Thursday 3 March 2022

We wish everyone gets infected with such a positive bug!!..

Mittal Patel meets Pareshbhai

Pareshbhai resides in Patan’s Harij town; the weak economic condition of the family did not allow him to get higher education. And the social rules forced him to marry at a young age hence, to begin earning early on in life.

He bought a second-hand auto-rickshaw, but most of his income would be spent on repairing the old auto. Fed up, he decided to buy a new or 2-3 years old auto-rickshaw in resale. He had some savings and decided to borrow the deficit amount from VSSM. On our Mohanbhai’s recommendation, we approved a loan of Rs. 50,000 to Pareshbbhai. The loan amount helped him buy a 2-year-old auto on resale. An efficient auto-enabled him to earn better, save better and build his own house.

Pareshbbhai’s enterprise helped him achieve all that he did, but his intent was helpful to others. “You helped me stand on my feet; I have to give it forward and share a part of my earning to others who need it!” Pareshbhai would tell us. 

VSSM provides ration kits under its Mavjat initiative to some destitute elders in villages around Harij. Each month Pareshbbhai volunteers to bring these kits to the elders staying around 7-10 kilometres of Harij. Also, he doesn’t charge any women in labour on their way to the maternity hospital and charges 50% fare to senior citizens.

People of economically sound backgrounds donating a slice of their income is understandable, but ones with limited means doing so is commendable. “I have learnt it from you!” Pareshbhai tells us.

We wish everyone gets infected with such a positive bug!!

We are grateful to YVO for supporting the loan given to Pareshbhai for buying the auto

પરેશભાઈ પાટણના હારીજમાં રહે. આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે ઝાઝુ ભણી ન શક્યા. વળી નાનપણમાં લગ્ન થયા એટલે ઝટ કામ ધંધે વળગવાનું થયું. 

જુનામાંથી રીક્ષા લઈ તેમણે વ્યવસાય શરૃ કર્યો. પણ એમાંથી જે મળે તેમાંથી મોટાભાગનો ખર્ચ રીક્ષાના રીપેરીંગમાં જાય. આખરે કંટાળ્યા. નવી રીક્ષા અથવા બે કે ત્રણ વર્ષ જુની રીક્ષા ખરીદવાનું નક્કી કર્યું. થોડી મુડી હતી ને જે ખુટતુ હતું તે તેમણે VSSMમાંથી લેવાનું નક્કી કર્યું. કાર્યકર મોહનભાઈ થકી અમે 50,000 રૃપિયા લોન પેટે આપ્યા.

જેમાંથી એમણે બે વર્ષ જુની રીક્ષા ખરીદી. આમ ધંધો સરસ થવા માંડ્યો. બચત થઈ સરસ ઘર પણ બનાવ્યું. 

પરેશભાઈએ સાધનિકી આ બધુ મેળવ્યું.. પણ મનની ભાવના સેવાની. મને તમે મદદ કરી હું બેઠો થયો. મારે પણ મારી કમાણીનો થોડો ભાગ સેવાના કાર્યોમાં કાઢવો જોઈએ એવું એ માને. 

અમારો માવજત કાર્યક્રમ જે અંતર્ગત અમે નિરાધાર વડીલોને રાશન આપીએ. તે હારીજ આસપાસના સાત થી દસ કિ.મી.ના વિસ્તારમાં રહેતા માવતરોના ઘરે દર મહિને રાશનકીટ પહોંચાડવાનું પરેશભાઈ વિનામુલ્યે કરે. 

આ સિવાય તેમની રીક્ષામાં કોઈ પ્રસુતિની પીડા ઉપડી હોય તેવી બહેન બેસે તો એમની પાસેથી ભાડાના પૈસા એ ન લે. સીનીયર સીટીઝન પાસેથી પણ 50 ટકા ભાડુ જ લે. 

આર્થિક રીતે સુખી સંપન્ન જેની પાસે ઘણું છે એ વ્યક્તિ કોઈને મદદ કરે તે તો સમજી શકાય.  પણ મર્યાદીત આવકની વચ્ચે સેવાના ભાવને ટકાવવો ને સેવા કરવી એ કાબીલે તારીખ છે. 

પરેશભાઈ કહે, તમને સૌને જોઈને જ હું આ શીખ્યો. 

સાંભળીને આવો હકારાત્મક ચેપ રસૌને લાગે તેવું સાહજિક કહેવાઈ જ ગયું. 

પરેશભાઈને રીક્ષા માટે લોન આપવા અમને આર્થિક મદદ કરનાર  YVO સંસ્થાનો ઘણો આભાર.

#MittalPatel #vssm



Pareshbhai with his autorickshaw 


No comments:

Post a Comment