VSSM’s support helps Babubhai to buy an auto rickshaw and increase his monthly income..
VSSM for Income Generation for Nomadic Tribe Babubhai Bajaniyaa |
Inspite of the couple working really hard, making ends meet remained a challenge. The rent of the auto is Rs. 200 per day plus fuel charges, “ driving rickshaw isn’t a very lucrative, the income from driving rickshaw is just enough to buy some vegetables for the family,” says Babubhai. Had Babubhai owned the rickshaw he would save substantial amount every month, Babubhai desired to buy a rickshaw but that required lot of money which the family did now have. The couple had managed to save Rs. 20,000 but that wasn’t enough to buy an auto.
VSSM’s Ilaben knew Babubhai. She knew Babubhai wished to buy a rickshaw , she explained to Babubhai that instead of buying a new vehicle get a second hand rickshaw and once he has saved enough get a brand new one!! Ilaben helped Babubhai in getting Rs. 30,000 loan from Vicharta Samuday Samarthan Manch - VSSM. He added his savings of Rs. 20,000 and bought a second hand rickshaw fro Rs. 50,000.
VSSM for Income Generation for Nomadic Tribe Babubhai Bajaniyaa |
In the picture … Babubhai with his auto rickshaw and ironing the clothes.
vssmની મદદથી જૂનામાં રીક્ષા ખરીદી અને પોતાની આર્થિક આવક વધારી
બાબુભાઈ બજાણિયા તેમની પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરા સાથે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહે. બે દીકરીઓ પરણીને સાસરે ગઈ અને બીજા બાળકો ભણે છે. બાબુભાઈ દિવસે કપડાંને ઈસ્ત્રી કરવાનું કામ કરે અને રાતનાં ભાડેથી રીક્ષા લઈને ચલાવે. તેમની પત્ની ઘરકામ કરવા જાય અને ક્યારેક દીકરીઓને પણ સાથે લઇ જાય.
બાબુભાઈનો પરિવાર મોટો આખા ઘરનું પૂરું કરવું મુશ્કેલ પડે. રીક્ષાના ભાડા પેટે રૂ.૨૦૦ રોજના આપવા પડે અને રીક્ષામાં ગેસ પણ પોતે ભરાવે આમ મળતર ખુબ ઓછું રહે પણ એકલી ઈસ્ત્રી કરીને ઘર ચલાવવું મુશ્કેલ હતું. બાબુભાઈ કહે છે એમ ‘રીક્ષા ચલાવવામાં મળતર ખાસ નહિ પણ શાકભાજીના પૈસા નીકળી જાય એટલે બસ..’ પોતાની રીક્ષા હોય તો સારી એવી આવક થાય પણ તે ખરીદવા બાબુભાઈ પાસે ખાસ બચત નહોતી. રૂ.૨૦,૦૦૦ની મૂડી ખુબ મહેનત કરી પતી પત્નીએ ભેગી કરી રાખેલી. પણ એટલામાં રીક્ષા આવે નહિ...
vssm કાર્યકર ઇલાબહેન બાબુભાઈના પરિચયમાં ખરા. બાબુભાઈ રીક્ષા ખરીદવા ઈચ્છે છે એ પણ એ જાણે. ઇલાબહેને એમને નવી રીક્ષા ખરીદવાની જગ્યાએ હાલ પુરતી જૂની રીક્ષા લઈ લેવા કહ્યું અને સારી કમાણી થાય તો નવી રીક્ષા ક્યાં નથી લેવાતી એમ વાત કરી સમજાવ્યા. બાબુભાઈના ગળે આ વાત ઉતરી પણ પાસે તો રૂ.૨૦,૦૦૦ જ હતા. જૂની રીક્ષા રૂ.૫૦,૦૦૦માં આવે. ઈલાબહેને બાબુભાઇને રૂ.૩૦,૦૦૦ની લોન vssmમાંથી અપાવી અને બાબુભાઈ રીક્ષા લાવ્યા. બાબુભાઈનો નિત્યક્રમ એજ રહ્યો, દિવસે ઈસ્ત્રી કરે અને રાતના રીક્ષા ચલાવે.. પરિવાર આખો એકબીજાને મદદરૂપ થાય છે.. બાબુભાઈ પોતે ગરીબીમાંથી બહાર નીકળવા ઈચ્છે છે અને એટલે જ આવી કાળી મજૂરી કરે છે એ કહે છે, ‘દિવસે ઇસ્ત્રીના કામની સાથે થોડો આરામ થઇ જાય છે એટલે રાતના રીક્ષા ચલાવું છું હવે ભાડું આપવું પડતું નથી એટલે ભાડાના જ મહિનાના રૂ. ૫,૦૦૦ થી રૂ.૫,૫૦૦ બચે છે. બાકી દિવસ દરમ્યાન પણ કોઈ વરધી મળે જાય તો એ પણ કરી લઉં છું.. બચત પણ કરું છું. મારે બાળકોને ખુબ ભણાવવા છે અને હવે બધું થશે એમ લાગે છે.’
ફોટોમાં બાબુભાઈ પોતાની રીક્ષા સાથે પાછળ તેઓ જ્યાં રહે છે તે અને રીક્ષાની સાથે સાથે તેઓ જે ઈસ્ત્રીકામ કરે છે એ જોઈ શકાય છે.
No comments:
Post a Comment