Amidst one of the very posh localities of Ahmedabad called Gulbai Tekra is nestled a large ghetto called Hollywood, a slum that houses a large number of nomadic families. Most of these families are involved in the craft of making statues from plaster of paris. They are mainly Ganesha statues that are sold during the annual Ganapati Mahotsav.
Dhulabhai and Ratanben with the statues they create |
VSSM through its various initiatives is much involved with this community. VSSM’s Elaben has suggested to these families to work towards creating a corpus by borrowing money from relatives and VSSM (both interest free funds) and do a proper business this year. The loan is to be repaid from the money that is earned from other occupations. If need be work more and work harder. The aim will be to make good profit in this season. Ratanben grasped the matter well and took a loan of Rs. 20,000 from VSSM, brought Rs. 40,000 from her family members and created a fund of Rs. 60,000 to work with. Dhulabhai has began making statues and expects brisk sales this year. Ratanben’s expects making good profit since all the funds are interest free.
"I want to educate my son well, get my daughters married without incurring further debt. We will be able to pay off the VSSM loan from the work I and my daughters do, so we will be saving Rs. 20,000 in this season itself!!” says a rather confident Ratanben.
In the picture Dhulabhai and Ratanben with the statues they create.
વિચરતા પરિવારોને દેવા દેવામુક્ત કરવાનો vssmનો નિર્ધાર ...
રતનબહેન તેમના પતિ, ત્રણ દીકરી અને એક દીકરા સાથે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહે. એક દીકરી પરણીને સાસરે ગઈ અને દીકરાએ હમણાં ધો.૧૦ની પરીક્ષા આપી. બાકીની બે રતનબહેન અને તેમના પતિ ધુળાભાઈ મૂર્તિઓ બનવાનું કામ કરે છે પણ આ ધંધો સીઝનલ એટલે સિઝન બરાબર જાય એની તૈયારી પહેલેથી કરવી પડે. મૂડી રોકાણ કરવું પડે. સિઝનના ચાર મહિના પહેલાં સામાન લાવીને મૂર્તિ બનાવવાનું કામ શરુ કરી દેવું પડે. રતનબહેન મૂર્તિ બનાવવાની સીઝન ના હોય એ વખતે શૃંગાર પ્રસાધનો પણ વેચે. એટલે સીઝન સિવાય ગાડું ગબડ્યા કરે.
આ પરિવારનું આર્થિક પાસું એટલું મજબુત નહિ. આમ તો મૂર્તિ બનાવવાના કામમાં મળતર ખુબ હોય પણ એ માટે મૂડી રોકાણ સરખું કરવું પડે. બચત તો હોય નહિ. એટલે સીઝનમાં મૂર્તિ બનાવવા માટે તગડાં વ્યાજે અને પોતાના સગા- સંબંધી જેમની સ્થિતિ ઠીક છે એમની પાસેથી ઉછીના પૈસા લાવે અને સીઝન પત્યા પછી થયેલી આવકમાંથી દેવું ચૂકતે કરે.. પણ પછી તો રતનબહેન અને એમની દીકરીઓ ઘર કામ કરીને જે લાવે એમાંથી જ ખાવાનું. ધુળાભાઈને બીજા કામની આવડત નહિ અને મજુરી બહુ ફાવે નહિ એટલે જરૂર પડે પાછા દેવું કરીને પૈસા લાવવાના અને આમ દેવાના બોજ તળે દબાતા જાય અને સિઝનમાં દેવું ઉતારી દેવાનું. આ નિત્યક્રમ વર્ષોથી ચાલે...
આ પરિવારો સાથે આપણે કામ કરીએ.. દરેક મૂર્તિ બનાવનારના ઘરની ઉપર જણાવી એવી જ વાત. ઇલાબહેને એક રસ્તો કાઢ્યો અને વ્યાજવા પૈસા લાવ્યા વગર કામ કરવાનું કેટલાક પરિવારો સાથે નક્કી કર્યું. ‘સગા- સંબંધી તો વ્યાજ વગર પૈસા આપે એટલે એમની પાસેથી મૂડી ભેગી કરો અને vssmમાંથી રૂ.૨૦,૦૦૦ની લોન લો અને દર મહીને તમારાં પરિવારના અન્ય સભ્યો કમાય છે એ vssmની લોનનો હપ્તો ભરે.. જરૂર પડે એક કામ વધારે કરો.. પણ આ સિઝનમાં સરખો નફો થાય એમ કરો અને બચત પણ બરાબર કરો જેથી આવતાં વર્ષે વધારે સારો ધંધો કરી શકાય. એવી વાત ઇલાબહેને આ પરિવારને સમજાવી. રતનબહેન ઈલાબહેનની આ વાત બરાબર સમજ્યા. રૂ.૨૦,૦૦૦ની vssmની લોન અને સગા સંબંધી પાસેથી રૂ. ૪૦,૦૦૦ લાવ્યા અને રૂ.૬૦,૦૦૦ નો સામાન લાવીને મૂર્તિ બનાવવાનું કામ ધુળાભાઈએ અત્યારથી શરુ કરી દીધું. જેથી સિઝનમાં દોડાદોડી ના થાય..
આ વર્ષે એમને ખુબ સારો નફો થશે એવો રતનબહેનને વિશ્વાસ છે. તે કહે છે, ‘સંસ્થાની લોન તો મારી દીકરી અને અમે જે કામ કરીએ છીએ એમાંથી જ ભરી દઈશું એટલે એ ૨૦,૦૦૦ તો સીધા જ બચવાનાને. મારે દીકરીઓને પરણાવવાની છે અને દીકરાને ખુબ ભણાવવો છે અને એ પણ દેવું કર્યા વગર અને એ સરસ પાર પડશે એવો હવે વિશ્વાસ છે. ’
ધુળાભાઈ અને રતનબહેન પોતે તૈયાર કરેલી મૂર્તિ સાથે
No comments:
Post a Comment