Mittal Patel meets Rekha Maa |
There is a very popular phrase in Gujarati, 'Even the dogs from maternal town are dearer'. Women use it to share the ingrained love for all things associated to their maternal home. Rekha Maa used that phrase when she tightly held my hand.
VSSM's Madhuben and Hiren were working on ration card-related issues in Ramol when Alpesh from the settlement asked them to meet Rekha Maa.
Rekha Maa's husband ran a pakora cart, and it was a flourishing business. The family lived at peace until her husband was alive, as there was a steady flow of income. However, meeting the household expenses became a challenge after he passed away. The couple's only child is differently abled and needs constant medical attention. Rekha Maa took up a job as a utensil cleaner at a hotel. Gradually, as she aged, that became cumbersome because handling restaurant vessels required a lot of energy.
With no options left, she began begging near Ramol toll booth.
Alpesh and other village youth would watch Rekha Maa's plight in dismay. They helped whenever possible, but with unstable economic conditions, they also had limitations. Alpesh felt it would be better if Rekha Maa was given a hand cart through which she could trade seasonal produce. Alpesh did not want her to feel burdened by depending on others for food.
Alpesh shared his thoughts with Madhuben. Consequently, we bought a hand cart for Rekha Maa.
"Ba, where is your maternal home?" I asked Rekha Maa when she was at our office to collect the hand cart.
"Have you seen Tharad in Banaskantha?" Rekha Maa asked.
“Yes, I have also seen Chekhla, Simana, Kakar…” I replied.
"Are you from there, my village?" a gleaning Rekha Maa asks me.
The delight on her face was so bright that I could not say no. Also, I believe in Vasudhaiv Kutumbakam… that makes this entire earth my maternal home.
I liked the Ba's intent of working to earn a living. Alpesh and others from the settlement accepted the responsibility of bringing goods for Ba and ferrying the cart to and from the work spot.
This was a fantastic amalgamation. Alpesh, his friends and Rekha Ma all belong to different communities neither were they related in any other way, yet humanity prevailed, and they chose to stand beside Rekha maa.
We told Rekha Ma to work until her health permits, after which we shall provide a monthly ration kit.
The world is a better place because humans live Alpesh still exist.
પિયરનું તો કુતરુય વહાલું લાગે... એવું કહીને રેખા માએ મારો હાથ એકદમ મજબૂત પકડી લીધો..
વાત જાણે એમ બની..
અમારા મધુબહેન અને હીરેન(કાર્યકરો) રામોલમાં વિચરતી જાતિઓની વસાહતમાં તેમના રેશનકાર્ડના પ્રશ્નોને લઈને કામગીરી કરી રહ્યા હતા એ વેળા વસાહતમાં રહેતા અલ્પેશે મધુબહેનને રેખા માને એક વખત મળવા કહ્યું.
રેખામાના ઘરવાળા ભજીયાની લારી ચલાવતા. એ જ્યાં સુધી હતા ત્યાં સુધી સંસાર સુખેથી ચાલ્યા કરતો. પણ એમના ગયા પછી ઘર ચલાવવું કઠીન થઈ પડ્યું. એમને એક દીકરો પણ એ વિકલાંગ ને સતત બિમાર રહ્યા કરે. રેખા મા હોટલમાં વાસણ ઘસવા જાય ને ઘરનું પુરુ કરે.ધીમે ધીમે હોટલમાં વાસણો એ પણ મોટા મોટા ઘસવાનું પણ એમને કઠીન લાગવા માંડ્યું મૂળ ઉંમર થઈ ને એટલે.
આખરે એમણે રામલો ટોલ નાકા પાસે ભીખ માંગવાનું શરૃ કર્યું.
અલ્પેશ ને અન્ય યુવાનોને આ ગમે નહીં. એ નાની મોટી મદદ કરે પણ એ લોકોની સ્થિતિયે કાંઈ એવી સારી નહીં. અલ્પેશને થયું કે રેખા માને જો લારી મળે તો એ સીઝનલ ધંધો જેમ કે મકાઈના ડોડા વેચવાનું કે જામફળ વેચવાનુ કરી શકે. મૂળ કોઈ આપે ને ખાય એ રૃણાનુબંધ શક્ય હોય ત્યાં સુધી ન બંધાય તો સારુ એવું અલ્પેશ માને.
તે એણે મધુબહેનને કહ્યું ને અમે લારી આપવાનું નક્કી કર્યું. રેખા મા લારી લેવા આવ્યા ત્યારે મે પુછ્યું,.
બા પિયર ક્યાં થાય?
એમણે કહ્યું બનાસકોઠામોં થરા જોયું?
મે કહ્યું હા, ચેખલા, સીમાણા, કાકર આ બધા જોયા..
સાંભળીને એ તો રાજી રાજી એમણે કહ્યું. તમે તોના? મારા ગોમના?
એમના મોંઢા પર એટલો હરખ હતો કે, ના ન પાડી શકી. વળી થયું હું તો વસુદૈવ કુટુબંકમઃમાં માનુ એટલે આ જગત આપણું પિયર જને....
પણ બાની મહેનત કરીને ખાવાની વાત ગમી. અલ્પેશ અને વસાહતના યુવાનોએ બાને લારીમાં ભરવાનો સામાન લાવી આપવાની ને લારી વેપારના સ્થળ સુધી લઈ આવવાનું ને સાંજે પરત મુકી આપવાની જવાબદારી સ્વીકારી.
કેવો અદભૂત સંગમ. અલ્પેશ ને એના મિત્રો અને રેખા માની જાતિયે જુદી આમ કોઈ સંબંધ નહીં છતાં માનવતાને નાતે એ રેખામાની પડખે...
બસ રેખા માને અમે કહ્યું થાય ત્યાં સુધી કામ કરો ન થાય તે દિવસે કહેજો અમે રાશન આપીશું...
પણ દુનિયા અલ્પેશ જેવા માનવતાવાદી યુવાનોથી ટકી છે...
#mittalpatel #vssm
Mittal Patel hand overs hand cart to Rekha Ma and Alpeshbhai at VSSM's office |