Mittal Patel with Arjunkaka |
When my son was alive, he would place a bundle of money in my hand. I had no worries. Our son was born ten years after our marriage; he was the answer to all our prayers. After completing his education, he began working and asked me to retire. "You have worked hard all these years; it is time you rest," he told me. Unfortunately, our caring son forgot about us when he fell in love, and some dispute with the girl he was in love with led him to jump off the bridge.
Arjunkaka could not speak further as he began wailing after narrating his life's heart-breaking episode. The atmosphere grew grim, and we were at a loss for words. "How can the young be so careless?" I began to question within. We consoled Arjunkaka and assured him that he need not worry and that we would be with him through thick and thin.
65 year- old Kaka stays with his wife and mentally challenged elder brother. After the death of his son, Kaka began working as menial labour at a shop in Kalupur. It is difficult for him to lift heavy bags, but he is left with no choice. Kaka was introduced to us by another elderly under similar circumstances when VSSM had extended support. I will share more about him later.
VSSM's Nisha had inquired what kind of work Kaka would find suitable when he requested a hand cart where he could sell vegetables and groceries. It also means he would not have to go far, and the house is also looked after.
Nisha suggested he takes a trial for a few days; if it works well for him, VSSM will provide a handcart. Kaka followed the advice, and he made a profit of Rs. 100-150 per day.
Kaka was delighted when he was at VSSM's office to take the handcart. He blessed us all and kept complaining about his son's careless decision.
VSSM will do all that is required to make Arjunkaka and his family's life a little easy at his age.
If you wish to support such elderly in need, call us on 9099936013 .
મારો દીકરો જીવતો હતો ત્યારે નોટોની થોકડી મારા હાથમાં લાવીને મુકતો.. મારા લગ્ન થયા પણ અમને સંતાન નહોતું. 10 વર્ષની બાધા આખડી પછી એ આવ્યો. ભણાવ્યો, ગણાવ્યો એ કમાતો થયો. પછી મને કે બાપા તમે ખુબ મહેનત કરી હવે આરામ કરો. મે પણ નિવૃતિ લીધી. પણ પછી કોણ જાણે કોના પ્રેમમાં પડ્યો તે સુધબુધ ભૂલી ગયો. અમને મા -બાપને ભૂલી ગ્યો. જેની હારે પ્રેમ હતો એની સાથે શું ડખો થ્યો રામ જાણે તે બ્રીજ પરથી એણે પડતુ મુક્યું...
આટલું બોલતા બોલતા હાથીજણમાં રહેતા અર્જુન કાકા પોકે પોકે રડી પડ્યા. ઘડીક તો અમે બધા પણ શૂન્ય થઈ ગયા. જુવાન છોકરા પ્રેમમાં એવા કેવા અંધ થઈ જાય કે મા-બાપનો વિચાર પણ ન કરે. કાકાને પાણી આપ્યું એ છાના રહ્યા. મે કહ્યું, જે થવાનું હતું એ થયું કાકા હીંમત રાખો.. અમે પડખે રહીશું...
કાકાના ઘરમાં એમના પ્તની સાથે એમના મોટાભાઈ જેઓ માનસીક અસ્થીર છે. કાકાની ઉંમર લગભગ 65 ઉપર. એમણે દીકરાના ગયા પછી કાલુપુર બજારમાં કોઈ દુકાનમાં કામ શરૃ કર્યું. સામાન ઉચવાનું ને એ બધુ થાય નહીં તોય મજબૂરીના માર્યા બધાનું પુરુ કરવા એ કરે..
કાકા સાથે અમારો પરિચય એક અર્જુનકાકા જેવા જ દુખિયારા કાકાએ કરાવ્યો. અમે એ કાકાને પણ મદદ કરી. તેમની વાત ફરી ક્યારેક કરીશ.
અમારી નિશાએ અર્જુનકાકાને પુછ્યું વજન ઊંચકવાનું નથી તો બીજુ શું ફાવશે. ને કાકાએ કહ્યું, લારી હોય તો મારા હાથીજણમાં જ શાકભાજી, પાપડ અથાણા લઈને ઊભો રહું. દૂર જવું ના પડે ને ઘર પણ સચવાય.
નિશાએ પહેલાં થોડું શાક ખરીદી એમજ થેલા સાથે ઊભા રહેવા કહ્યું એ બધ ફાવે તો લારી આપીએ.. કાકાએ કહ્યાગરાની જેમ વાત માની. ચાર પાંચ દિવસમાં ખર્ચો કાઢતા 100 -150 મળવા માંડ્યા.
બસ પછી તો શું અમે લારી આપી.. કાકા લારી લેવા આવ્યા ત્યારે ખુબ રાજી થયા ઘણા આશિર્વાદ આપ્યા નેેે સાથે જુવાન છોકરાં મા-બાપનો વિચાર શીદ નહીં કરતા હોય તેવું વારંવાર લવે જતા...
ખેર અર્જન કાકાને શક્ય તમામ મદદ કરીશું જેથી એમનું ઘડપણ સુધરે...
તકલીફમાં આવી પડેલા આવા ઘણા સ્વજનો છે. આવા સ્વજનોને મદદ કરવાની ઈચ્છા હોય તો અમને 9099936013 પર સંપર્ક કરવા વિનંતી...
No comments:
Post a Comment