Friday 26 August 2022

Will to succeed… VSSM helps Bhavesh & Bhavna begin their own venture…

Mittal Patel visits Bhavesh and Bhavna's shop during
her visit tio Sarwal 

Bhavesh and Bhavna are young but wise and hardworking beyond their age. Bhavesh practiced the traditional occupation most Bajaniya follow; collecting hair shed during everyday combing. But it required him to wander a lot while he yearned for a settled life that could allow his children to go to school and spare his tired legs.

In the meantime, he happens to speak to VSSM’s Mohanbhai about his struggle to find a solution. Mohanbhai suggested he start a small shop in the heart of the Bajaniya settlement in Patan’s Sarwal village. A neighbourhood shop would benefit both him and the community.

Bhavesh decided to go forward with the idea, he started a shop in one room of his house. VSSM offered him a loan to stock the goods. With time,  Bhavesh learned the tricks of the trade. While the first loan helped set up the business, the second loan enabled Bhaveshbhai to stock more goods. And with the business growing, his wife Bhavnaben too has joined the business. The couple has established their business well, are timely with their EMI payments, and makes a regular donation to the organization.

I had the opportunity to visit the shop during my recent visit to Sarwal.

“What more do you think needs to be added to your business?” I asked.

“I wish nobody from this settlement should experience the need to visit  Harij bazar. Hence, I want to convert this shop into a one-place shopping solution for my community.” Bhavesh replied.

I was impressed by Bhavesh-Bhavna's vision for their venture. Despite having little education, they had clarity and understanding of their work. And they were willing to put in the required hard work. I am sure they will realize their dreams.

VSSM’s Mohanbhai, with his understanding and foresight, plays a vital role in identifying the right individuals and bringing them the necessary support. We wish Bhavesh and Bhavna the very best in life. We are grateful for the help of our well-wishing donors for their unending generosity.

ભાવેશ અને ભાવના ઉંમરમાં નાના પણ બેઉની સમજણ અને કામ કરવાની ધગશ જબરી.

ભાવેશ પહેલાં બજાણિયા સમુદાયનો પરંપરાગત ધંધો કાંસકામાં ઉતરી આવતા વાળ એકત્રીત કરવાનો કરતો પણ એ માટે રઝળપાટ ખુબ કરવો પડતો. વળી એ પોતે બાળકોનું ભણવાનું સરસ થાય અને એના પગને પણ વિશ્રામ મળે ટૂંકમાં સ્થિરતા ઈચ્છતો. 

શું કરવું એની મથામણ હતી જે એમણે અમારા કાર્યકર મોહનભાઈને કહી. એ રહે પાટણ જિલ્લાના સરવાલગામમાં. તે મોહનભાઈએ એને બજાણિયા સમુદાયની વસતિની વચમાં દુકાન કરવા કહ્યું. ઘેર બેઠા ધંધો થાય ને શેરીના લોકોને પણ રાહત થાય.

ભાવેશે કરિયાણાની દુકાન કરવાનું નક્કી કર્યું ને સ્વાભાવીક રીતે એની પાસે પૈસા નહીં અમે લોન આપી ને એણે પોતાના ઘરમાં જ એક રૃમમાં સામાન ભરાવ્યો. ધીમે ધીમે ધંધાની ફાવટ થઈ ગઈ. બીજી લોન લીધી ને સામાન પણ વધતો ગયો. હવે તો ભાવેશ સાથે તેની પત્ની ભાવના પણ જોડાઈ. 

દુકાન પણ સરસ જામી ગઈ. અમારી લોનનો એ દર મહિને નિયમીત હપ્તો તો ભરે સાથે સંસ્થાને દોઢસો બસો નું અનુદાન પણ આપે,

હું સરવાલ ગઈ ત્યારે આ બેઉની દુકાન જોવા ખાસ ગઈ. મે પુછયું ભાવેશ ધંધામાં હજુ વધારે શું કરવું છે ને એણે કહ્યું, 

'મારી ઈચ્છા મારા મહોલ્લામાંથી કોઈ હારીજ હટાણું કરવા ન જાય એવી. માટે મારે એવડી મોટી ને બધી વસ્તુ અહીંયાથી જ મળી રહે તેવી દુકાન કરવાની.'

કેટલી સરસ વાત. ભાવેશ અને ભાવના ભણ્યા ઓછુ છે પણ કામ કરવાની ધગશ ગજબ છે. આ સ્વપ્ન સાકાર થશે જ એમાં શંકા નથી.. 

પણ મોહનભાઈ જેવા અમારા સમજુ કાર્યકરોની આમાં ઘણી મહેનત. યોગ્ય માણસોને શોધવા તેમના સુધી મદદ પહોંચાડવી બધુ એ લોકો થકી જ થાય.. 

ભાવેશ ભાવનાને સુખી થાવ ને એમના બધા સ્વપ્ન સાકાર થાયની શુભભાવના અને આ લોકોને બે પાંદડે કરવા તેમનો વ્યવસાય વધારવા મદદ કરનાર અમારા સ્વજનોનો ઘણો આભાર... 

#mittalpatel #vssm


Mittal Patel was impressed by Bhavesh-Bhavna's vision
for their venture

Bhavesh- Bhavna and their son 


No comments:

Post a Comment