Thursday 21 April 2022

VSSM provided interest free loan and tool support to Becharbhai under its swavlamban program...

Mittal Patel meets Behcharbhai in Surendranagar

I have accepted to work for others, and that I will do till the end of my life!

Becharbhai is a person whose own financial health is poor yet has committed himself to the path of working for others and does it with all his heart!

If his loading rickshaw needs to be used for the service of others, he responds, “I will not take the hiring cost, just pay the fuel charges!” And it was this statement that had introduced us.

VSSM provides interest-free loans and tool support to nomadic and marginalised families. As part of the initiative, we give handcarts to individuals in need and Surendranagar based  Darshanbhai of Praful Cycles has agreed to build them for us at no profit. We had to give away some handcarts to families living in Ahmedabad. Becharbhai had ferried these handcarts from Surendranagar to Ahmedabad when VSSM’s Bhargav introduced him saying, “he is refusing to take rental charges; wants us to pay the fuel charges only.

“I start my rickshaw only after I have fed the dogs of my lane. I also do Gau Sewa. During the deadly second wave, I worked to ferry the dead from the civil hospital and ensure they were respectfully cremated,” Becharbhai talked about his endeavours.

Becharbhai aspired to buy a bigger vehicle but lacked funds. So we gave him an interest-free loan of Rs. 70,000, and the balance was offered as an interest-free loan by his well-wishing friends in Surendranagar. The funds helped him buy the vehicle seen in the image.

Once again, he was at our office with more handcarts loaded in the new vehicle.

“Happy now?” I asked Becharbhai.

“Ben, now I will be able to be of  more service to others!” he replied.

Becharbhai is a gem of Surendranagar, and we are glad to know such a noble soul.

Any one of you can help such individuals start or expand their ventures. Call on  9099936013 -9099936019 to learn more.

 સેવા મે સ્વીકારી છે ને જીવીશ ત્યાં સુધી એ કરીશ..

આ વાત એક વખતે જેના ઘરમાં એક સાંધતા તેર તુટે એવી પરિસ્થિતિ હતી તેવા સુરેન્દ્રનગરના બેચરભાઈએ કરી. આમ તો હાલેય એમની આર્થિક સ્થિતિ એવી કાંઈ સબળ નહીં પણ સેવાની ભાવના ભારોભાર..

એમની પાસે લોડિંગ રીક્ષા. આ રીક્ષા સેવાના કાર્યોમાં વાપરવાનું કોઈ કહે તો, કહે ગાડીમાં ખાલી ગેસ ભરાવી દેજો. ભાડુ નથી લેવું. આ ભાડુ ન લેવાની વાતથી જ અમારો પરીચય થયો. 

મૂળ અમે વંચિત વિચરતી જાતિના પરિવારોમાંથી આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોય તેવા વ્યક્તિઓને પોતે સ્વતંત્ર ધંધો કરી શકે તે માટે વિવિધ સાધનો આપીએ જેમાંની એક હાથલારી પણ..

આ હાથલારી અમને સુરેન્દ્રગરમાંથી પ્રફુલ સાયકલ સ્ટોરવાળા દર્શનભાઈ જેઓ એક રૃપિયાનો નફો લીધા વગર અમને બનાવી આપે તેમની પાસેથી ખરીદીએ. અમદાવાદમાં રહેતા કેટલાક પરિવારોને અમારે લારી આપવાની હતી.

જે સુરેન્દ્રનગરથી લાવવાનું બેચરભાઈએ કર્યું ને એ વખતે અમારા કાર્યકર ભાર્ગવે એમનો પરિચય કરાવ્યો ને કહ્યું એમણે ખાલી ગેસ ભરાવવા કહ્યું. ભાડુ નથી જોઈતું. 

એ પછી બેચરભાઈએ કરેલા સેવાકાર્યોની ઘણી વાતો થઈ. જેમાં એમણે કહ્યું, મારી ગાડીનો સેલ સવારે મારી શેરીના કૂતરાઓને દૂધ પીવડાવ્યા પછી જ વાગે. ગાયોની સેવા કરવાની કે કોરોનાની બીજી લહેર વખતે મૃતકોને સીવીલમાંથી સ્મશાન લઈ જઈ સન્માનપૂર્વક અગ્નિદાહ આપવાનું હોય એ બધુ કરવામાં બેચરભાઈ ક્યાંય પાછા નથી પડ્યા. આ એ સમય હતો જ્યારે સ્વજનો પણ આધા રહેતા. 

બેચરભાઈની ઈચ્છા મોટું સાધન ખરીદવાની પણ તે માટે પૈસા નહીં. અમે એમને સીત્તેર હજાર વગર વ્યાજે લોન પેટે આપ્યા ને બાકીના 

સુરેન્દ્રનગરમાં રહેતા એમના મિત્રોએ એમની સેવાપારાયણ વૃતિ જોઈને વગર વ્યાજે લોન પેટે આપ્યા. 

આમ ફોટોમાં દેખાય એ ગાડી એમણે ખરીદી.

નવી ગાડીમાં પાછી અમારા માટે લારીઓ લઈને એ આવ્યા.. એ વખતે એમને કહ્યું, બેચરભાઈ રાજી.. તો એમણે કહ્યું,બેન હવે વધારે સેવા થાશે...

આવા બેચરભાઈ સુરેન્દ્રનગરનું હીર છે. ને એમના જેવા માણસનો પરિચય હોવાનું ગર્વ છે...

ફોટોમાં નેવી બ્લુ કલરના શર્ટવાળા બેચરભાઈ ને બીજા બેમાં એક ભાગર્વ ને અન્ય એક તેમના મિત્ર જેઓ સતત તેમને મદદ કરે..

તમે પણ આવા માણસોને બેઠા કરવા સ્વતંત્ર ધંધો કરતા થાય તે માટે અમને મદદરૃપ થઈ શકો.. એ માટે સંપર્ક 9099936013 -9099936019

#MittalPatel #vssm


Becharbhai ferried handcarts from Surendranagar
to Ahmedabad

VSSM provided handcart to becharbhai under its tool support
intiative


No comments:

Post a Comment