Mittal Patel meets Tulsiben Kangasiya during her visit to Tankara |
“You sensed my dreams, chose to support me as a result I have goods worth Rs. 3.5 lakhs stocked in this open-air shop. Two years ago, I could not purchase goods worth Rs. 10000!! Life is good now, we are making progress. You helped me reach here, now it is my turn to help others.
Tankara’s Zaverbhai’s face was lit with an unexplainable aura whilst he was narrating his journey with us. I looked a little confused when he mentioned his willingness to help others. And he could sense that.
Mittal Patel with Zaverbhai and Tulsiben Kangasiya |
Zaverbhai Kangasiya's open-air shop |
Only two years ago the same couple earned their living by working as loaders. Zaverbhai dreamed of a shop with good worth Rs. 5,000 to 10,000 stocked in it. Family and community helped him build some corpus to buy the shop, however, he was still short of funds. Taking a loan from a private money lender would have proved very expensive.
Zaverbhai was prepared to fly, but the shortage of funds had clipped his wings. He was a little confused on how to go further.
Zaverbhai Kangasiya has goods worth Rs 3.5 lacs stocked |
VSSM sanctioned Zaverbhai the loan because we knew he had a vision and was prepared to work hard to realize it. The loan helped meet the deficit for buying the shop and to procure goods to kick start the business.
We wish Zaverbhai and Tulsiben all the very best in their future endeavours.
'તમે મારા સ્વપ્નને સમજ્યા ને જે મદદ કરી એના લીધે જ આજે આ થડા(ખુલ્લામાં કરેલી દુકાન) માં સાડા ત્રણ લાખનો સામાન ભર્યો છે. દસ હજારનો સમાન ખરીદવાની હેસિયત બે વર્ષ પહેલાં નહોતી પણ આજે બરકત છે.. તમે મને મદદ કરી તો મારેય બીજાને કરવી જોવેને?'
ટંકારામાં રહેતા ઝવેરભાઈ આ વાત કરી રહ્યા હતા. ત્યારે એમના મોંઢા પર જબરી ચમક હતી..વળી એમણે બીજાને મદદ કરવાની વાત કરી, એમાં મને કાંઈ ખાસ સમજાયું નહીં. મારી મૂંઝવણ સમજી ઝવેરભાઈએ થોડો ચોક પાડ્યો..
એમણે કહ્યું, 'આપણી કોઈ લાંબી ઓળખાણ નહીં તોય તમે મને બેઠો થવા મદદ કરી અને હું બે પાંદડે થ્યો. કનુભાઈ(અમારા કાર્યકર) હંમેશાં કહે, અમારા માટે તમે અમારા પરિવારના છો.. લોન દેતી વખતે તમે પણ કહેતા હોવ છો કે, તમે સુખી થાવ તો તમારા એ સુખમાં બીજાનેય ભાગીદાર બનાવવા તે બેન.. મારા આ થડા પાહેથી જુદા જુદા ગામની બસો અને ગાડીયો ભરાય. આદિવાસી ભાઈ બહેનો પોતાનું વતન છોડી અહીંયા મજૂરી માટે આવે. ગયા શિયાળે હું થડામાં સવારે વહેલાં સામાન ઊતારતો હતો એ વખતે મે જોયું કે નાના નાના બાળકો ઠંડીથી થથરી રહ્યા છે. સ્વેટર જેવું એમના મા-બાપમાંય ઘણા પાસે નથી હોતું. તે બહેન હું ચારસો સ્વેટર સેકેન્ડમાં લઈ આવ્યો અને ગાડીમાં બેસતા- ઉતરા જેની પાસે ગરમ શાલ કે ઓઢવાનું ન હોય એને એ આપુ. નવા સ્વેટર આપી શકુ એટલી સગવડ નથી પણ મૂળ હેતુ તો ઠંડી રોકવાનો છે ને? તે આમાં સચવાઈ જાય છે...'
ટંકારા ચાર રસ્તે આવેલા એમના થડાને જોઈને અમે ત્યાં ઊભા રહ્યા તો એમણે બહુ આગ્રહ કરીને થડાની પાછળના ભાગમાં ઢાળેલાં ખાટલે અમને બેસાડ્યા ને નિરાંતે ઘણી વાતો કરી..
એક સંતોષ ઝવેરભાઈ ને તેમના પત્ની તુલશીબહેનના મોંઢા પર જોઈ શકાતો હતો..
બે વર્ષ પહેલાં ગાડીમાં સામાન ભરવાની મજૂરી કરતા ઝવેરભાઈએ ટંકારાની બજારમાં પોતાની દુકાન થાય અને થડામાં પાંચ દસ હજારની જગ્યાએ વધારે સામાન ભરવાનું સ્વપ્ન સેવ્યું. દુકાન ખરીદવામાં કુટુંબીજનો, સમાજના લોકોએ સૌએ મદદ કરી તોય પૈસા ખૂટ્યા.
વ્યાજવા પૈસા લાવે તો વ્યાજ મારી નાખે..શું કરવુંની મૂંઝવણ હતી.
એક ઉડાન ભરવાનું નક્કી કર્યું પણ પૈસા વગર બધુ નકામુ..અમારા કનુભાઈ અને છાયાબહેન સૌરાષ્ટ્રમાં વસતા કાંગસિયા પરિવારોને સંસ્થાના વિવિધ આયોજનોની વાત કરે અને તેમની પ્રગતિમાં મદદ કરે. ઝવેરભાઈએ કનુભાઈને પોતાની મૂંઝવણ કહી.
સ્વપ્ન જોનાર મહેનતકશ હોય તો મદદ કરવી જોઈએ. એટલે અમે વગર વ્યાજે લોન આપી. જેનાથી દુકાનમાં ખૂટતાં ઉમેર્યા અને થડામાં પહેલીવાર ત્રીસ હજારનો સામાન ભરાવ્યો. પછી તો ગાડી નીકળી પડી...
મહેનત કરનારને લક્ષ્મી વરે એ વાત ઝવેરભાઈ તુલશીબહેને સાબિત કરી બતાવી...
બે વર્ષમાં 12 લાખની દુકાન ખરીદવા માટે જે પણ લોકો પાસેથી પૈસા લીધા હતા તે બધા ઝવેરભાઈએ ચુકવી દીધા. ટંકારાની બજારમાં જ એમણે બીજી દુકાન જોઈ છે જે ખરીદવાનું ઝવેરભાઈ ટૂંક સમયમાં કરવાના છે.. આ સિવાય દુકાન અને થડા પર થઈને સાડા ત્રણ લાખનો સામાન તેમની પાસે પડ્યો છે...
ઝવેરભાઈ તુલશીબહેનને ઘણી શુભેચ્છા...
#MittalPatel #VSSM #LIvelihood
#success #business #employment
#successstories #businessloan
#interestfreeloan #smallbusiness
#hardwork #nomadictribe #Tankara
No comments:
Post a Comment