Thursday 31 March 2022

VSSM’s small loans prove to be big help to nomadic communities…

Mittal Patel meets Kantibhai during her visit to Harij

“Kantibhai, now that you have prospered, it is time to pay it forwards to the society. So if you begin working in that direction…” before I could finish my sentence, Kantibhai responded. “Ben, my wife and I have been working to help alcohol addicts in our neighbourhood give up their addiction. We have helped 15 individuals leave their habit of consuming alcohol. We also counsel and mediate family disputes. It is an advantage that everyone listens to me. God has given me the ability to understand, and I have to make the most of it. I may not be able to provide financial assistance but can always use compassion and intellect to help others find happiness.

Kantibhai resides in Patan’s Harij. He traded snacks and confectionary through a wooden kiosk he had made adjoining his house. Lack of capital prevented realising his dream of building a pucca shop, but his habit of saving money and working hard with dedication brought him prosperity. Soon he builds his shop. All the funds were utilised towards the construction of the shop; Kantibhai lacked funds to buy goods and products to fill up the shop, so he requested a loan from VSSM’s Mohanbhai (Kantibhai knows the VSSM team in the region).

 VSSM provided a loan of Rs. 20,000, the amount helped him buy a small refrigerator to begin selling dairy products. “The fridge has doubled my income.” Kantibhai shared. The current sales touch Rs 3000 to Rs 3500 with comfortable profits. 

 Kantibhai aspires to stock some more products that will help him boost sales. We pray to almighty for his continued success and salute him for his thoughtfulness for his community.

 We are grateful for the support of our well-wishing donors to help us support such enterprising individuals. Your support makes all of this possible.

કાંતીભાઈ તમે સુખી થયા હવે ફરજ સમાજ માટે કાંઈક કરવાની. એ દિશામાં...'  હુું વાક્ય પુરુ કરુ તે પહેલાં જ એમણે કહ્યું, 'બેન હું ને મારી ઘરવાળી અમારા મહેલ્લામાં કોઈ દારૃના રવાડે ચડી ગ્યું હોય તો એને વ્યસન મુક્ત કરવાનું કરીએ છીએ.. આજ સુધી લગભગ 15 લોકોને આ બદીમાંથી મુક્ત કર્યા. આ સિવાય કોઈના ઘરમાં પારિવારી કંકાસ હોય તો પણ અમે વચમાં પડી બધુ ઉકલે તે માટે પ્રયત્ન કરીએ.. વળી મારી વાત બધા માને પણ ખરા.. ભગવાને મતી આપી છે તો એનો સદઉપયોગ તો કરવો પડે. આર્થિક રીતે ભલે કોઈને મદદ ન કરી શકુ પણ જીભથી તો થઈ જ શકે બસ એ કરુ છુ...'

કાન્તીભાઈ પાટણના હારીજમાં રહે. એમના ઘર પાસે એમણે લાકડાનું કેબીન બનાવેલું એમાં એ ગોળી બિસ્કીટ ટૂંકમાં નાસ્તાના પડીકા રાખી વેચવાનું કરે. ઈચ્છા પોતાની દુકાન થાય એવી પણ મુડી નહોતી. પણ ધીમે ધીમે બચત કરતા ગયા. 

ધંધાની ધગશ ને વળી નિષ્ઠા તો જબરી એટલે બસ કુદરતે બરકત આપવાનું નક્કી કર્યું ને એમણે કેબીન કાઢી નાનકડી દુકાન કરી. 

પણ દુકાનમાં શોભે તેવો સામાન ભરાવવા પૈસા નહીં. VSSMના કાર્યોથી એ પરિચીત એમણે અમારા કાર્યકર મોહનભાઈ પાસે લોનની માંગ કરીને અમે 20,000 આપ્યા. જેમાંથી એ દૂધ, દહીંનો વેપાર કરી શકે તે માટે ફ્રીજ લાવ્યા ને કાંતીભાઈ કહે, આ એક ફ્રીજથી જ મારી દુકાનની આવક બમણી થઈ ગઈ. 

હાલ એ 3000 થી 3500 નો વેપાર રોજ કરે છે. નફો પણ સારો એવો છે. 

એમનું સ્વપ્ન દુકાનમાં હજુ વધારે સામાન ભરાવવાનું છે જેથી વેપાર વધારે થાય.  કાંતીભાઈ સફળ થાય તેવી પ્રાર્થના ને તેમની સેવા પારાયણતાને નમન..

સ્વતંત્ર ધંધાની ધગશ રાખવાવાળા પરિવારોને લોન આપી શકીએ તે માટે મદદ કરનાર સ્વજનોનો આભાર...એમના થકી જ આ બધુ થાય છે. 

#MittalPatel #vssm #supportlocal #supporters #local #helpingothers  #helpinghandchallenge #acceptthechallenge

No comments:

Post a Comment