Tuesday, 14 April 2015

Livelihood Generation for Nomadic Tribes of Gujarat by VSSM

Livelihood for NT
Livelihood Generation for Nomadic Tribes by VSSM
A year and half back Vershibhai Raval of Deesa developed some cardiac complications.The doctors at Lions Hospital where he was hospitalised  advised a Bypass surgery. The financial condition of Vershibhai poor thus affording a bypass surgery was out of question. The expected cost of the surgery was almost 1.5 lacs. VSSM was approached by a community leader for a loan to cover the cost of Vershibhai’s surgery. The community contributed Rs. 50,000 while VSSM lent Rs. 1 lac. Vershibhai’s two sons guaranteed that they will pay back the loan. The surgery was successful and Vershibbhai was on path of recovery. The family repaid the entire loan as well. 

All was not all as soon Vershibhai suffered from post operative depression. The restrictions on activities and medication took its toll of his mental wellbeing. He would remain irritated and aggressive all the time. Middle aged Vershibhai had a life ahead of him and such behaviour concerned the family. He  was advised to begin working. Vershibhai earned his living  as an auto rickshaw driver before his illness so he requested VSSM to loan him money to buy a rickshaw. VSSM lent him Rs. 30,000 and rest 1 lac he sourced from a finance company from which he bought a second hand auto rickshaw. 

The rickshaw has made Vershibhai busy and his family is relieved. ‘Our medical expenses have drastically reduced. We ask him not to overexert  and take a break in the afternoon but he just does not want to. He earns well and repays the loan from his earning. The family is quite happy with his health now,” said Mahesh, Vershibhai’s son. 

‘We were all fed up with his continuous nagging and irritability, but his getting back to work has relieved us all,” confessed Vershibhai’s wife Jebarben….

In the picture Vershibhai with his auto….. 

‘જ્યારથી રીક્ષા આવી અને એ કામે ચડીં ગયા ત્યારથી નિરાંત થઇ ગઈ છે.’ – જેબરબેન

બનાસકાંઠાના ડીસામાં રહેતાં વેરશીભાઈ રાવળને દોઢ વર્ષ પહેલાં હ્રદયની બીમારી થઇ. મહેસાણા લાયન્સ હોસ્પીટલમાં દાખલ કર્યા. ડોકટરે બાયપાસ કરવી પડશે એમ કહ્યું. આર્થિક હાલત ખુબ ખરાબ આમાં બાયપાસ માટે ૧.૫૦ લાખનો ખર્ચ ક્યાંથી કરવો એ પ્રશ્ન. રાવળ સમાજના આગેવાનોએ vssmમાં વાત કરી અને લોન આપવા વિનંતી કરી. સાથે સાથે રૂ.૫૦,૦૦૦ ની મદદ સમાજ તરીકે એમણે પણ વેરશીભાઈના પરિવારને કરી. આપણે ઓપરેશન માટે રૂ.૧ લાખની લોન આપી. પરિવારમાં બે દીકરાએ ખાત્રી આપી કે લોન અમે ભરીશું અને વેરશીભાઈ બેઠા થઇ ગયાં એમણે લીધેલી લોન તો એમણે ભરી પણ દીધી. 

પણ બીમારી પછી વેરશીભાઈ આખો દિવસ ઘરે રહે. દવાઓ પાછળ ઘણો ખર્ચ થાય અને સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો. વેરશીભાઈની ઉંમર આમ નાની. એમની આ બધી તકલીફ જાણ્યા પછી એમને કામ કરવા કહ્યું. એ પહેલા રીક્ષા ચલાવતાં. એમણે રીક્ષા ખરીદવા લોન આપવા કહ્યું. આપણે રૂ.૩૦,૦૦૦ લોન પેટે આપ્યાં અને બાકીની રકમ માટે એમણે ફાઈનાન્સમાંથી લોન લીધી અને રૂ. ૧,૧૦,૦૦૦ની જૂનામાંથી રીક્ષા ખરીદી. રીક્ષા ખરીદે પાંચ મહિનાનો સમય થયો.. એમનો દીકરો મહેશ કહે છે, ‘પહેલાં દર મહીને દવાનો જે ખર્ચ થતો એ નગણ્ય કહી શકાય એટલો થઇ ગયો છે. હું એમને સવારે અને સાંજે રીક્ષા લઈને કામ કરવાં કહ્યું છું બપોરે ના પાડું છું છતાં સારો એવો ધંધો કરી લે છે. vssm અને ફાઈનાન્સની લોન એ પોતે જ ભરે છે. અમારો પરિવાર પણ હવે ખુશ છે.’

વેરશીભાઈના પત્ની જેબરબહેન કહે છે, ‘એમની બીમારી પછી એમનાં સ્વભાવના કારણે અમે બધા ખુબ કંટાળ્યા હતાં પણ જ્યારથી રીક્ષા આવી અને એ કામે ચડીં ગયા ત્યારથી નિરાંત થઇ ગઈ છે.’
ફોટોમાં વેરશીભાઈ પોતાની રીક્ષા સાથે...

No comments:

Post a Comment