Dipakbhai's uncle's son learns sewing machine in his shop after coimg to school |
Dipakbhbai and his brother sewing in his shop |
દિપકભાઈ ભોળાભાઈ પરમાર ભાવનગરના ગારિયાધારમાં રહે.પરિવારમાં માતા-પિતા અને એક મોટોભાઈ છે. દિપકભાઈના પિતા હીરા ઘસવા જાય. બંને ભાઈઓ સિલાઈકામ કરવાનું કામ કરે. દિપકભાઈ ૧૨ પાસ છે અને તેમના મોટાભાઈએ કોલેજના બે વર્ષ કર્યા છે. દિપકભાઈ ૧૦માં ધોરણમાં અને તેમના મોટાભાઈ ૧૨માં ધોરણમાં ભણતા હતા ત્યારે સ્કુલ યુનિફોર્મ મેળવવા માટે તેમને બહુ મુશ્કેલી પડી. બંનેએ નક્કી કર્યું કે હવે સિલાઈકામ શીખવું છે.તેથી બંને ભાઈઓએ વેકેશનમાં સિલાઈકામ શીખવાનું શરૂ કર્યું. વેકેશન પૂરું થયા પછી પણ બંને ભાઈઓ સમય કાઢી સિલાઈકામ શીખવા જતા.ત્રણ થી ચાર વર્ષ તેમને શીખતા લાગ્યા. બંને ભાઈઓ પાસે એટલી તો મૂડી હતી નહીં કે ધંધો શરૂ કરે તેથી તેમના ગામમાં જ ચાલતી દુકાન ભાડેથી લઇ તેમાં કામ કરવા લાગ્યા. જેમાં રૂપિયા ૧૮૦૦/- દુકાનનું ભાડું અને રૂપિયા ૧૫૦૦/- સિલાઈમશીનનું ભાડું ચૂકવવું પડતું. ધંધો સારો ચાલે તેથી બંને ભાઈઓ દુકાન અને મશીનનું ભાડું આપી સિલાઈકામ કરતા.
દિપકભાઈ કહે,“ મારાફુવા જીતેન્દ્રભાઈ, રમેશભાઈ (VSSMના કાર્યકર)ને ઓળખતા. તેમને મેં મારી પરિસ્થિતિ વિશે વાત કરી કે મહિના દરમિયાન જે આવક થાય તેમાંથી રૂપિયા ૩૩૦૦/- તો ભાડામાં જ જતા રહે. અમે જેન્ટ્સ ગારમેન્ટનું કામ કરીએ. દિવાળી આવશે એટલે કામ વધવાનું, તેથી જો પોતાના મશીન થઇ જાય તો રૂપિયા ૧૫૦૦/- ભાડું ન ચૂકવવું પડે.સંસ્થામાંથી રૂપિયા ૪૦,૦૦૦ની વગર વ્યાજની લોન મળતા અમે ત્રણ મશીન લઇ આવ્યા. અમને જોઈ મારા મામાનો દીકરો હવે અમારી દુકાનમાં પણ સિલાઈકામ શીખવા આવે છે.આમ હવે અમને સિલાઈ મશીનનું ભાડું નહીં થાય. લોનના હપ્તા નિયમિત ભરવા માટેની હું બાંહેધરી આપું છુ. જેના માટે અમે દુકાનમાં એક ગલ્લો રાખ્યો છે. જેમાં રોજના રૂપિયા ૫૦ થી ૧૦૦ નાખીએ એટલે લોનનો હપ્તો ભરવા જેટલા પૈસાભેગા થઇ જાય.અમેસ્કૂલમાં ભણતા ત્યારે જોયું કે મારી મમ્મી રોજના થોડા થોડા પૈસા બચાવતા. તે જોઈ અમે પણ ગલ્લામાં પૈસા ભેગા કરવાની શરૂઆત કરી. આ ગલ્લામાં ભેગી કરેલી થોડી થોડી બચતે અમારા કેટલાયે કામો પારપાડ્યા. તેથી હવે તો અમે અમારા ગામમાં બચત મંડળ ચાલે. જેમાં દર મહીને ૧૦૦૦ રૂપિયા ભરીએ છીએ.VSSM સંસ્થા આટલું સારું કામ કરે છે એટલે સંસ્થા સાથે જોડાવાનો આનંદ છે. સંસ્થાએ મારા પર ભરોસો રાખી લોન આપી. તેથી સંસ્થાનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું.“
દિપકભાઈ પોતાની જેન્ટ્સ ગારમેન્ટની દુકાન કરવા માંગે છે.જેના માટે તેઓ બચત કરી રહ્યા છે. નાનપણથી રહેલી બચતની આવડતથીઅને મહેનતથી જરૂર તેઓ પોતાના સપના સાકાર કરશે. સ્કૂલના યુનિફોર્મની જરૂરિયા તને કારણે દિપકભાઈ સિલાઈ શીખ્યા અને આજે પોતાની દુકાનના સ્વપ્ન જોતા થઇ ગયા. ભવિષ્યમાં દિપકભાઈ પોતાના સપના ને સાકારકરે તેવી શુભેચ્છા. આપ સૌ દાતા દ્વારા મળેલ અનુદાનથી લોકો સપના જોતા થયા છે અને એ સ્વપ્નને સાકાર કરવા માટે મથી રહ્યાછે. આપસૌ દાતાઓ નો ખૂબ ખૂબ આભાર...
No comments:
Post a Comment