Tuesday, 29 December 2020

Aaryan Devipujak's desire to become a doctor gets fulfilled with the help of VSSM...

Mittal Patel with Aaryan Devipujak

Aaryan Devipujak resides in Surendranagar, his father Anilbhai runs a small independent venture. Aaryan is very good at academics hence, Anilbhai had always hope for him to become a doctor and be of some help to the society.  Aaryan also persevered had to turn his father's dream into a reality. However, the exam results were not as good as expected. Securing admission into government college was not possible.

Anil was determined to ensure his son becomes a doctor. The business was doing good, managing funds was not an issue for him so he got Aaryn into a private medical college. He managed to pay fees for three semesters but later the business suffered and managing fees became a challenge. Anilbhai called up and came over to meet us. We decided to provide them with an, interest-free loan for the payment of fees.

"If it was not for the support from VSSM, we would not have managed to pay the fees and accomplish our dream of making our son a doctor. We are so grateful to VSSM for the support it has provided us," an overwhelmed Anilbhai told us when he was at the office to meet us.

 Aaryan too talked about his desire to pay it forward to society once he becomes a doctor. "Didi, I will remain associated with VSSM all my life."

Aaryan wants to be an Orthopaedic Surgeon, he is working very hard to accomplish his goal. Our best wishes and prayers are always with him. Also, the loan will be repaid once he begins to earn.

We are grateful to all who have helped us reach such individuals and families in need. Gratified that we could be our help.   

આર્યન દેવીપૂજક
સુરેન્દ્રનગરમાં રહે, પિતા અનીલભાઈ નાનકડો સ્વતંત્ર વ્યવસાય કરે. આર્યન ભણવામાં હોંશિયાર. અનીલભાઈની ઈચ્છા દીકરો ડોક્ટર બને અને સમાજ ઉપયોગી કાર્ય કરે તેવી. આર્યનની મહેનત પણ ખરી. પણ 12 સાયન્સમાં ટકા ધાર્યા કરતા થોડા ઓછા આવ્યા ને એને સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ ન મળ્યો.
અનીલભાઈએ દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન આર્યન નાનો હતો ત્યારથી જોયેલું. એ આમ ભાંગી પડે એ એમને માન્ય નહીં. ધંધો ઠીકઠાક ચાલતો એટલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ભરીને પણ દીકરાને ડોકટર બનાવીશ એમ વિચારી કોલેજમાં એડમીશન લીધું.
ત્રણેક સેમીસ્ટરની ફી મહેનત કરીને તો ક્યાંક દેવું કરીને અનીલભાઈએ ભરી પણ પછી સ્થિતિ એકદમ કથળી. એમનો વેપાર બંધ થયો. 
આર્યનની ફી ભરવામાં તકલીફ ઊભી થઈ. એક દિવસ અનીલભાઈનો ફોન આવ્યો ને એ મળવા આવ્યા. 
અમે વગર વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું અને આર્યનની ફી ભરાઈ. 
અનીલભાઈએ કહ્યું, 'VSSM ન હોત તો મારા દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ ન થાત. અમે આખો પરિવાર સંસ્થાની આ ભાવનાના ઋણી રહીશું.'
તો આર્યને મેડીકલ પુરુ થાય પછી સમાજ ઉપયોગી કાર્યમાં પોતાની સેવા આપવાની ભાવના વ્યક્ત કરી. 
આર્યન કહે, 'દીદી હું આજીવન તમારી સાથે જોડાયેલો'
આર્યનને ઓર્થોપેડીક સર્જન થવું છે. એ માટે એ મહેનત પણ કરે છે. એનું સ્વપ્ન સાકાર થાય એ માટે એને ઘણી શુભેચ્છા.. 
સાથે આર્યનને લોન રૃપે ફી ભરવામાં મદદ કરનાર સ્વજનોનો આભાર.. એની લોન તો એ ડોક્ટર બન્યા પછી કમાઈને જ એ પૂર્ણ કરશે. 
પણ આવા સતકાર્યોમાં નિમિત્ત બન્યાનો રાજીપો..

#MittalPatel #vssm #humanity
#humanrights #dream #generation
#youngergeneration #Gujarat

No comments:

Post a Comment