Mittal Patel meets shardaben doing some brisk buisness of selling fashion accessories |
At the Surendranagar bazar, amongst the many vendors selling their products on the kiosks spread over the roadside floor, you will also find the spreads of Shardaben and Krishna, a mother-daughter duo doing some brisk business of selling fashion accessories.
Although their kiosks sit next to each other, the items they sell are pretty different. Krishna stocks and sells expensive and fashion stuff that the young buyers would prefer. The rush on her kiosk makes it easy to assume that the things she stores are in demand. Even the products Krishna chooses are bought from Ahmedabad. Shardaben, on the contrary, prefers to sell old fashioned not so expensive stuff all that she brings from the wholesale markets of Surendranagar.
The mother-daughter duo had approached us for a loan, as lack of capital restricted their ability to buy goods in bulk. As a result, they could never earn enough profit.
We had agreed to offer loans of Rs—30,000 each, an amount that cheered Shardaben instantly. However, Krishna needed more funds. “I don’t n to buy goods from Surendranagar. This market lacks variety and favourable rates. I want to purchase stock from Ahmedabad for which I need Rs. 50,000. I wish to expand my business.” Krishna had told us.
Considering Krishnna’s enthusiasm and enterprise, we agreed to loan her Rs. 50,000. Today her kiosk overflows with customers. Shardaben’s business is doing better than before, but hard to match up with Krishna. Also, Krishna is blessed with excellent sales skills. Anyone who stops at her kiosk can never walk away without making a purchase.
Shardaben and Krishna are regular at paying their EMIs. Shardaben is satisfied with the way her business is progressing, but Krishna wants to keep expanding her business, and her loving husband ensures she accomplishes her dreams. Shardaben has only one responsibility left: to marry her younger daughter, after which she wants to slow down and earn only so much that she keeps her life going. Maybe she is tired of working for all these years!
VSSM wishes these dynamic women all the very best for whatever they choose to do in life.
સુરેન્દ્રનગરની બજારમાં પથારો પાથરીને શૃંગાર પ્રસાધનો વેચતા ઘણાની વચમાં એક મા અને એક દિકરીનો પથારો મળે..
મા એટલે શારદાબહેન ને દીકરી એટલે ક્રિષ્ણા.. બેયના પથારા આમ બાજુ બાજુમાં પણ બંનેના પથારામાં વેચાતી ચીજો ઘણી નોખી.. ક્રિષ્ણા મોંઘી અને આજના સમયમાં લોકોને ગમે તેવી ચીજો લાવે. એ પણ છેક અમદાવાદથી. એટલે એના ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળે. જ્યારે શારદાબહેન હજુ પણ જુની ઘરેડમાં ચાલે એવી વસ્તુઓ પ્રમાણમાં થોડી સસ્તી અને સુરેન્દ્રનગરથી જ ખરીદી વેચે.આ બેઉ મા - દીકરીએ અમારી પાસે ધંધો વધારવા લોન માંગેલી. મૂડી નહોતી એટલે પાંચ - દસ હજારનો સામાન લાવી વેચવાનું કરતા પણ એમાં નફો ઝાઝો નહોતો મળતો.
અમે 30,000ની લોન આપવા કહેલું જે સાંભળીને શારદાબહેન તો ખુશ થઈ ગયા પણ ક્રિષ્ણાએ કહ્યું, મને વધારે ખપે... હવે સુરેન્દ્રનગરથી સામાન લાવીને વેચવાનું નથી કરવું.. એમાં નફો ઝાઝો નથી રહેતો. વળી વેરાયટી પણ ઝાઝી ન મળે..મને 50,000 મળે તો અમદાવાદથી સામાન ભરાવું.. મારે મોટો ધંધો કરવો છે. આમ નાનુ નાનુ કરીને નથી બેસવું..
ક્રિષ્ણાની ધગશ અને જીગર જોઈને અમે 50,000 આપેલા...જેના લીધે એના પથારે ગ્રાહકોની કમી નથી.. શારદેબહેનને પણ અમે 30,000 આપ્યા એ પહેલાં કરતા સારો વેપાર કરે પણ ક્રિષ્ણા જેવો તો નહીં જ.
મા- દીકરી લોનના હપ્તા નિયમીત ભરે.ક્રિષ્ણાની ભાષા પણ મીઠી, ગ્રાહક એની પાસે આવે પછી ખરીદ્યા વગર ભાગ્યે જ જાય...
ક્રિષ્ણાનો ઘરવાળો ક્રિષ્ણા પથારે બેઠી હોય ત્યારે એનું બરાબર ધ્યાન રાખે. એને ક્રિષ્ણા માટે ઘણો પ્રેમ. ક્રિષ્ણાને હજુ મોટો ઘંઘો કરવાની ખેવના છે.
જ્યારે શારદાબહેનની મનછા એવી મોટી નથી..એક દીકરીના લગ્ન બાકી છે એ થઈ જાય અને સુખેથી ખાઈ પી શકાય એટલું મળી જાય તો ઘણું એવું એ કહે...કદાચ નાનપણથી કામ કરી રહેલા શારદાબહેન હવે થાક્યા હશે. માટે મોટા ધંધાની હવે એમને એષણા નથી..
મારા ખ્યાલથી બેઉના સ્વપ્ન એક બીજાની જગ્યાએ સાચા છે..
ખેર બેઉને સફળ થાવ એવી શુભેચ્છા...
#MittalPatel #vssm
Krishna and Shardaben are blessed with excellent sales skills |
Krishna stocks and sells expensive and fashion stuff that the young buyers would prefer |
No comments:
Post a Comment