Wednesday, 24 May 2017

“To teach them a lesson, we are prepared to outcaste them!”

The nomads we work for are generally very righteous communities. They abide by the human values we all have grown up with, but somehow choose to unfollow at times!! Sometime back VSSM sanctioned interest free loans to two Devipujak families, for a while they remained regular in paying back the monthly instalments. But as time passed they decided to stop paying their installments. This was quite disturbing for VSSM’s Kanubhai who had recommended these individuals to VSSM management and to us too. Since we always vouch for the integrity of these families, we felt let down by the behavior we had encountered.  There was a sense of betrayal we were experiencing.

VSSM team at Rajkot with Marvadi Devipujak Community
The issue of non-repayment of loan was taken up to the Marwadi Devipujak community leaders from Rajkot. The leadership was astonished by the offence. They failed to understand how can someone ditch their own people; this organization (VSSM) was their own.

“No one should point finger on our organization!! This act will give a bad name to our community too, we can never tolerate this. The community cannot allow to break the trust the organization has put in us!!” The leaders of the Marwari Devipujak community decided to collectively pay the remaining installments. Every month they raise contribution to be sent as installment.

“We will be teaching these two individuals a lesson, let there be a right occasion, a proper opportunity. If required, we will outcaste them!” said the leaders.

Hope these otherwise simple and humble communities can hold their values intact from the bitter external influences!

લોનનો હપ્તો ના ભર એ નાત બારો
મારવાડી દેવીપૂજકના બે પરિવારોને વગર વ્યાજની લોન ધંધા માટે આપી. થોડા હપ્તા સમયસર આવ્યા અને પછી હપ્તા આપવાનું બંધ કર્યું. 
પરિવારનું કોઈ ખરાબ રવાડે ચડી ગ્યાનું સાંભળીએ ને જે દુ:ખ થાય તેવું થ્યું. નૈતિકતા કાયમ જળવાવી જોઈએ એવું અમે સૌ માનીએ ત્યારે પરિવારનું કોઈ અવળે રસ્તે જાય તે કેમ કરી સાંખી શકાય? VSSM ના કાર્યકર કનુભાઈ પણ દુઃખી.
રાજકોટના મારવાડી દેવીપૂજક સમાજના લોકોએ આ જાણ્યું. લોન લેનારને સમજાવ્યો. આપણી સંસ્થા સાથે દગો કરીએ તો કુદરત ના છોડે વગેરે... પણ.. પેલા ભાઈની નિયતમાં ખોટ આવી ગઈ હતી.
આખરે મારવાડી દેવીપૂજક સમાજે બાકી રહેલી લોન સમાજ તરીકે ભરવાનું નક્કી કર્યું. દર મહિને ઉધરાણું થાય અને લોન ભરાય. 
‘અમારી સંસ્થાને કોઈ કહી જાય એ નો પાલવે, બાવરીઓનું હોત નામ ખરાબ થાય... તમે ભરોષો મુક્યો અમારાથી એને ના તોડાય. પેલો ભલે હાલ લોન ના ભરે પણ નાતમાં તો બેહવાનું થાશેને? પ્રસંગ આવવા દો.. એવું ઉદાહરણ બેહાડીશું કે દગો કરવાનો બીજોય કોઈ વિચાર નઈ કરે. જરૃર પડે નાત બારો કાઢશું’  
મૂલ્યો સાથે જીવનારા આ સમાજને કહેવાતા ભદ્ર સમાજની ગંદકી અડકી ના જાય તે જોવું રહ્યું..

No comments:

Post a Comment