષના દીકરાની સારવારમાં મોનીન્દરભાઈએ પોતાનું ઘર અને જે ગાડી ઉપર ઘંધો કરતા તે ગાડી પણ વેચી નાખી. છેવટે ખાનગી હોસ્પીટલના ખર્ચા પોષાયા નહીં એટલે સીવીલમાં સારવાર માટે આવ્યા. 

અમારો કીરણ સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દર્દીઓની સારવારમાં મદદ કરે તેમ હરીન્દરની સારવારમાં પણ મદદ કરે. મોનીન્દરભાઈ એક દિવસ ઓફીસ પર મળવા આવ્યા. એ કહે, મારે એ ફરિશ્તાઓને જોવા હતા જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સૌને મદદ કરે.. અમારી વચ્ચે ઘણી વાતો થઈ એમાં એમણે એમના મા-બાપે એમને ત્યજ્યાની વાત પણ કરી.

મોનીન્દરભાઈ દિકરાની સારવાર માટે સતત સીવીલમાં રહે. હવે ધંધો એમની પાસે રહ્યો નહોતો.એમના પત્ની ને ત્રણ બાળકો ચોટીલા એમના પિયરમાં રહે. મોનીન્દરભાઈને ફરીથી ધંધો શરૃ કરવા મદદ કરવાનું અમે કહ્યું. એમણે આભાર માન્યો ને બે દિવસ પછી આવીને ચશ્માનો વેપાર કરવા સહાય લઈ જઈશનું કહ્યું.

એમની ઈચ્છા તો ગાડી લેવાની હતી. મૂળ ગાડી પર ધંધો કરવાની ઈચ્છા હરિન્દરની હતી અને એટલે જ એ ગા઼ડી લાવ્યા હતા અને ભાડેથી એ ચલાવતા હતા. પણ ગાડી માટે ઘણા પૈસા જોઈએ એટલે એમણે કહ્યું જેનાથી મે ધંધો શરૃ કર્યો હતો તે ચશ્માના ધંધાથી જ બધુ પાછુ ચાલુ કરીશ. 

અમે બે દિવસ પછી આવવા કહ્યું પણ એ બે દિવસ થયા તોય આવ્યા નહીં. મને લાગ્યું દીકરાની સારવારમાં વ્યસ્ત થઈ ગયા હશે. લગભગ પાંચેક દિવસ પછી એ આવ્યા અને એમણે કહ્યું, 'દીદી મારો હરીન્દર ગયો.. મારા મા-બાપ, મારા ભાઈ બહેન એની મૈયતમાં પણ ન આવ્યા. એટલું કહેતા કહેતા એ ઢીલા થઈ ગયા.'હીંમત તો આપવાની જ હોય... એમને નવેસરથી ધંધો કરવા Infomatic Solutionsની મદદથી 20,000 આપ્યા. જેમાંથી એ ફોટોમાં દેખાય એ ચશ્મા લઈ આવ્યા. ચશ્મા ખરીદીને એ ઓફીસ આવ્યા ને આમ પથારો કરીને અમને બતાવ્યા..એમણે કહ્યું, આ ધંધામાંથી પૈસા ભેગા કરી ફરી ગાડી લઈશ. મારા હરીન્દરને એ ગમતી એટલે. મારા મા-બાપે મને ત્યજ્યો... પણ મારા હરીન્દરને ઈચ્છાને હું કાયમ રાખીશ...

મોનીન્દરભાઈને ધંધામાં સફળ થાય એવી શુભેચ્છા... ને જે તકલીફ એમના માથે આવી તે સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના...

#MittalPatel #vssm

No comments:

Post a Comment