Wednesday, 17 August 2022

VSSM’s interest free loan enables a dignified living to individuals like Lalabhai...

Mittal Patel meets Lalabhai

Every few days, I receive a call from Lalabhai from Dakor. “Ben, how are you doing? Do plan to come to Dakor for Ranchodrai’s darshan,” he would tell me during every call.

Lalabhai is a very hard-working individual. Although his early childhood was spent in a shanty, he had pledged not to let poverty keep him in its clutches. Lalabhai went to school until 10th grade, after which he dropped out.

His mother earned a living through selling fashion accessories, and he, too, had taken up the same trade. The business grew well, and he was required to rent two shops and build a small cabin near the Dakor temple.

The income enabled him to build a pucca house.

Two years back, Lalabhai suffered a heart attack; his treatment at a private hospital washed off all his savings. Usually, Lalabhai stocked his goods on credit from as far as Mumbai. But after the heart attack, his business collapsed, living no capital to buy goods.

After learning about their situation, we loaned him and his son some money. The amount was kept as a deposit at the merchant’s they bought the goods to restart their business. It has been quite a while since we loaned them the money. “Things are back on track,” Lalabhai had called to share.

I had the opportunity to visit his store on my recent trip to Dakor. I was astonished at the volume of goods stored in his shop. The wholesellers had put the same old trust in him; as a result, they had stocked Rs. 10 lac worth of goods. Around 200 vendors buy goods from Lalabhai.

“I now want to work in a way that I become instrumental in the happiness of others.” We hope Lalabhai succeeds and accomplishes his goal.

We are grateful for the support you have extended to Lalabhai. Your support enables us to reach individuals like Lalabhai.

ડાકોરથી લાલાભાઈનો ફોન દર થોડા દિવસે આવે. બેન તમે મજામાં.. ડાકોર આવો રણછોડરાયજીના દર્શનાર્થે એવું એ ભાવથી કહે...

લાલાભાઈ બહુ મહેનતુ વ્યક્તિ. ઝૂંપડામાં જન્મેલા પણ આખી જીંદગી હું ઝૂંપડાંમાં નહીં રહુ એવો એમણે નિર્ધાર કરેલો. એમના મા ટોપલામાં કાંસકીઓ, બોરિયા બકલ વેચવાનું કરતા. લાલાભાઈ દસ ચોપડી ભણ્યા પછી પરિસ્થિતિના લીધે ભણી ન શક્યા. એમણે પણ કટલરી વેચવાનું શરૃ કર્યું ને ધીમે ધીમે સરસ ઘંઘો સેટ કર્યો. બે દુકાન ભાડેથી લીધી અને એક નાનકડું કેબીન પણ રણછોડરાયજીના મંદિર તરફ એમણે બનાવ્યું.

પાક્કુ ઘર થયું. ટૂંકમાં એ બે પાંદડે થયા. 

બે વર્ષ પહેલાં અચાનક લાલાભાઈને હાર્ટ એટેક આવ્યો. ખાનગી હોસ્પીટલમાં સારવાર ને ખર્ચો ઘણો થયો. બચત ખતમ થઈ ગઈ. આમ તો દુકાનમાં ભરાવવાનો સામાન એ ઉધાર લાવતા. એમની શાખ એટલી સારી કે મુંબઈના વેપારી એમને સામાન આપતા. પણ હાર્ટ એટેક પછી બધુ સાવ ઠપ્પ ગયું.એમની પાસે સામાન લાવવા મૂડી ન રહી. 

એમની સ્થિતિનો અમને ખ્યાલ આવ્યો ને અમે એમને ને એમના દિકરાને લોન આપી. આ લોનને વેપારી પાસે થાપણ પેટે મૂકી ને ઉધારમાં ફરી સામાન લાવી એમણે  ધંધો શરૃ કર્યો. 

લોન આપ્યા ને વખત થયો. હવે બધુ બરાબર સેટ છે એવું એ ફોન પર કહેતા.

હમણાં ડાકોર ગઈ ત્યારે એમના ત્યાં ખાસ જવાનું થયું. એમની બે દુકાનો જોઈને દંગ થઈ જવાયું.

વેપારીઓએ ફરી એમના પર ભરોસો કર્યો એટલે એમની દુકાનમાં દસ લાખનો સામાન ભર્યો હતો. 200 જેટલા ફરિયા એમની પાસેથી સામાન લઈ જાય..

હાર્ટ એટેક પછી એમણે કહ્યું, હવે મારે લોકોના સુખમાં નિમીત્ત બની શકાય એવા કાર્યો કરવા છે.. બસ લાલાભાઈની એ ભાવના સફળ થાય એવી શુભેચ્છા આપી...

લાલાભાઈ જેવા વ્યક્તિઓને ફેર બેઠા કરવા મદદ કરનાર અમારા સ્વજનોનો આભાર... એમની મદદથી  આવા કાર્યો થાય...

#MittalPatel #vssm



Mittal Patel visits Lalabhai's store 

Mittal Patel visits store of Lalabhai on her recent visit to Dakor


No comments:

Post a Comment