રાપરથી કરશનકાકા દેવીપૂજકનો ફોન આવ્યો.
‘બેન ટેટી ખૂબ થઈસે, ખાવા
આવો.’
મે કહ્યું, ‘રાપર ટેટી ખાવા આવવું મોંધુ પડે કાકા, પણ યાદ કર્યા એ માટે આભાર.’
‘બેન ગાડીના તેલના પૈસા દઈ
દઈશું પણ તમે આવો.’
મે ના પાડી અને સરસ ઉપજ અને સારા પૈસા મળે તેવી શુભેચ્છા પાઠવી.
આજે ઓફિસ પહોંચી તો વાલજીભાઈ ટેટીના થેલા સાથે રાહ જોતા હતા. કરશનકાકાએ
તેમને ખાસ મોકલ્યા હતા.
‘આ ફેરા માલ ખુબ થ્યોને એટલે
ટેટીનો ભાવ બહુ ના મળ્યો. ખોટ ગઈ બેન.’ એવું કરશનકાકાએ કહ્યું.
કરશનકાકાએ 20 વિઘા જમીન ભાગવી રાખી, તેમાં ટેટીની ખેતી કરેલી. પરિવારના 14
વ્યક્તિઓએ 4 મહિના દિવસ - રાત મહેનત કરેલી તોય, એક રૃપિયાનોય નફો ના થ્યો.
Valjibhai Devipujak with "Sakkarteti" |
લારીમાંથી શાકભાજી ખરીદતી વખતે આપણે ભાવતાલ કર્યા વગર તો રહીએ જ નહીં. બે
રૃપિયા ઓછા કરી ઉપર મરચાં અને કોથમીર મફત માંગીએ અને એ મળે એટલે જગ જીત્યા. પણ
આપણે રકઝક કરીને બચાવેલા બે રૃપિયામાંથી આપણા બંગલા બંધાવાના હતા? તે આપણે વિચારવું જ
રહ્યું...
જો કે, કાકા અમને બધાને વહાલા. એમના છાપરે જઈએ તો જમ્યા વગર ના મોકલે.
બાજરીનો રોટલો મને ભાવે એવી ખબર એટલે જ્યારે પણ VSSMની ઓફિસ આવે ત્યારે રોટલો અને
રીંગણનું ભડથું મારી માટે બાંધતા આવે..
બસ તેઓ
સારુ કમાતા થાય, બચત કરતા થાય અને સરસ જીંદગી જીવતા થાય તે અમારે કરવું છે...
No comments:
Post a Comment