Tuesday, 14 July 2015

VSSM helps 70 year old Amratbhai Raval to earn living for his family

Amaratbhai Raval (70)with his cart bought under
VSSM livelihood programme 
70 year old Amratbhai Raval from Banaskantha’s Deesa, belongs to the nomadic community of Raval, an extremely  hard-working community. Most of the Raval men work as loaders or cart pullers in the grains and wholesale  markets of towns and cities. 

Amratbhai’s only son Ashok, fell into bad company and did not work to earn living for his wife and 6 children compelling Amratbhai to earn for Ashok’s brood. Amratbhai requested VSSM to extend him an interest free loan of Rs. 5500 to buy a push cart. With the loan he bought a cart and began working at Deesa’s  main market, earning Rs. 150 to 200 daily. 

Somehow, over a period of couple of months Ashok  had a change of heart when he saw his old and frail  father working hard to feed his grand children. Ashok’s wife bought an old auto rickshaw and he became earning from the auto. “So why do you need to work now that your son has began earning, as such pushing cart is hard work, why don’t you sell it off?” we asked. 

“ Ashok’s family is  large and the kids are small, if they’ll eat well they’ll be able to grow well and work hard in future. I earn for Ashok’s small children..” replied Amratbhai, the loving and concerned  grandfather.  It was this concern that compelled Amratbhai to engage in such laborious livelihood. We are glad for such hard working people striving to make the fate of their families brighter than it was for them…...

In the picture - Amratbhai Raval with his lorry…...


vssmની મદદથી અમરતભાઈ રાવળે હાથલારી ખરીદી અને પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે

બનાસકાંઠાના ડીસામાં રહેતા અમરતભાઈ રાવળ આમ તો ઉંમર ૭૦ ઉપરની. એટલે એ કહે એમ ‘મારી ઉંમર પરમાણે હવે હરી ભજન કરવાનું હોય. પણ મારો એકનો એક દીકરો અશોક ખરાબ સોબતે ચડી ગ્યો. એની વહુ અન ઇના છ છોકરાં બધાનું પૂરું તો કરવાનું ન?’ એટલે અમરતભાઈ એ હાથલારી માટે vssm પાસેથી રૂ.૫૫૦૦ની લોન(વગર વ્યાજની લોન) લીધી અને ડીસા બજારમાં લારીમાં સામાન ઢોવાનું કામ મેળવવા ઉભા રહેવાનું શરુ કર્યું. અમરતભાઈને નિયમિત રૂ.૧૫૦ થી રૂ.૨૦૦ નું કામ મળી જાય છે...
અમરતભાઈનો દીકરો અશોક પણ પોતાના પિતાને આ ઉંમરે કામ કરતાં જોઇને બદલાવવા માંડ્યો છે. એની પત્નીએ જૂની રીક્ષા લાવીને અશોકને આપી છે અને અશોક પણ છેલ્લા બે મહિનાથી રીક્ષા ચલાવે છે. અમરતભાઈને અમે પૂછ્યું, ‘હવે અશોક કમાય છે તમે લારીનું કામ મુશ્કેલ પડતું હોય તો રેહવા દો અને લારી કાઢી નાખો’ ત્યારે એમણે કહ્યું, ‘અશોકનો વસ્તાર મોટો છે અને હજુ છોકરાં નોના છે. આ છોકરાં હરખું ખાશે તો કાલ એ ગજું કરતાં થશે.. હાચું કહું તો હવે આ છોકરાંઓ માટે જ લારી ફેરવું છું.’ 

અમરતભાઈની એમના પરિવાર માટેની ચિંતા અને એ ચિંતાના કારણે જ આ ઉંમરે એમની મહેનત અને મહેનતનો થાક પણ એમના મોઢા પર નથી. મૂળ વિચરતી જાતિમાંનો રાવળ સમાજ સ્વભાવે જ ખુબ મહેનતુ.. ગંજ બજારમાં પોતાના ખભા ઉપર સામાન ઢોવાનું કામ કોઈ પણ ફરિયાદ વગર આ સમુદાયના પુરુષો કરે. આ મહેનતુ સમાજ ધીમે ધીમે આર્થિક રીતે સદ્ધર થતો જાય છે જેનો આનંદ છે..

ફોટોમાં લારી સાથે અમરતભાઈ રાવળ

No comments:

Post a Comment