
Hemabhai and his wife Pasiben have always worked for the larger good of their community. They are leaders who work for the betterment of their community. They have been instrumental in bringing the children of the community to school, on behalf of the families Hemabhai also makes rounds of various government offices whenever needed. All this engagement hardly gave him time to work to earn living and support his family so the community supported him for working on their behalf. The death of his first wife and the subsequent remarriage had left Hemabhai in a big debt.

“ Once I am repay the loan and some remaining previous debt I want to start saving for building my own home,” says an optimistic Hemabhai.
In the picture Hemabhai and Pasiben with their camel cart and their current home….
‘બસ બહારનું દેવું અને સંસ્થાની લોન ભરાઈ જાય પછી ઘર બનાવવા માટે પૈસા ભેગા કરવા છે’ – હેમાભાઈ મીર
દીયોદરમાં ૨૫ મીર પરિવારો બોડા રોડ ઉપર રહે અને છુટક મજૂરી કરીને પોતાનો ગુજારો કરે. આમ તો ખાડા ખોદવાના કામમાં આ લોકો પાવરધા પણ હંમેશાં કામ મળે એવું ના થાય ત્યારે માંગવા જાય. હોળી વખતે તો તેઓ ડફલી વગાડે અને ફાગ ગાય અને લોકો એમને પૈસા આપે.
મીર સમુદાયના આગેવાન હેમાભાઈ અને એમના પત્ની પસીબેન vssmના તમામ કામોમાં ખુબ સહયોગ કરે. મીર પરિવારના બાળકો માટે આપણે વસાહતમાં વૈકલ્પિક શાળા શરુ કરી ત્યારે બાળકોને સમજાવીને ભણવા મુકવા માટે આ બન્ને જણ જ સૌને સમજાવતા. જેના કારણે બાળકો ધીમે ધીમે ભણતા થયાં. હેમાભાઈ vssmના કાર્યકર નારણ સાથે સરકારી કચેરીમાં પણ જાય.. ધીમે ધીમે એ પોતે આર્થિક સદ્ધરતા માટે વિચારતા થયા પણ શું કરવું એ સૂઝતું નહોતું.
આમ તો હેમાભાઈ આગેવાન એટલે મજૂરી કરવા એ પોતે ક્યારેય જાય નહિ લોકોના સામાજિક કામો પતાવવાના અને લોકો એમને સાચવે. એટલે એમનો જીવનનિર્વાહ ચાલે. પણ એમની પત્નીનું મૃત્યુ થયું અને બીજી પત્ની(પસીબેન) લાવવામાં અને બાળકોને સાચવવામાં ઘણું દેવું થઇ ગયું. vssmનું મીર વસાહતમાં કામ શરુ થયું. સામાજિક રીતે થતા ખોટા કામો vssmના કાર્યકર નારણે બંધ કરાવ્યા. હેમાભાઈની આવક તો સાવ જ બંધ થઇ ગઈ. હેમાભાઈ નારણને કશું કહી ના શકે પણ પસીબેને નારણને સઘળી હકીકત કહી અને કંઇક ધંધો કરવા મદદ કરવા કહ્યું. ઊંટલારી હોય તો દિયોદર આસપાસના વિસ્તારોમાં ઘણું કામ મળશે એવી એમને શ્રધ્ધા. પણ એ માટેના પૈસા એમની પાસે નહિ. બચત તો જિંદગીમાં ક્યારેય કરેલી નહિ. આપણે લોન આપવાનું શરુ કર્યું કે, નારણે સૌથી પહેલાં હેમાભાઈને લોન આપવા વિનંતી કરી અને જૂનામાંથી ઊંટલારી ખરીદવા રૂ.૩૦,૦૦૦ની લોન આપણે આપી. થોડા પૈસા એમણે પોતે પણ કાઢ્યા.
લારી લીધા પછી એક પણ દિવસ હેમાભાઈ અને પસીબેન ઘરે રહ્યા નથી. રોજ સવારે પતિ-પત્ની બન્ને વિવિધ કામો માટે ભાથું લઈને જતા રહે છે. એમને ખેતરમાં ખાતર ભરવાનું કામ ખુબ મળે છે. આ સિવાય માટી અને અનાજ વગેરે ઢોવાનું કામ પણ એ કરે છે. vssmમાંથી લીધેલી લોનનો માસિક હપ્તો રૂ.૧૫,૦૦ એ ભરે છે અને એમના માથે જે દેવું છે એ પણ ઓછું થઇ રહ્યું છે. હેમાભાઈ કહે છે, ‘બસ બહારનું દેવું અને સંસ્થાની લોન ભરાઈ જાય પછી ઘર બનાવવા માટે પૈસા ભેગા કરવા છે..’
ફોટોમાં લારી સાથે હેમાભાઈ અને પસીબેન અને તેમનું હાલનું ઘર..
No comments:
Post a Comment