Thursday, 23 July 2015

VSSM supports Bhurabhai purchase a second hand jeep to ferry passengers...

Parshbhai Raval driving the purchased jeep..
Bhurabhai Raval stays in Deesa, Banaskantha. Both Bhurabhai and his son Paresh ferry passengers in a rented jeep. Everyday they rent the jeep for Rs. 500. At the end of the day the jeep needs to be returned back to its owner and if some days they have to attend to another work the owner gives away the jeep to some one else. Than they  keep waiting for their turn. The father-son duo felt that if they had their own jeep it would save them from all these apprehensions and bring them good earnings.  Buying a second hand jeep costs around Rs. 1,70,000. So how to go about was a question!!

When Bhurabhai came to know about VSSM’s initiative of lending money to nomadic communities to help them rebuild their livelihoods he approached VSSM team member Maheshbhai with a proposal for a loan to buy a second hand jeep. Maheshbhai discussed with Bhurabhai regarding his savings and his ability to pay back the loan. Maheshbhai referred his case to VSSM and helped him with getting a bank loan as well. So with his saving and loan from VSSM and bank Bhurabhai purchased a second hand jeep. Both father and son now drive separate vehicles and have doubled their income. They plan to purchase another jeep once the loan for this one is paid off. 

The support VSSM is extending to such individuals from nomadic communities is helping them attain financial security and understand financial management. 

vssmની મદદથી વિચરતી જાતિના ભૂરાભાઈ રાવળએ પોતાની માલિકીની જીપ ખરીદી

બનાસકાંઠાના ડીસામાં રહેતાં ભુરાભાઈ રાવળ અને એમનો દીકરો પરેશ ભાડેથી જીપ લઈને ચલાવે. રોજના ભાડા પેટે રૂ.૫૦૦ જીપ માલિકને આપે. વળી જીપ માલિકના ઘરે રોજ જીપ લેવા અને મુકવા પણ જવાનું.  ક્યારેક કોઈ કારણસર રજા રાખવાનું મન થાય પણ રજા રાખે તો જીપ તો ભાડે ફરે એટલે બીજા કોઈ ડ્રાઈવરને સોંપી દેવાય. એટલે બીજા દિવસે જીપ મળશે કે નહિ એનો પણ ભય લાગે. 

પોતાની જીપ હોય તો સ્વતંત્ર રીતે વ્યવસાય થઇ શકે પણ એ માટેના પૈસા નહોતા. રૂ.૩૦,૦૦૦ની બચત હતી પણ એટલા રૂપિયામાં જીપ આવે નહિ. જૂની જીપની કિંમત પણ ૧,૭૦,૦૦૦. શુ કરવું? 

vssm વિચરતા પરિવારોને  આર્થિક રીતે પગભર કરવા માટે - સ્વતંત્ર વ્યવસાય માટે લોન આપે છે એ અંગે ભુરાભાઈને ખબર પડી. એમણે vssmના કાર્યકર મહેશભાઈને જૂનામાંથી જીપ ખરીદવા માટે લોન આપવા કહ્યું. મહેશે એમની સાથે બેસીને જીપની કિંમત અને એ પ્રમાણે એમની બચત, vssmમાંથી રૂ.૨૦,૦૦૦ની લોનની ગોઠવણ અને બાકીની રકમની બેંકમાંથી લોન કરી આપવામાં મદદ કરી.  ભુરાભાઈ જૂની જીપ લાવ્યાં. પરેશભાઈ એ જીપ ચલાવે. ભુરાભાઈ પણ ભાડેથી બીજાની જીપ ચલાવે છે. બીજી જીપ ખરીદવાની ઈચ્છા છે જેથી બાપ – દીકરો બંને મહેનત કરી શકે. 

વિચરતા પરિવારો ધીમે ધીમે આર્થિક રીતે સદ્ધર થઇ રહ્યા છે. બેંક સાથેના નાણાંકીય વ્યવહારો પણ એ સમજતા થયા છે જેનો આનંદ છે..

ફોટોમાં માલિકીની જીપ ચલાવતાં પરેશભાઈ રાવળ

No comments:

Post a Comment