Thursday, 15 October 2020

Will to succeed… VSSM helps Lilaben begin her own venture…


A little ahead on Mehsana’s Nagalpur crossroads, towards the right of the highway is a tea stall run by Lilaben. VSSM had provided an interest-free loan to Lilaben to help her set up her venture. The business has flourished. Along with serving tea, she plans to offer snacks as well. There was a time when Lilaben reeled under doubts, “I won’t be able to run a hotel, I cannot do it!!” she had shared when we had listed before her some options. I was particularly keen on meeting her because she was now planning to expand her business.

The responsibility of raising her four children fell on Lilaben after the death of her husband. The Saraniya is a poor community, sharpening knives does not earn them enough money to be able to save for unforeseen circumstances!!

I have worked very hard to raise the children. My elder son has a heart ailment, his medications costs are huge. How do I meet such expenses?? Mohanbhai (VSSM’s team member) and Kanabhai (community leader) knew about my financial turmoil. They pushed me to start this hotel, I had many fears and concerns initially. But I am better off now. We have enough food for three meals a day, also there is money to meet the medical expenses incurred towards the treatment of my ailing son.

Women like Lilaben inspire us at many levels. Their struggle is about sustaining themselves and their families but also perform each role with utmost honesty and integrity. Lilaben has turned out to be a role model for women contemplating to plunge into starting their micro ventures. Of course, we will be supporting her in expanding her business. She deserves all our support and regard.

VSSM will always remain grateful to its patrons for enabling it meets the need for a dignified living for thousands of individuals like Lilaben. It is your support that helps these marginalised families realise their dreams.

મહેસાણાના નાગલપુર ચાર રસ્તાથી થોડે આગળ જઈએ તો હાઈવેની જમણી બાજુ લીલાબહેનની ચાની હોટલ આવે. 

લીલાબહેનને હોટલ કરવા અમે વગર વ્યાજે લોન આપેલી. તે એમાંથી એમણે સરસ તરક્કી કરી. હવે એમને હોટલની સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા ટૂંકમાં ખાણી પીણીનું કામ પણ ચાલુ કરવું હતું. એક વખતે 'હું હોટલ નહીં ચલાવી શકુ, મારાથી નહીં થાય' એવા ડર સાથે જીવતા લીલાબહેને નવું સાહસ કરવાનું વિચાર્યું એટલે એમને ખાસ મળવું હતું.

એમના પતિ ચાર બાળકોને લીલાબહેનના સહારે મુકીને પરલોક સિધાવી ગયા. છરી ચપ્પુની ધાર કાઢીને જીવતા આ સરાણિયા પરિવાર પાસે બચત તો શાની હોય? લીલાબહેન કહે, 'લોકોના ખૂબ વૈતર્યા કર્યા. જે મળે એ કામ કર્યું ને છોકરાં મોટા કર્યા. મોટા છોકરાને હૃદયની બિમારી છે. તેની દવાય કરવાની. આ બધા ખર્ચા કેમના કાઢવા? આ મોહનભાઈ (VSSMના કાર્યકર) અને કાનાભાઈ(વસાહતના આગેવાન) બધી હકીકત જાણે. એમણે હોટલ કરવાનું કીધુ. બહુ બીક લાગતી પણ પછી કરી. હવે સારુ છે. છોકરાંની દવાય થાય છે ને પેટ ભરીને ત્રણ ટંકનો રોટલો જડી જાય છે..'

લીલાબહેન જેવા બહેનો પ્રેરણારૃપ છે. કપરી સ્થિતિમાં પોતાના પરિવારને ટકાવવા મથવું એ સહેલું નથી.. સફળ વ્યવસાયકર્તા તરીકે તો ખરુ પણ એક ઉત્તમ મા તરીકે લીલાબહેનને પ્રણામ કરવાનું મન થાય..રહી વાત નવા સાહસ માટે મદદની તો એ તો કરીશું જ. 

લીલાબહેન જેવા હજારો સાહસીકોને મદદ કરનાર સૌ પ્રિયજનોના અમે આભારી છીએ...એમની મદદથી જ આ વંચિતોએ જોયેલા સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. 

#MittalPatel #VSSM #livelihood

#ntdntcommunity #employment

#smallbusiness #dignityforall

#humanity #selfmade #NomadicTribe

#women #strongwomen #dream

#રોજગાર #વ્યાજવગરલોન #લોન

No comments:

Post a Comment