Saturday 28 July 2018

Earlier, there was not enough work, but after taking interest free loan from VSSM my profit increased ...

Dilipbhai Devipujak with his Rickshaw
Dilipbhai Jayarambhai Viramgamiya himself is doing seasonal business and his wife Cutlery sales. One of his sons goes to work with them and other little boys still study. First time, Dilipbhai was given a loan of rupees thirty thousand for business in which he had to pay two thousand rupees per month to complete the loan in fifteen installments,instead he completed the loan in four installments since he had good business. Subsequently  second loan was given for Rs.60,000/- by the organization for purchase of a ‘chhagada’ (Six wheeler Auto) . Dilipbhai Jayarambhai says ...
Ben, there are  ten members in my house. I am doing seasonal business, was earning small amounts on daily basis.  With this amount, we were just meeting household expenses,  but if there is an event in the house or some unexpected work, where to get the money? If you have to do some major work on the house or have a big event, you need to borrow  money from someone or you will have to take loan  on interest. But after taking  loan from  VSSM,  all these things have been come to an end.   Now  we have  started to save money slowly.   Before getting  the  loan,  sales were in very small quantities,  but now  after getting the loan, the sale volume has increased, so that the profits also increased. I took ‘chhagda’ on loan from a Finance Company,  and I repaid the loan with the help of loan received from VSSM. It is almost twelve months since I brought ‘Chhagda’ .  Had I not repaid the  loan, I  would have to pay a penalty. When we were going to sell goods earlier taking a ‘lorry’, we could go to one village only and now we can go to more villages.    Now we two and one of our boys  go village to village with  this ‘chhagda’  to sell the goods.  We also save a little bit and pay the instalments of loan installment taken from the organization.   Now I want to go for a mini  loading truck so that I can expand my business and progress well. As my business improved, I also plastered my house. This kind of help extended to poor people like us by VSSM, makes lot of difference.  We are relieved from the exploitation of  money lenders   and you have put shutter to their business.

પહેલા ઓછું કામ થાતું હતું લોન લીધા બાદ નફો વધી ગયો...
દિલીપભાઈ જયરામભાઇ વિરમગામીયા પોતે સિઝનેબલ ધંધો તેમજ તેમના પત્ની કટલરીનો ધંધો કરે છે. તેમનો એક દીકરો તેમની સાથે ધંધો કરવા જાય છે અને બીજા નાના દિકરાઓ હજી ભણે છે. દિલીપભાઈને પહેલા ધંધો કરવા માટે રૂપિયા ત્રીસ હજારની લોન આપવામાં આવી જેમાં બે હજારનો હપ્તો રાખી પંદર હપ્તામાં લોન પૂરી કરવાની હતી જેની જગ્યાએ ધંધો સારો થતા તેમણે ચાર જ હપ્તામાં લોન પૂરી કરી દીધી. જેથી તેમને સંસ્થામાંથી છકડો લેવા માટે બીજી લોન રૂપિયા સાહીઠ હજારની આપવામાં આવી. દિલીપભાઈ જયરામભાઇ કહે...
બેન મારા ઘરમાં દસ સભ્યો છે. હું આમ તો સિઝનેબલ ધંધો કરું છું. પહેલા રોજ થોડું લાવી કમાતા હતા. જેમાં ઘર તો ચાલી જાતું પણ ઘરમાં કોઈ પ્રસંગ આવે કે અચાનક કંઈક કામ આવી પડે તો પૈસા લાવવા ક્યાંથી? મકાનમાં કંઈક કરાવવું હોય કે કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે ઝાઝી મૂડીની જરૂર પડે ત્યારે કોઈનાથી માંગવા પડે અથવા વ્યાજવા લાવવા પડે. પરંતુ લોન લીધા બાદ આ બધું બંધ થઇ ગયું. હવે તો ધીરે ધીરે બચત કરતા થઇ ગયા. લોન મળી તે પહેલા થોડું લાવી થોડું વેચતા હતા લોન મળતા વધારે માલ લાવી વેચતા થયા જેથી નફો વધી ગયો. છકડો મેં લોન ઉપર લીધો હતો જેના હપ્તા પણ હવે પૂરા થઇ ગયા. છકડો લીધે બાર મહિના જેવું થઈ ગ્યું. છકડાની લોન ના ભરી હોત તો પેનલ્ટી ભરવી પડત. લારી લઈને પહેલા માલ વેચવા જતા ત્યારે એક જ ગામ ફરી શકતા હતા હવે તો વધારે ગામમાં ફરી શકીએ છીએ. હવે અમે બે માણહ અને મારો એક છોકરો રિક્ષા લઇ ગામડે ગામડે માલનું વેચાણ કરવા જઈએ છીએ. હવે થોડી થોડી બચત પણ કરીએ છીએ અને સંસ્થામાંથી મળેલ લોનના હપ્તા પણ ભરીએ છીએ. હવે તો છોટા હાથી લઇને ધંધો કરવો છે જેથી ઝાઝો વેપાર કરી શકાય અને ઝાઝું આગળ જવાય. મારો ધંધો સારો થતા મેં મારા મકાનમાં પ્લાસ્ટર પણ કરાવ્યું. અમારા ગરીબ માણહ માટે આવી રીતે સંસ્થા મદદ કરે છે તેનાથી ઘણો ફેર પડે છે. અમારા રોજ રોજ ના રૂપિયા એ શાહુકાર ખાતા હતા તે બંધ થઇ ગયા. બેન તમે તો વ્યાજવાવાળાની દુકાન બંધ કરાવી દીધી...


No comments:

Post a Comment