Thursday 31 March 2022

On behalf of all the nomadic families we support, VSSM is grateful to Respected Shri Pratulbhai Shroff for his generous gesture...

Respected Pratulbhai Shroff travelled with us to meet
the nomadic families

Economic well-being has the utmost potential of transforming one's life. VSSM's Swavlamban initiative aims at providing financial independence to marginalised families by providing them interest-free loans for reviving their traditional livelihoods. The initiative has helped 4500 individuals achieve economic self-sufficiency. 

We have limited funds to offer, funds we are constantly striving to increase. If we have more funds on hand, we will be able to provide loans to a greater number of people. 

VSSM receives donations from many of its well-wishing friends for the Swavlamban program. Recently, we had the opportunity to meet respected Shri Pratulbhai Shroff, founder of Dr K. R. Shroff Foundation. Pratulbhai travelled with us to meet the families who have received support under the program and to make the program reach more families; he donated Rs. 1 crore to the funds. On behalf of all the families we support, I am grateful to Pratulbhai for his generous gesture. 

In a gathering organised to share experiences of past and current loanees of Patan's Harij region we were delighted to learn about their economic condition's positive transformation. 

Many well-wishing donors have supported the program, "We will create some best examples with your support," I always tell them. 

We will always remain grateful for your support. 

આર્થિક સદ્ધરતા માણસનું જીવન બદલી નાખે છે. અમારો સ્વાવલંબન કાર્યક્રમ જેમાં અમે આર્થિક રીતે તકવંચિત પરિવારોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા લોન આપીએ. અત્યાર સુધી 4500 થી વધુ વ્યક્તિઓને અમે લોન આપી છે ને એમાંથી ઘણા લોકો બે પાંદડે થયા છે. લોન આપવા માટે અમારી પાસે મર્યાદીત ભંડોળ આ ભંડોળ વધે તેવા અમારા સતત પ્રયત્નો. વળી વધુ લોકો આ કાર્યમાં સહભાગી થાય તો વધારે લોકોને લોન આપી આર્થિક રીતે સુખી કરી શકીએ. 

VSSM  સાથે સંકળાયેલા ઘણા સ્વજનો આ કાર્યમાં તેમનાથી થાય તે મદદ કરે. પણ હમણાં આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ - ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપકને મળવાનું થયું. 

એકદમ નોખી માટીના માનવી. તેઓ અમારી સાથે જેમને અમે લોન આપી છે તેવા પરિવારોને મળવા આવ્યા ને તેમણે આ કાર્યક્રમ હજુ સઘન કરવા માટે વધુ લોકો સધી પહોંચવા એક કરોડનું અનુદાન આપ્યું. તેમની આ લાગણી માટે તમામ વંચિત પરિવારો વતી તેમની હું આભારી છું.

તાજેતરમાં પાટણના હારીજ આસપાસમાં રહેતા અને જેમને અમે લોન આપી છે કે આપી હતી ને એ પૈસાથી જે સુખી થયા તેમની સાથે બેઠક થઈ. 

લોન થકી તેમના જીવનમાં શું ફેર પડ્યો તેની કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિગતે વાત કરી ને તેમના અનુભવો સાંભળી અમે રાજી. 

આદરણીય પ્રતુલભાઈ જેવા ઘણા સ્વજનો આ કાર્યક્રમમાં મદદ કરે એ દરેક સ્વજનને હંમેશાં કહુ છુ તમારા અનુદાનમાંથી ઉત્તમ કરી બતાવીશું. ફરી આપ સૌની લાગણીને વંદન... 

#MittalPatel #vssm



Mittal Patel with the nomadic families of Patan's Harij 
village 

In a gathering organised Mittal Patel discusses experiences of
past and current loanees of Patan's Harij region

Mittal Patel discusses swawlamban program with the
nomadic communities


No comments:

Post a Comment