Kanubhai also helped Bharatbhai get a hand cart under the Manav Garima Scheme (so what if on wheel of this cart is still at the government office).
At this juncture we would like to express our deep gratitude to Shri. Rameshbhai Kacholiya and Shri. Girishbhai Sherdalal for their support in enabling us to help many others like Bharatbhai increase their earning capacities…..
In the picture - Bharatbhai’s home and him collection scrap in a manual rickshaw….
દિવાળીની સિઝનમાં જ ભરતભાઈ રૂ.૧૩,૦૦૦ કમાયા...
ભરતભાઈ મારવાડી નવાગામ – રાજકોટમાં છાપરું કરીને રહે. એમને મતદારકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ vssmના કાર્યકર કનુભાઈ બજાણિયાની મદદથી મળ્યા. ભરતભાઈ રાજકોટમાં ફરીને ભંગાર ભેગું કરીને વેચવાનું કામ કરે. રોજ કમાવવાનું અને ખાવાનું એ એમની જીવનશૈલી.
પાસે પૈસા વધારે હોય તો ભંગાર વધારે ખરીદી શકાય અને સંગ્રહ કરીને વધારે ભંગાર ભેગો થાય એટલે વેચી શકાય. પણ બચત તો હતી નહિ એટલે વધારે માત્રામાં ભંગાર ખરીદવાનું કરી ના શકે. ઈચ્છા હોવા છતાં પસ્તી, પૂંઠા ભેગું કરવાનું જ કરવું પડે. ૨૦૧૪ની દિવાળીમાં એમણે ઘરમાંથી કાઢી નાખવાનો ભંગાર ખરીદવાનું નક્કી કર્યું. પણ રોકાણ માટે મૂડી નહિ. એમણે કનુભાઈને વાત કરી ને કોઈ ઉધાર કે વ્યાજવા પૈસા આપે તો ગોઠવી આપવા વિનંતી કરી.
કનુભાઈ એ vssmમાંથી એમને રૂ. ૧૦,૦૦૦ની લોન અપાવી. ભરતભાઈને સમયસર પૈસા મળી ગયા જેના કારણે દિવાળીની સિઝનમાં જ તેઓ રૂ.૧૩,૦૦૦ કમાયા. હવે રોજ કમાવું અને રોજ ખાવું એમાંથી એ નીકળી ગયા છે. બેંકમાં નિયમિત બચત કરે છે અને બાળકોને પણ સરસ ભણાવે.
કનુભાઈ એ ભરતભાઈને સરકારની માનવ ગરિમા યોજના અંતર્ગત હાથલારી મળે એ માટે અરજી કરી હતી જે એમને મળી ગઈ. (હા લારીનું એક પૈડું હજુ કચેરીમાંથી મળ્યું નથી પણ એ વાત જુદી છે) ભરતભાઈ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે. સાથે સાથે પેડલ રીક્ષામાં ભંગાર એકત્રિત કરવાનું કામ કરતાં ભરતભાઈને જોઈ શકાય છે.
ભરતભાઈ જેવા બીજા કેટલાય પરિવારોને રોજગારની વધુ સારી તક મળી રહે એ માટે મદદરૂપ થઇ રહેલા આદરણીય શ્રી રમેશભાઈ કચોલિયા અને શ્રી ગીરીશભાઈ શેરદલાલના અમે આભારી છીએ.
No comments:
Post a Comment